વિદેશ મંત્રાલયની રડારમાં છે PUBG લવ ગર્લ સીમા હૈદર 

ગુરુવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે પાકિસ્તાની નાગરિક સીમા હૈદરના કેસથી વાકેફ છે જે તેના પાર્ટનર સાથે રહેવા માટે સરહદ ઓળંગીને ભારત આવી હતી જેને તે ગેમિંગ પ્લેટફોર્મ PUBG પર મળી હતી. MEAના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમે આ બાબતથી માહિતગાર છીએ. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને હવે તે જામીન […]

Share:

ગુરુવારે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે પાકિસ્તાની નાગરિક સીમા હૈદરના કેસથી વાકેફ છે જે તેના પાર્ટનર સાથે રહેવા માટે સરહદ ઓળંગીને ભારત આવી હતી જેને તે ગેમિંગ પ્લેટફોર્મ PUBG પર મળી હતી.

MEAના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમે આ બાબતથી માહિતગાર છીએ. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને હવે તે જામીન પર બહાર છે. આ મામલો તપાસ હેઠળ છે અને આ મામલામાં વધુ માહિતી મળશે તો તમને જણાવીશું. અત્યારે હું આટલું જ જણાવી શકું છું”.

4 જુલાઈના રોજ, ગૌતમબુદ્ધ નગર પોલીસે સીમા હૈદરની તેના ચાર બાળકો સાથે નેપાળ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી. વધુમાં, તેના પાર્ટનર સચિન મીણા અને તેના પિતાની ગેરકાયદેસર રીતે તેમને આશ્રય આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલાના ચાર દિવસ પછી, તેને અને તેના જીવનસાથીને ગૌતમબુદ્ધ નગર જિલ્લા અદાલતે જામીન આપ્યા હતા. હૈદર અને તેના ચાર બાળકો 13મે થી મીણા સાથે ગ્રેટર નોઈડાના રાબુપુરામાં તેના ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

સૂત્રો અનુસાર, સીમા હૈદર બીજી વખત 10 મેના રોજ 15 દિવસના ટૂરિસ્ટ વિઝા પર પાકિસ્તાનથી નીકળી હતી. યુપી પોલીસના જણાવ્યા અનુસાર, સીમા હૈદર 13 મેના રોજ કરાચીથી દુબઈ અને પછી કાઠમંડુ થઈને નેપાળ થઈને ભારતમાં ઘુસી ગઈ હતી . તે લખનઉ અને આગ્રા થઈને ગ્રેટર નોઈડા પહોંચી હતી જ્યાં સચિન મીણા તેની રાહ જોઈ રહ્યો હતો. યુપી પોલીસે જણાવ્યું કે, તે અને મીણા આ વર્ષે માર્ચમાં કાઠમંડુની એક હોટલમાં મળ્યા હતા. આ દંપતીએ ખોટા નામોથી હોટલમાં ચેક ઇન કર્યા બાદ હોટલના રૂમમાં સાત દિવસ વિતાવ્યા હતા .

સીમા હૈદર અને તેના પ્રેમીની યુપી એટીએસ દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં પૂછપરછ કરવામાં આવી હતી. પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસવા પાછળના તેના વાસ્તવિક હેતુઓ અને તેના ભાઈ અને કાકા પાકિસ્તાની સેનામાં સેવા આપતા હોવાના દાવા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. એક સમાચાર અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હૈદરને યુપી એટીએસ દ્વારા અંગ્રેજીમાં કેટલીક લાઈનો વાંચવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે તે ટેક્સ્ટ કોઈપણ ભૂલ વગર વાંચી હતી.

જ્યારે સીમા હૈદર પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હોવાની સંભાવના અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે યુપીના ડીજી પ્રશાંત કુમારે કહ્યું, તમામ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. આ મામલો બે દેશો સાથે જોડાયેલો છે, જ્યાં સુધી પૂરતા પુરાવા ન હોય ત્યાં સુધી કંઈપણ કહેવું યોગ્ય નથી. તે હાલમાં જામીન પર છે. આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”