રિવાબા જાડેજા જામનગરના મેયર અને સાંસદ પૂનમ માડમ પર ગુસ્સે થયા, કારણ જાણો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ધારાસભ્ય તરીકે વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ આજે રિવાબાના ગુસ્સાની ચર્ચાએ જોર પક્ડયું છે. મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રિવાબા જાડેજા ત્યાં હાજર મેયર બીનાબેન અને સાંસદ પૂનમ માડમ પર ગુસ્સે થયા. તેમનો ગુસ્સો એ હદે પાર ગયો કે હાલ સોશિયલ મીડિયા પર તેમનો […]

Share:

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ધારાસભ્ય તરીકે વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ આજે રિવાબાના ગુસ્સાની ચર્ચાએ જોર પક્ડયું છે. મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રિવાબા જાડેજા ત્યાં હાજર મેયર બીનાબેન અને સાંસદ પૂનમ માડમ પર ગુસ્સે થયા. તેમનો ગુસ્સો એ હદે પાર ગયો કે હાલ સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 

વાઈરલ થયેલા વીડિયો મુજબ, રિવાબા જાડેજા મેયરને કહી રહ્યા છે, ‘તમે તમારી ઓકાદમાં રહો’, ‘ઈલેક્શનમાં તમારૂ વડિલ પણુ બહું જોઈ લીધુ’, જેવા શબ્દો ઉચ્ચારતા રેવા જોવા મળી રહ્યા છે, સામે મેયર બોલતા દેખાય છે કે, ‘આંખો ના કાઢો, તમે મેયર સાથે વાત કરી રહ્યા છો’.

રિવાબા જાડેજા અને સાંસદ વચ્ચે રકઝક થઈ

આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, ‘સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો’. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યાં છે. 

રિવાબા શા માટે ગુસ્સે થયા?

રિવાબા સાથે સાંસદ અને મેયરની રકઝક ચાલુ કાર્યક્રમમાં થઈ હતી. આ તમામ ઘટના મીડિયા સમક્ષ થઈ હતી. રિવાબાએ મીડિયાને આ ઘટના અંગે ખુલાસો પણ કર્યો છે. તેમણે મીડિયાને કહ્યું કે, સાંસદ પૂનમ માડમે ચપ્પલ પહેરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને મેં ચપ્પલ વગર આપી હતી. ત્યારે તેઓ જોરથી બોલ્યા કે આવા કાર્યક્રમોમાં પીએમ અને રાષ્ટ્રપતિ પણ ચપ્પલ નથી ઉતારતા પણ અમુક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ થાય છે. તેમની આ ટીપ્પણી મને માફક નહોતી આવી એટલે મારે મારા આત્મ સન્માનના કારણે બોલવું પડ્યું. આ તો શહીદોને સન્માન આપવાની વાત છે. આમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? મેં ચપ્પલ કાઢી એ ભૂલ કરી હતી? 

રિવાએ કહ્યું કે, ‘મે નથી પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું, મે નથી તેમના વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું, માત્ર શહિદોને એકસ્ટ્રા સન્માન આપવા મે જેમ મંદિરમાં ભગવાના સન્માન માટે લોકો ચપ્પલ કાઢે છે, તેમ ચપ્પલ કાઢી આપણા રિયલ હીરો એવા શહીદોને એક્સ્ટ્રા સન્માન આપ્યું છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી માટી મારો દેશનો કાર્યક્રમ શહેરના લાખોટા તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ સમયે ભાજપમાં અંદરો અંદર જ્વાળામુખી સ્વરૂપે ચીંગારી જાગી હતી. જામનગરના સાંસદ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. જાહેર કાર્યક્રમમાં જ ધારાસભ્યએ મેયર અને સાંસદને ખખડાવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો.