અમદાવાદમાં સ્પાના માલિક મોહસીને મહિલાને ઢોર માર માર્યો, ઘટનાનો વીડિયો વાયરલ

ગુજરાતના અમદાવાદમાં 25 સપ્ટેમ્બરના રોજ સિંધુ ભવન રોડ પર ગેલેક્સી સ્પાના મલિક મોહસીન દ્વારા તેની 24 વર્ષીય મહિલા બિઝનેસ પાર્ટનરને કથિત રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આરોપી મોહસીન અને પીડિતા સ્પામાં ભાગીદાર હતા.  અમદાવાદમાં મહિલાને માર માર્યોનો વીડિયા વાયરલ થયો સોશિયલ […]

Share:

ગુજરાતના અમદાવાદમાં 25 સપ્ટેમ્બરના રોજ સિંધુ ભવન રોડ પર ગેલેક્સી સ્પાના મલિક મોહસીન દ્વારા તેની 24 વર્ષીય મહિલા બિઝનેસ પાર્ટનરને કથિત રીતે ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આરોપી મોહસીન અને પીડિતા સ્પામાં ભાગીદાર હતા. 

અમદાવાદમાં મહિલાને માર માર્યોનો વીડિયા વાયરલ થયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ગેલેકસી સ્પાના માલિક મોહસીન તેના બિઝનેસ પાર્ટનર, ઉત્તર-પૂર્વની એક મહિલાને ઢોર માર મારતો અને તેના વાળ વડે સ્પાના પરિસરની અંદર ખેંચતો જોવા મળે છે. તે તેના કપડા ફાડતા પણ જોવા મળ્યો હતો.

સિંધુભવન રોડ પર ટાઈમ્સ સ્ક્વેરમાં ત્રીજા માળે આવેલા સ્પાના માલિક મોહસીનની ક્રૂરતાની ઘટના 25 સપ્ટેમ્બરે સવારે સવા ચાર વાગ્યે બની હતી. દરમિયાન મોહસીન યુવતીને લગભગ 15 મિનિટ સુધી ઢોર માર મારતો રહ્યો. આરોપી મોહસીન દાણાપીઠ વિસ્તારનો છે. 

પોલીસની પૂછપરછમાં, મહિલાએ ખુલાસો કર્યો કે તેનો આરોપી સાથે ઝઘડો થયો હતો, જેના પછી મોહસીને તેને ઢોર માર માર્યો હતો અને હુમલો કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે મોહસીન વિરુદ્ધ (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ) FIR દાખલ કરી હતી.

બિઝનેસમા નુકસાન બાબતે સ્પા સંચાલકે મહિલાને માર માર્યો

એક વીડિયો સ્ટેટમેન્ટમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે સ્પાના બિઝનેસમાં બંનેને લગભગ રૂ. 4000– 5000નું નુકસાન થયું છે. આના પર પીડિતાએ સ્ટાફ મેમ્બરને ઠપકો આપ્યો હતો. મોહસીન ગુસ્સે થઈ ગયો અને તેને પૂછ્યું કે તે છોકરીને શા માટે ઠપકો આપે છે. જ્યારે મહિલાએ મોહસીન પર યુવતી સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો તો તેણે તેને માર મારવાનું શરૂ કર્યું.

જોકે, પીડિતાએ ઘટનાના બે દિવસ સુધી મોહસીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન હતી. તેણે કહ્યું કે મોહસીને બાદમાં તેની માફી માંગી હતી, ત્યારબાદ તેણે મોહસીનને માફ કરી દીધો હતો.

ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ બોડકદેવ પોલીસ સામાજિક કાર્યકરના માધ્યમથી પીડિતા સુધી પહોંચી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું ત્યારબાદ તેણે મોહસીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે નિવેદન જાહેર કર્યું

દરમિયાન આ ઘટના મામલે અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પોલીસે જણાવ્યું કે, ફરિયાદી મહિલાએ મોહસીન રંગરેજ સાથે ભાગીદારીમાં સલૂન ચાલુ કર્યું હતું. સ્પામાં કામ કરતી અન્ય એક મહિલા સાથે ફરિયાદી મહિલાની બોલાચાલી થઈ હતી, જેથી મોહસીને ફરિયાદી મહિલા સાથે ઝઘડો કર્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે મોહસીન અને ફરિયાદી મહિલા વચ્ચેની બોલાચાલી મારામારીમાં પરિણમી હતી અને આરોપી મોહસીને ફરિયાદી મહિલાને માર મારી તેના કપડાં ફાડી નાખ્યા હતા. પોલીસે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો છે. આ ઘટના બની એ દિવસે આરોપીના લગ્નની ઉજવણી હતી, જેથી મોડે સુધી સ્પા ખુલ્લું હતું. કેટલાક કર્મચારીઓ જતા હતા રહ્યા બાદ મહિલા અને મોહસીન વચ્ચે ઝઘડો થયો હતો.