ગુજરાતમાં ઉભો થશે માઈક્રોનનો 2.75 અબજ ડોલરનો સેમીકન્ડક્ટર પ્લાન્ટ, 5000 લોકોને મળશે રોજગારી

ચિપનું ઉત્પાદન કરતી અમેરિકાની કંપની માઈક્રોન ટેક્નોલોજી (Micron Technology)એ ગુજરતામાં નવા સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. માઈક્રોન દ્વારા ગુજરાતમાં સેમીકન્ડક્ટરના પ્લાન્ટ સ્થાપવામાં આવશે તેના પાછળ કુલ 2.75 અબજ ડોલરનું રોકાણ થશે. માઈક્રોન કંપની ગુજરાતમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ દ્વારા ભારતમાં પ્રથમ વખત રોકાણ કરવા જઈ રહી છે.  માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે, બે તબક્કામાં […]

Share:

ચિપનું ઉત્પાદન કરતી અમેરિકાની કંપની માઈક્રોન ટેક્નોલોજી (Micron Technology)એ ગુજરતામાં નવા સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. માઈક્રોન દ્વારા ગુજરાતમાં સેમીકન્ડક્ટરના પ્લાન્ટ સ્થાપવામાં આવશે તેના પાછળ કુલ 2.75 અબજ ડોલરનું રોકાણ થશે. માઈક્રોન કંપની ગુજરાતમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ દ્વારા ભારતમાં પ્રથમ વખત રોકાણ કરવા જઈ રહી છે. 


માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે, બે તબક્કામાં વિકસિત થનારા આ સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે તે પોતાની તરફથી 82.5 કરોડ ડોલરનું રોકાણ કરશે. જ્યારે સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટેની બાકીની રકમનું રોકાણ કેન્દર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. 


અમેરિકાની કંપની માઈક્રોનના કહેવા પ્રમાણે સરકારની સંવર્ધિત અસેમ્બલી, પરીક્ષણ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) યોજના અતંર્ગત આ સેમીકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટેની આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પ્રોજેક્ટના કુલ ખર્ચ પૈકીના 50 ટકા હિસ્સાનું નાણાકીય સમર્થન આપશે જ્યારે 20 ટકા રકમ ગુજરાત સરકાર પૂરી પાડશે.

માઈક્રોન કંપનીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આ અસેમ્બલી એન્ડ પરીક્ષણ પ્લાન્ટનું તબક્કાવાર નિર્માણ 2023ના વર્ષમાં જ શરૂ કરી દેવામાં આવે તેવી આશા છે. પહેલા તબક્કામાં 5 લાખ વર્ગ ફૂટ ક્ષેત્ર વિકસિત કરવામાં આવશે અને 2024ના અંત સુધીમાં તેનું ઓપરેશન શરૂ થઈ જશે.”


સેમીકન્ડક્ટર ચિપ ઉત્પાદક માઈક્રોને જણાવ્યું હતું કે, આ પ્લાન્ટની સ્થાપનાથી આશરે 5,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે જ્યારે 15,000 લોકોને આગામી અનેક વર્ષો સુધી પરોક્ષ રીતે રોજગારી મળતી રહેશે. માઈક્રોનના કહેવા પ્રમાણે નવા પ્લાન્ટમાં DRAM અને NAND એમ બંને ઉત્પાદનોનું અસેમ્બલ અને પરીક્ષણ વિનિર્માણ થઈ શકશે અને સ્થાનિત તથા આંતરરાષ્ટ્રીય માર્કેટની ડીમાન્ડને પણ પૂરી કરી શકાશે. 


સેમીકન્ડક્ટર ચિપ્સ મોબાઈલ ફોન અને લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપરાંત વાહનો, મેડિકલ ડીવાઈસીસ, ઔદ્યોગિક ઉપકરણો સહિતના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું આવશ્યક ઘટક છે. હાલ ભારત પોતાની 24 બિલિયન ડોલરની સેમીકન્ડક્ટરની જરૂરિયાત સંપૂર્ણપણે આયાત દ્વારા પૂરી કરે છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે એકાદ મહિના પહેલા પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન માઈક્રોન સાથે કરાર કર્યો હતો ત્યારે શનિવારના રોજ સાણંદ ખાતે 93 એકર જમીનમાં ઉભા થનારા આ સેમીકન્ડક્ટર પ્લાન્ટનો ભૂમિપૂજન કાર્યક્રમ થયો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટનું નિર્માણ પૂર્ણ થવામાં માત્ર એક વર્ષથી થોડો વધારે સમય લાગશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ડિસેમ્બર 2024માં પ્રથમ ચિપનું ઉત્પાદન થશે તેમ પણ જણાવ્યું હતું. 


કેન્દ્રીય મંત્રીએ તેને ડબલ એન્જિન સરકારનું ઉદાહરણ ગણાવ્યું હતું. ભારતમાં હાલ 2 લાખ કરોડ ચિપ્સની ડીમાન્ડ છે અને આગામી વર્ષોમાં તે વધીને 5 લાખ કરોડ થઈ જશે. ત્યારે ભારત ટૂંક સમયમાં જ ડોમેસ્ટિક માગને પહોંચી વળવા સિવાય તેની નિકાસ કરવા માટે પણ સક્ષમ બની જશે.