મારૂતિ સુઝુકી લઈને આવ્યું CNG મિની ટ્રક

મારુતિ સુઝુકીએ લાઇટ કમર્શિયલ વ્હીકલ સુપર કૈરીનું BS6 મોડેલ લોન્ચ કરી દીધું છે. જે પેટ્રોલ અને CNGથી સજ્જ છે. તે શો રૂમ પ્રાઈસ 5.07 લાખ રૂપિયાથી શરૂ થાય છે. BS6માં અપગ્રેડ થનારું આ દેશનું પહેલું લાઇટ કમર્શિયલ વ્હીકલ અને મારુતિનું છ્ઠું BS6 કમ્પ્લાયન S-CNG વ્હીકલ છે. એન્જિન પાવર અને સેફ્ટી ફીચર્સ તેમાં 1.2 લિટરનું ફોર […]

Share:

મારુતિ સુઝુકીએ લાઇટ કમર્શિયલ વ્હીકલ સુપર કૈરીનું BS6 મોડેલ લોન્ચ કરી દીધું છે. જે પેટ્રોલ અને CNGથી સજ્જ છે. તે શો રૂમ પ્રાઈસ 5.07 લાખ રૂપિયાથી શરૂ થાય છે. BS6માં અપગ્રેડ થનારું આ દેશનું પહેલું લાઇટ કમર્શિયલ વ્હીકલ અને મારુતિનું છ્ઠું BS6 કમ્પ્લાયન S-CNG વ્હીકલ છે.

એન્જિન પાવર અને સેફ્ટી ફીચર્સ

તેમાં 1.2 લિટરનું ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. જે 6,000rpm પર 65PS અને 3,000rpm પર 85Nm ટોર્ક જનરેટ કરે છે. મારુતિ સુઝુકીએ નવું CNG કેબ ચેસીસ વેરિઅન્ટ પણ રજૂ કર્યું છે. CNG વેરિઅન્ટમાં 5-લિટરની ઇમરજન્સી પેટ્રોલ ટાંકી પણ છે, જે ગ્રાહકોને માનસિક શાંતિ પ્રદાન કરે છે. આ મિની ટ્રક CNG ડેક, ગેસોલિન ડેક અને ગેસોલિન કેબ ચેસીસ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.

CNG મોડમાં પાવર

CNG મોડમાં, પાવરટ્રેન 6,000rpm પર 71.6PS પાવર અને 2800rpm પર 95Nm ટોર્ક જનરેટ કરે છે. આ મિની ટ્રકના પેટ્રોલ વર્ઝનની મહત્તમ પેલોડ ક્ષમતા 740 kg છે જ્યારે CNG વર્ઝનની પેલોડ ક્ષમતા 625 kg છે.

વિશેષતા

સલામતી માટે LCVને ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને નવી એન્જિન ઇમોબિલાઇઝર સિસ્ટમ મળે છે. LCV ને એક મોટું સ્ટીયરીંગ વ્હીલ મળે છે, જે ટ્રકનું સરળ સ્ટીયરીંગ સક્ષમ કરે છે. મારુતિ સુઝુકી સુપર કેરી 270 થી વધુ શહેરોમાં ફેલાયેલ 370 થી વધુ મારુતિ સુઝુકી કોમર્શિયલ આઉટલેટ્સ દ્વારા વિશિષ્ટ રીતે વેચવામાં આવે છે.

લોન્ચિંગમાં વાત કરતા મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, 320+ મજબૂત મારુતિ સુઝુકી કમર્શિયલ ચેનલ નેટવર્ક માધ્યમથી 56,000થી વધુ યૂનિટ વેચાયાં છે. સુપર કૈરી સતત મિનિ ટ્રક સેગમેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને નાના કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં તે મોખરે છે. સુપર કૈરીએ વ્યવસાયોને તેમની નફાકારકતામાં વધારો કરવા મદદ કરી રહ્યું છે. આની સાબિતી એ છે કે મોડેલ લોન્ચ થયાના માત્ર બે વર્ષમાં બીજા ક્રમનું સૌથી વધુ વેચાણ કરતું મોડેલ બની ગયું છે. બાય-ફ્યુઅલ S-CNG વેરિઅન્ટ ખૂબ સારી રીતે સ્વીકારવામાં આવ્યું છે.

વર્ષ 2010માં CNG સ્પેસમાં ડેબ્યૂ કરતાં કંપનીએ એક મિલિયનથી વધારે ગ્રીમ વાહનોનું વેચાણ કર્યું છે, જેમાં CNG અને સ્માર્ટ હાઇબ્રિડ વાન સામેલ છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, તેની S-CNG વ્હીકલ રેન્જ ભારત સરકારની તેલની આયાત ઘટાડવા અને દેશની એનર્જી બાસ્કેટમાં કુદરતી ગેસનો હિસ્સો 30.2%થી વધારીને વર્ષ 2030 સુધીમાં 15% કરવાનો છે. કોવિડ-19 હોવા છતાં ગયા વર્ષે કુલ 477 સ્ટેશનો 5 વર્ષના સરેરાશ 156 સ્ટેશનોની સામે ઉમેરવામાં આવ્યા હતા.