Maratha Reservation Protest: 3 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ, 12 કરોડની સંપત્તિને નુકસાન

Maratha Reservation Protest: મહારાષ્ટ્રમાં ફરી એક વખત મરાઠા અનામત આંદોલનની આગ ભડકી ઉઠી છે. મરાઠા સમુદાયને અનામતનો લાભ અપાવવા માટે લોકો હવે હિંસક માર્ગે ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વ્યાપેલી ઉગ્રતા બાદ પોલીસે 3 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ (Internet services suspended) કરાવી દીધી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો […]

Share:

Maratha Reservation Protest: મહારાષ્ટ્રમાં ફરી એક વખત મરાઠા અનામત આંદોલનની આગ ભડકી ઉઠી છે. મરાઠા સમુદાયને અનામતનો લાભ અપાવવા માટે લોકો હવે હિંસક માર્ગે ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વ્યાપેલી ઉગ્રતા બાદ પોલીસે 3 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ (Internet services suspended) કરાવી દીધી છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. 

Maratha Reservation Protestના મુખ્ય સૂત્રધાર

મહારાષ્ટ્રના સામાજીક કાર્યકર મનોજ જરાંગે મરાઠાઓને અનામતનો લાભ આપવામાં આવે તેવી માગણી સાથે ફરી એક વખત ભૂખ હડતાળ પર બેઠા છે. ત્યાર બાદ તેમના સમર્થનમાં છેલ્લા 3 દિવસથી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારાોમાં હિંસા વ્યાપી છે. 

કેટલાક ધારાસભ્યોએ મનોજ જરાંગેના વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી જેથી ઉશ્કેરાયેલા ટોળાએ તેમના નિવાસ સ્થાનોને આગને હવાલે કરી દીધા છે. ઉપરાંત હિંગોલીના સાંસદ હેમંત પાટિલ અને નાસિકના સાંસદ હેમંત ગોડસેએ મરાઠા અનામત આંદોલન (Maratha Reservation Protest)ને સમર્થન આપવા માટે રાજીનામા આપી દીધા છે. 

વધુ વાંચો: વિજયનગરમાં મુસાફરો ભરેલી 2 ટ્રેન અથડાતાં 13ના મોત

હિંસક આંદોલન, આગજનીની ઘટનાઓ

પ્રદર્શનકારીઓએ બીડ જિલ્લામાં ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના બંગલાને આગના હવાલે કરી દીધો હતો. ઉપરાંત પૂર્વ ધારાસભ્ય જયદત ક્ષીરસાગરના કાર્યાલયમાં આગ ચાંપી દીધી હતી અને એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના બંગલોને પણ આગ લગાવી દીધી હતી. તેમની કારને પણ આગના હવાલે કરી દીધી હતી. 

ઈન્ટરનેટ સેવાઓ બંધ

શહેરોના વિવિધ આ પ્રકારની આગજનીની ઘટનાઓ બાદ બીડ જિલ્લામાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. મરાઠા આંદોલન હિંસક બન્યા બાદ પોલીસ મહાનિદેશનક રજનીશ સેઠે પ્રેસ કોન્ફરન્સ યોજીને પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગેની જાણકારી આપી હતી. 

રજનીશ સેઠે જણાવ્યું હતું કે, 29થી 31મી ઓક્ટોબર દરમિયાન બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સંભાજીનગર ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 54 કેસ નોંધવામાં આવ્યા છે અને 106 આરોપીઓની ધરપકડ કરાઈ છે. 

તે પૈકીના 20 કેસ બીડ જિલ્લામાંથી નોંધાયા છે અને તે પૈકીના 7 સામે કલમ 306 અંતર્ગત કેસ દાખલ કરાયો છે. હાલમાં બીડ, સંભાજીનગર ગ્રામીણ અને જાલના જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ (Internet services suspended) કરી દેવામાં આવી છે. 

વધુ વાંચો: Manish Sisodiaને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો

12 કરોડની સાર્વજનિક સંપત્તિને નુકસાન

રજનીશ સેઠે જણાવ્યું હતું કે, સમગ્ર મહારાષ્ટ્રની આશરે 12 કરોડ રૂપિયાની સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જે એકમોને અતિરિક્ત જનશક્તિની જરૂર હતી તેમને તે સેવા પૂરી પાડવામાં આવી છે. અત્યાર સુધીમાં 17 સીઆરપીએફ કંપની બોલાવાઈ છે અને રેપિડ એક્શન ફોર્સની એક કંપનીને બીડ જિલ્લામાં મોકલવામાં આવી છે. સાથે જ 7,000 હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.