બેંગલુરૂમાં પ્રેશર કૂકરના ફટકા મારીને લિવ-ઈન પાર્ટનરની હત્યા કરનારા યુવકની ધરપકડ

દિલ્હી, મુંબઈ સહિતના અનેક મેટ્રો શહેરોમાં લિવ-ઈન પાર્ટનરની હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે હવે બેંગલુરૂના દક્ષિણ વિસ્તારમાંથી એક યુવકની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ મહિલાના માથા પર પ્રેશર કૂકર વડે ફટકો માર્યો હતો જેથી તેનું મોત થયું હતું.  અફેરની શંકામાં લિવ-ઈન પાર્ટનરની શંકા બેંગલુરૂ […]

Share:

દિલ્હી, મુંબઈ સહિતના અનેક મેટ્રો શહેરોમાં લિવ-ઈન પાર્ટનરની હત્યાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી ચુકી છે ત્યારે હવે બેંગલુરૂના દક્ષિણ વિસ્તારમાંથી એક યુવકની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ મહિલાના માથા પર પ્રેશર કૂકર વડે ફટકો માર્યો હતો જેથી તેનું મોત થયું હતું. 

અફેરની શંકામાં લિવ-ઈન પાર્ટનરની શંકા

બેંગલુરૂ પોલીસે ન્યૂ માઈકો લેઆઉટ વિસ્તારના મકાનમાં રહેતા વૈષ્ણવ નામના 24 વર્ષીય યુવકની કથિત રીતે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીને પોતાની લિવ-ઈન પાર્ટનરને અન્ય કોઈ સાથે અફેર હોવાની અને તેને દગો આપી રહી હોવાની શંકા હતી જેથી તેણે ગુસ્સામાં યુવતીના માથા પર પ્રેશર કૂકર વડે હુમલો કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક દેવી (24 વર્ષ) અને વૈષ્ણવ બંને કેરળના છે અને તેમણે એક સાથે અભ્યાસ કરેલો છે. છેલ્લા 3 વર્ષથી તેઓ એકબીજાની સાથે રહેતા હતા. બંનેએ કોલેજનો અભ્યાસ એકસાથે પૂરો કર્યો હતો. તેમના પાડોશીઓના કહેવા પ્રમાણે તેમના વચ્ચે ઘણી વખત ઝગડા થતા રહેતા હતા. જોકે પોલીસના કહેવા પ્રમાણે તે બંનેમાંથી કોઈએ અગાઉ એકબીજા સામે પોલીસ ફરિયાદ નથી નોંધાવેલી. 

હત્યા કરીને ભાગી રહ્યો હતો વૈષ્ણવ

દેવીની હત્યા કર્યા બાદ વૈષ્ણવ ત્યાંથી ભાગવા લાગ્યો હતો પરંતુ પકડાઈ ગયો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. વૈષ્ણવ બેંગલુરૂના કોરમંગલા ખાતે એક સેલ્સ અને માર્કેટિંગ ફર્મમાં કામ કરતો હતો. શનિવારે ઝગડો વધતા તેણે કથિત રીતે દેવી પર પ્રેશર કૂકર વડે હુમલો કરી દીધો હતો જેમાં તેણીનું મોત થયું હતું. 

બંનેના પરિવારને તેમના સંબંધની જાણ હતી

વૈષ્ણવને પોતાની લિવ-ઈન પાર્ટનર દેવીને અન્ય કોઈ સાથે અફેર હોવાની શંકા હતી અને શનિવારે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. ત્યાર બાદ વૈષ્ણવે પ્રેશર કૂકર વડે દેવીનું માથું ફોડી નાખ્યું હતું અને પીડિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના બંનેના પરિવારજનોને પણ તેમના સંબંધની ખબર હતી અને અનેક પ્રસંગે પરિવારના સદસ્યો તેમને મળવા પણ આવતા હતા. 

એક અહેવાલ પ્રમાણે તેઓ બંને ખૂબ નજીકના સમયમાં લગ્ન પણ કરવાના હતા. તેઓ બંને કોલેજ કાળથી એકબીજાને જાણતા હતા અને કેરળથી નોકરીની શોધમાં બેંગલુરૂ આવ્યા હતા. તેઓ બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને સાથે રહેવા લાગ્યા હતા. શિનવારે સાંજે 5 કલાક આસપાસના સમયે આ ઘટના બની હતી અને પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.