Manipur Violence: રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ઈઝરાયલની ચિંતા વધારે હોવાનો કટાક્ષ કર્યો

Manipur Violence: કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારના રોજ મિઝોરમના આઈઝોલ ખાતે પહોંચ્યા હતા. આગામી ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધીએ મિઝોરમમાં એક જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં મણિપુર હિંસા (Manipur Violence)નો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.  રાહુલ ગાંધીએ મિઝોરમના ચાનમારીથી ટ્રેઝરી સ્વાયર સુધીની 5 કિમીની પદયાત્રા દરમિયાન સ્થાનિક લોકોની […]

Share:

Manipur Violence: કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારના રોજ મિઝોરમના આઈઝોલ ખાતે પહોંચ્યા હતા. આગામી ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધીએ મિઝોરમમાં એક જનસભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં મણિપુર હિંસા (Manipur Violence)નો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. 

રાહુલ ગાંધીએ મિઝોરમના ચાનમારીથી ટ્રેઝરી સ્વાયર સુધીની 5 કિમીની પદયાત્રા દરમિયાન સ્થાનિક લોકોની મુલાકાત લીધી હતી. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી છે. ત્યારે રાહુલ ગાંધી સોમવારે મિઝોરમ પહોંચ્યા હતા તો ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગામ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને મણિપુર કરતા ઈઝરાયલની ચિંતા વધારે હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે અમિત શાહે ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસને ઘેરી હતી. 

વધુ વાંચો: હું વિરોધીઓને મારા શિક્ષક માનું છું: રાષ્ટ્રીય શિક્ષક દિવસ પર રાહુલ ગાંધી

Manipur Violence અંગે રાહુલ ગાંધીનું નિવેદન

રાહુલ ગાંધીએ ભાજપ પર મણિપુરના વિચારને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હું થોડા મહિના પહેલા મણિપુર ગયો હતો. ભાજપે મણિપુરના વિચારને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે. ત્યાંના લોકોની હત્યા કરવામાં આવી રહી છે, મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે. એટલે સુધી કે નાના બાળકોની પણ હત્યા થઈ રહી છે.”

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, “આ મારા માટે આશ્ચર્યની વાત છે કે વડાપ્રધાન અને ભારત સરકારને ઈઝરાયલમાં જે (ઈઝરાયલ-હમાસ સંઘર્ષ) બની રહ્યું છે તેમાં રસ છે પણ મણિપુરમાં શું બની રહ્યું છે તેની કોઈ જ ચિંતા નથી. મણિપુર હવે માત્ર એક રાજ્ય નથી રહ્યું. તે વહેંચાઈ ગયું છે. મણિપુર સમસ્યાનું એક લક્ષણ છે. આવી સમસ્યાઓ દેશના વિવિધ ક્ષેત્રોમાં નાના નાના રૂપમાં જોવા મળી શકે છે.”

આ સાથે જ રાહુલ ગાંધીએ મણિપુર હિંસા (Manipur Violence) બાદ પણ વડાપ્રધાન મુલાકાતે ન આવ્યા હોવાનું યાદ અપાવ્યું હતું.

વધુ વાંચો: પેરિસમાં રાહુલ ગાંધીએ કહ્યું- “ભાજપ કોઈ પણ કિંમતે સત્તા ઈચ્છે છે, તે જે કરે છે તેને હિંદુત્વ સાથે મતલબ નથી”

ભાજપ પર યુવાનોનું જીવન નષ્ટ કરવાનો આરોપ

રાહુલ ગાંધીએ ભાજપ પર મિઝોરમના યુવાનોનું જીવન નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું તમને લોકોને કહેવા ઈચ્છું છું કે, ભાજપે અહીં 5 વર્ષોમાં શું કર્યું. ભાવિ પેઢી માટે અહીં ડ્રગ્સની લત ખૂબ ઝડપથી વધી રહી છે. તેના લીધે આશરે 250 યુવાનોની જિંદગીનો અંત આવ્યો. 

ડ્રગ્સના કારણે બેરોજગારી વધી રહી છે. ભાજપ તમારી સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા પર હુમલો કરી રહ્યું છે તો મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) દિલ્હીમાં તેનું સમર્થન કરી રહ્યું છે.”

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, તેઓ જ્યારે 16 વર્ષના હતા ત્યારે તેમના મનમાં મિઝોરમ માટેની એક ખાસ ધારણા બંધાઈ હતી. 1986માં તેઓ પોતાના પિતા સાથે મિઝોરમ આવ્યા હતા.