પૂંછ હુમલાના આતંકીઓને બે મહિના પહેલા આશરો અપાયો હતો 

જમ્મુ કાશ્મીરના પૂંછમાં 20 એપ્રિલે લશ્કરી વાહન પર થયેલા હુમલામાં પાંચ જવાન શહિદ થઈ ગયા હતા. આ અંગે તપાસ દરમ્યાન આ હુમલો કરનાર ચાર આતંકીઓને બે મહિના સુધી પૂંછમાં આશરો  આપનાર એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરાઇ છે. આ વ્યક્તિએ આતંકવાદીઓને રહેવાના આશરા ઉપરાંત પરિવહન તેમજ અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડી હતી.  જમ્મુ અને કાશ્મીર ડિવિઝનના […]

Share:

જમ્મુ કાશ્મીરના પૂંછમાં 20 એપ્રિલે લશ્કરી વાહન પર થયેલા હુમલામાં પાંચ જવાન શહિદ થઈ ગયા હતા. આ અંગે તપાસ દરમ્યાન આ હુમલો કરનાર ચાર આતંકીઓને બે મહિના સુધી પૂંછમાં આશરો  આપનાર એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરાઇ છે. આ વ્યક્તિએ આતંકવાદીઓને રહેવાના આશરા ઉપરાંત પરિવહન તેમજ અન્ય તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. 

જમ્મુ અને કાશ્મીર ડિવિઝનના પૂંછમાં ભાતા ધૂરિયા ખાતે મિલિટરીની એક ટ્રક પર જાનલેવા હુમલો કર્યો હતો.  આ વિસ્તારનો રહેવાસી કે જેનું નામ નાસીર અહેમદ છે તેને આ લોકોને મદદ કરી હતી. અન્ય 60 લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનાં કેટલાકને જવા દેવામાં આવ્યા છે.  જો કે, હજુ સુધી એ જાણમાં નથી આવ્યું કે, આ વ્યક્તિ ઓવરગ્રાઉન્ડ વર્કર છે કે પછી તેણે કોઈ દબાણ હેઠળ આવીને મદદ કરી.  ઓવરગ્રાઉન્ડ વર્કર, આ શબ્દ કટ્ટરપંથી માટે વાપરવામાં આવે છે કે જે,  આતંકી હુમલા કરે છે અથવા તેવા સંગઠનને મદદ કરતાં હોય છે અને ફરી પાછા તેમની સામાન્ય જિંદગી જીવતા હોય છે.

આ હુમલાખોરો હુમલો કરતા પહેલા પુલ નીચે સંતાઈ ગયા હતા. હજુ સુધી એક પણ આતંકવાદીની ધરપકડ થઈ નથી અને છેલ્લાં છ દિવસથી પોલીસ મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ તેમજ ડ્રોન તેમજ હેલિકોપ્ટરની મદદથી  આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરી રહી છે. આ તપાસ પૂંછ રાજૌરી જિલ્લાના ગાઢ જંગલો અને ઊંડી ઘાટીઓ ધરાવતા 12 ઝોનમાં ચાલી રહી છે. તપાસ દરમ્યાન પોલીસ દ્વારા તકેદારી પણ રખાઇ રહી છે  કારણકે, બની શકે કે આતંકીઓ દ્વારા આ વિસ્તારોનાં જંગલોમાં લેન્ડમાઇન્સ પણ બિછાવેલા હોય શકે છે. 

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. ભારે વરસાદ વચ્ચે ભીંબર ગલીથી પૂંછ જઈ રહેલા સેનાના વાહન પર ગ્રેનેડ એટેક થયો હતો. જેના કારણે જમ્મુ-પૂંછ  નેશનલ હાઈવે પર સેનાના વાહનમાં આગ લાગી હતી. ભારે વરસાદના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેને ધ્યાને લઈ સેનાના વાહનને નિશાન બનાવીને આતંકવાદી હુમલો કરાયો હતો. આતંકવાદીઓએ ફાયરિંગ કરવા ઉપરાંત ગાડી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના કારણે આર્મીના વાહનમાં ભયાનક આગ લાગી હતી.

આ વર્ષે પહેલી જાન્યુઆરીએ, આતંકવાદીઓએ ફાલિયાનાથી માંડ 2 કિમી દૂર ડાંગરીમાં હુમલો કર્યો, જેમાં સાત લોકો માર્યા ગયા જેમને હિંદુ હોવાના કારણે નિશાન બનાવવામાં આવ્યા હતા. સેના, પોલીસ અને સીઆરપીએફ સહિતના સુરક્ષા દળોએ આ વિસ્તારની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ હુમલાખોરો ગાયબ થઈ ગયા હતા.