મેટામાં 7 વર્ષ પછી નોકરી ગુમાવતી વખતે કર્મચારીએ ભાવવાહી પોસ્ટ શેર કરી

મેટામાં સાત વર્ષથી વધુ નોકરી કર્યા બાદ એક કર્મચારીએ તેની નોકરી ગુમાવી દીધી હતી અને તેણે તેની લિંક્ડિન પોસ્ટ પર જણાવ્યું છે કે, તે તેની સારી અને આનંદદાઈ યાદો સાથે આ નોકરી છોડી રહ્યો છે.  તેણે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, મુશ્કેલ સમયમાં ખરેખર બધા એકબીજાની પડખે રહ્યા હતા. તેનો અનુભવ યાદગાર રહ્યો હતો.  ફેસબુકની […]

Share:

મેટામાં સાત વર્ષથી વધુ નોકરી કર્યા બાદ એક કર્મચારીએ તેની નોકરી ગુમાવી દીધી હતી અને તેણે તેની લિંક્ડિન પોસ્ટ પર જણાવ્યું છે કે, તે તેની સારી અને આનંદદાઈ યાદો સાથે આ નોકરી છોડી રહ્યો છે. 

તેણે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, મુશ્કેલ સમયમાં ખરેખર બધા એકબીજાની પડખે રહ્યા હતા. તેનો અનુભવ યાદગાર રહ્યો હતો. 

ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ આ વર્ષે માર્ચ મહિનામાં તેના વધુ 10 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો અને તે અંગેની જાણ કરી હતી. જો કે કંપની તે સમયે માત્ર 4000 કામચારીઓની છટણી કરી શકી હતી. બાકીના 6000 હજારને તેમની નોકરીની સમાપ્તિ અંગે ગયા મહિને જ જાણ કરવામાં આવી હતી. 

આ અગાઉ પણ કંપની દ્વારા 11,000 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. મેટા દ્વારા તેના કર્મચારીઓને નોકરીમાંથી નીકાળવાની શરૂઆત થઈ ત્યારથી તેના કર્મચારીઓ સોશિયલ મીડિયા મારફતે તેમના અનુભવો રજૂ કરી રહ્યા છે. 

આ જ પ્રમાણે એક કર્મચારીએ જોબ સર્ચ પ્લેટફોર્મ – લિંક્ડિન પર તેની લાગણી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, તેના સાત વર્ષ કંપનીમાં અત્યંત સારા રહ્યા હતા. અને તે આનંદથી આ નોકરીમાંથી વિદાય લઈ રહ્યો છે. તે ઘણો આભારી છે.

સદસાત વર્ષ એ કંપનીને સમર્પિત કરવા માટે ઘણો લાંબો સમય છે અને તેને તેનું સર્વસ્વ આપ્યા પછી જ્યારે ગુલાબી પરચી આપવામાં આવે છે તે ખરેખર હ્રદય દુભાવે તેવી ઘટના છે. તમને સાત વર્ષનાં લાંબા ગાળા પછી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આટલા સમય પછી વિદાય નિરાશાજનક તો છે પણ કંપનીમાં તેના સારા સમય માટે તે આભારી છે અને સંકટના સમયે સાથ આપનારા સાથીઓ તેને પ્રેરણા આપે છે. 

તેણે પોસ્ટમાં લખ્યું છે કે, મારા ફેસબુક એટલે કે, મેટા યુગનો અંત આવ્યો કારણકે હું મેટા દ્વારા અપાઈ રહેલા લે ઓફનો ભોગ બન્યો છું. મને પાર્ટીઓ સૌથી પ્રિય હતી આ બધુ છોડીને હું જઈ રહ્યો છું. સાત વર્ષ એ ઘણો લાંબો સમય છે અને મને અહી ઘણું શીખવા મળ્યું અને એ દુનિયા કે જેણે મને મેનેજ કરતાં શીખવ્યું તેનો હું આભારી છું.