રાજકોટમાં પુત્રએ પહેલાં માતાને ઝેર આપ્યું, બાદમાં પોતે પણ પી ગયો

રાજકોટમાં રહેતાં 35 વર્ષના એક વ્યક્તિએ જેનું નામ સિકંદર લીંબાડિયા હતું તેણે હાલમાં ઝેર પીને આત્મહત્યા કરી હતી . તેને પોતાના મારતા પહેલા તેની 80 વર્ષીય માતાને પણ ઝેર આપ્યું હતું. આ બનાવ રાજકોટના ભક્તિનગરમાં બન્યો હતો.  આ અંગે જાણ કરતો એક વિડીયો આ વ્યક્તિએ તેની બહેનને મોકલ્યો હતો. બહેને જણાવ્યું કે, તેનાં ભાઈએ પહેલા […]

Share:

રાજકોટમાં રહેતાં 35 વર્ષના એક વ્યક્તિએ જેનું નામ સિકંદર લીંબાડિયા હતું તેણે હાલમાં ઝેર પીને આત્મહત્યા કરી હતી . તેને પોતાના મારતા પહેલા તેની 80 વર્ષીય માતાને પણ ઝેર આપ્યું હતું. આ બનાવ રાજકોટના ભક્તિનગરમાં બન્યો હતો. 

આ અંગે જાણ કરતો એક વિડીયો આ વ્યક્તિએ તેની બહેનને મોકલ્યો હતો. બહેને જણાવ્યું કે, તેનાં ભાઈએ પહેલા માતાને ઝેર આપ્યું હતું અને પછી તેને પણ પી લીધું હતું. તેણે લખેલી સુસાઇડ નોટમાં જાણાવ્યું છે કે, અમે જીવવા માંગતા નથી અને આથી હું જાઉ છું અને સાથે માતાને પણ લેતો જાઉં છું. 

સિકંદરની બહેન રેશ્માએ પોલીસનો વિડીયો સાથે સંપર્ક કર્યો હતો અને પોલીસને જણાવ્યા પ્રમાણે  તેની માતા 80 વર્ષની હતી અને બિમારીને કારણે પથારીવશ હતી. તેમજ તેનો ભાઈ ડ્રાઈવર હતો અને તેણે લગ્ન કર્યા નહતા. 

સોમવારે સિકંદરના પાડોશી તેની બહેનને ફોન કરીને જાણ કરી હતી કે તેની માતા અને ભાઈ બેભાન છે અને તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. રેશ્મા ત્યાં પહોંચી હતી જય તેમની સ્થિતિ નાજુક હતી. 

તેનું મોબાઈલનું નેટવર્ક બંધ હોવાથી તેને તેનાં ભાઈએ મોકલેલા વિડિયોની જાણ નહતી. પરંતુ જ્યારે નેટવર્ક ચાલુ થયું ત્યારે તેણે જોયું તો તેનાં ભાઈએ આ આકરું પગલું લેતા પહેલા વિડીયો મોકલી તેમાં જણાવ્યું હતું કે, હું જાઉં છું પણ મારા પછી માતાની સંભાળ કોણ રાખશે. આથી તેને પણ હું સાથે લેતો જાઉ છું. 

પ્રાથમિક તપાસમાં તેને નાણાકીય ખેંચ વર્તાતી હતી અને તેથી તેણે આ પગલું ભયું હોવાનું અનુમાન છે. તેને તેની નંધમાં જણાવ્યું છે કે, મને અફસોસ છે કે હું આપના પરિવાર માટે કી કરી શક્યો નહી. 

માત્ર રાજકોટ જ નહીં પરંતુ દરેક જગ્યાએ આત્મહત્યાના કિસ્સાનું પ્રમાણ વધતું જાય છે જે સમાજ માટે ખતરનાક છે. આ જ દિવસે રાજકોટમાં અન્યત્ર એક છોકરી પણ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગાસણએ સ્ટડી કર્યો છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્ટડીમાં દર વર્ષે વિશ્વમાં 8 લાખમાંથી 1.35 લાખ લોકો ભારતમાં અકાળે જીવન ટૂંકાવે છે. તેમજ 15થી 24 વર્ષના કિશોરો અને યુવાનોમાં મૃત્યુનાં કારણમાં આપઘાત પ્રથમ નંબરે છે. આ વાત ચિંતાજનક ગણી શકાય. આવા કેસ ઘટાડી શકાય તે દિશામાં તાકીદે પગલાં લેવાવા જોઈએ.