નૂહમાં શોભાયાત્રાને કારણે મોબાઈલ ઈન્ટરનેટ, બલ્ક SMS સેવાઓ 28 ઓગસ્ટ સુધી સ્થગિત

હરિયાણાના નૂહમાં જમણેરી હિંદુત્વ સંગઠનોએ 28 ઓગસ્ટના રોજ તેઓની ધાર્મિક શોભાયાત્રા રદ નહીં કરવાની જાહેરાત કર્યા પછી કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓને કારણે મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ બે દિવસ માટે સ્થગિત રહેશે. જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષાની ચિંતાઓને કારણે તેમને 28 ઓગસ્ટના રોજ નૂહમાં બ્રિજ મંડળ જલ અભિષેક યાત્રા કાઢવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો. હરિયાણાના […]

Share:

હરિયાણાના નૂહમાં જમણેરી હિંદુત્વ સંગઠનોએ 28 ઓગસ્ટના રોજ તેઓની ધાર્મિક શોભાયાત્રા રદ નહીં કરવાની જાહેરાત કર્યા પછી કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓને કારણે મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ બે દિવસ માટે સ્થગિત રહેશે. જિલ્લા વહીવટીતંત્રે સુરક્ષાની ચિંતાઓને કારણે તેમને 28 ઓગસ્ટના રોજ નૂહમાં બ્રિજ મંડળ જલ અભિષેક યાત્રા કાઢવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો.

હરિયાણાના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ખોટી માહિતી અને અફવાઓને ફેલાતા અટકાવવા માટે નૂહ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ, બલ્ક એસએમએસ સેવાઓ (બેંકિંગ અને મોબાઈલ રિચાર્જ સિવાય) અને તમામ ડોંગલ સેવાઓ સ્થગિત કરવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્રને ભય છે કે મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓનો દુરુપયોગ ટોળાને એકત્ર કરવા માટે થઈ શકે છે જેઓ “આગ લગાડવામાં અથવા તોડફોડ અને અન્ય પ્રકારની હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ થઈને જીવનને ગંભીર નુકસાન અને જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડી શકે છે.”

નૂહમાં 28 ઓગસ્ટ સુધી કડક આદેશનું પાલન

આજે જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું હતું કે, “નૂહમાં વ્યક્તિગત એસએમએસ, મોબાઇલ રિચાર્જ, બેંકિંગ એસએમએસ, વોઈસ કોલ્સ, બ્રોડબેન્ડ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈન્ટરનેટ સેવાઓ અને કોર્પોરેટ અને ઘરોની લીઝ લાઈનને છુટ આપીને જાહેર સુવિધાની અત્યંત કાળજી લીધા પછી આ આદેશ જાહેર કરવામાં આવી રહ્યો છે, આમ રાજ્યના કોમર્શિયલ/નાણાકીય હિત અને સ્થાનિક લોકોની મૂળભૂત જરૂરિયાતોને અસર થશે નહીં.”

આ આદેશ નૂહમાં આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં મુકાશે અને 28 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.

વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળના સભ્યોએ બુધવારે જણાવ્યું હતું કે તેઓએ 31 જુલાઈના રોજ  નૂહમાં પથ્થરમારો અને ત્યારપછીની સાંપ્રદાયિક અથડામણો દ્વારા વિક્ષેપિત થયેલી શોભાયાત્રાને ફરીથી શરૂ કરવાની વિસ્તૃત યોજનાઓ બનાવી છે, જેમાં છ લોકોના મોત થયા હતા અને 88 ઘાયલ થયા હતા.

નૂહમાં શોભાયાત્રા તો નીકળશે જ- VHP સંયુક્ત મહાસચિવ

VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે, “ગમે તે થાય શોભાયાત્રા નીકળશે. અમે અમારા સમયપત્રક મુજબ શોભાયાત્રા કાઢીશું. તે અમારો અધિકાર છે અને અમે તે પ્રમાણે આયોજન કર્યું છે. અમારી સુરક્ષા અને સલામતીની જવાબદારી પ્રશાસન અને પોલીસની છે અને તેઓએ અમને તે પ્રદાન કરવી જ જોઈએ. જો જરૂરી હોય તો અમે નૂહમાં શ્રદ્ધાળુઓની સંખ્યાને નિયંત્રિત કરી શકીએ છીએ, પરંતુ અમે શોભાયાત્રા ફરી શરૂ કરીશું.”

31 જુલાઈના રોજ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ની ધાર્મિક શોભાયાત્રા પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે નૂહમાં ફાટી નીકળેલી કોમી અથડામણમાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત છ લોકોના મોત થયા હતા.15 ઓગસ્ટના રોજ પોલીસે બજરંગ દળના સભ્ય બિટ્ટુ બજરંગીની ફરીદાબાદના ઘરેથી ધરપકડ કરી હતી.