મણિપુરના મુખ્યમંત્રી બીરેન સિંહે લગભગ રાજીનામું આપી દીધું હતું

મણીપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ભડકી છે અને તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ, આ હિંસા અનિયંત્રિત થઈ રહી હોવાથી તેઓ નિશાના પર છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગવાથી તેઓ રાજીનામું આપવાની તૈયારી પર હતા, પરંતુ જાહેર દબાણ હેઠળ તેમણે નિર્ણય બદલ્યો હતો, આવો દાવો એક વરિષ્ઠ મંત્રીએ કર્યો […]

Share:

મણીપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ભડકી છે અને તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ, આ હિંસા અનિયંત્રિત થઈ રહી હોવાથી તેઓ નિશાના પર છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગવાથી તેઓ રાજીનામું આપવાની તૈયારી પર હતા, પરંતુ જાહેર દબાણ હેઠળ તેમણે નિર્ણય બદલ્યો હતો, આવો દાવો એક વરિષ્ઠ મંત્રીએ કર્યો છે. બિરેન સિંહ તેમના રાજીનામાનાં પત્ર સાથે ગવર્નર હાઉસ જવા માટે નીકળ્યા હતા, પરંતુ  તેમના ઇમ્ફાલ નિવાસસ્થાનની બહાર વિશાળ સમર્થનનાં પ્રદર્શન પછી તેઓ પાછા ફર્યા હતા.

બિરેન સિંહના નિવાસસ્થાન પાસે સેંકડો મહિલાઓ એકઠી થઈ અને માનવ સાંકળ રચી હતી, અને જણાવ્યું કે,  તેઓ નથી ઈચ્છતા કે તેઓ રાજીનામું આપે. તે સમયે બે મંત્રી તેમના નિવાસસ્થાનથી બહાર આવ્યા જેમની પાસે રાજીનામાંનો પત્ર હતો તે પણ આ લોકો દ્વારા ફાડી કાઢવામાં આવ્યો હતો. 

કોંગ્રેસના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધી, કે જેઓ ઉત્તરપૂર્વીય રાજ્યમાં બે દિવસની મુલાકાતે છે, તેઓ તેમની ઇમ્ફાલ હોટલમાં ‘સમાન વિચારધારા’ પક્ષના નેતાઓ, યુનાઇટેડ નાગા કાઉન્સિલનાં નેતાઓ અને નાગરિક સમાજ સંગઠનોના સભ્યોને મળશે. તેમ મણિપુર કોંગ્રેસના અધ્યક્ષ કેશમ મેઘચંદ્રને જણાવ્યું હતું. પત્રકારોએ આ મણિપુરમાં ચાલી રેલી હિંસા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે ચૂપ છે તેમ પૂછતાં 

રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ અહીં રાજકીય મુદ્દાઓ પર ટિપ્પણી કરશે નહીં.  તેમણે જણાવ્યું કે, ‘હું  અહી રાજકીય મુદ્દે ટિપ્પણી કરવા માટે આવ્યો નથી.  હું માત્ર એટલું જ ઈચ્છું છું કે અહીં વહેલી તકે શાંતિ પાછી આવે.’ તેમણે જણાવ્યું કે, જેમને આ હિંસાને કારણે અસર થઇ છે તેમને મળતા તેઓ હૃદયથી ભાંગી પડ્યા હતા. રાજ્યમાં શાંતિ માટે અપીલ કરતાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, “મણિપુર માટે હાલમાં શાંતિ આવશ્યક છે. લોકોના જીવન અને આજીવિકા સુરક્ષિત કરવાના પ્રયાસો થવા જોઈએ.  

ભૂતપૂર્વ કોંગ્રેસ સાંસદે તેમની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, “મણિપુરમાં હિંસાને કારણે જેમણે પ્રિયજનો અને ઘરો ગુમાવ્યા છે તેમની દુર્દશા હૃદયદ્રાવક છે. દરેકના ચહેરા પર મદદની પુકાર છે. 

રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ છેલ્લા બે દિવસમાં મણિપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી 17 હથિયારો, 12 દારૂગોળા અને 10 બોમ્બ મળી આવ્યા છે. બુધવારે, સંયુક્ત ટીમને કાકચિંગ જિલ્લામાંથી આઠ હથિયારો, બે દારૂગોળા અને બે બોમ્બ મળી આવ્યા હોવાનું મણિપુર પોલીસે જણાવ્યું હતું.