Money Laundering Case: જેટ એરવેઝ, નરેશ ગોયલની 538 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

Money Laundering Case: જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ સાથે સંકળાયેલા એક કથિત મની લોન્ડ્રિંગને લગતા કેસમાં ઈડીએ 500 કરોડથી પણ વધારે રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં લંડન, દુબઈ અને ભારતના વિવિધ રાજ્યોમાં આવેલી જેટ એરવેઝ (Jet Airways)ના સંસ્થાપક નરેશ ગોયલ, પત્ની અનીતા ગોયલ અને દીકરા નિવાન ગોયલ સહિત કંપનીઓ અને લોકોના નામ પર રજિસ્ટર્ડ […]

Share:

Money Laundering Case: જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ સાથે સંકળાયેલા એક કથિત મની લોન્ડ્રિંગને લગતા કેસમાં ઈડીએ 500 કરોડથી પણ વધારે રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિઓમાં લંડન, દુબઈ અને ભારતના વિવિધ રાજ્યોમાં આવેલી જેટ એરવેઝ (Jet Airways)ના સંસ્થાપક નરેશ ગોયલ, પત્ની અનીતા ગોયલ અને દીકરા નિવાન ગોયલ સહિત કંપનીઓ અને લોકોના નામ પર રજિસ્ટર્ડ 17 રહેણાંક ફ્લેટ, બંગલા અને કોમર્શિયલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. 

Money Laundering Caseમાં કાર્યવાહી

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ, 2022 અંતર્તગત ઓછામાં ઓછી 538 કરોડ રૂપિયાની સંપત્તિ જપત્ કરી છે. કેટલીક સંપત્તિઓ નરેશ ગોયલ સિવાય જેટએર પ્રાઈવેટ લિમિટેડ અને જેટ એન્ટરપ્રાઈઝીસ પ્રાઈવેટ લિમિટેડના નામે પણ રજિસ્ટર્ડ છે. 

ઈડીએ મંગળવારના રોજ કેનરા બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી કથિત છેતરપિંડીની ફરિયાદ મામલે નરેશ ગોયલ અને અન્ય 5 સામે આરોપ પત્ર દાખલ કર્યું હતું. બેંક દ્વારા એફઆઈઆરમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે જેટ એરવેઝ (Jet Airways)ને 848 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ અને લોન સેંક્શન આપ્યા હતા. તેમાંથી 538 કરોડ રૂપિયા બાકી છે. 

ઈડીએ ગત તા. 1 સપ્ટેમ્બરના રોજ નરેશ ગોયલની પીએમએલએ અંતર્ગત ધરપકડ કરી હતી અને તેમને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે. 

વધુ વાંચો: CM Arvind Kejriwalને EDએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સમન્સ પાઠવ્યા

અન્ય દેશોમાં ટ્રસ્ટ બનાવી હેરાફેરીનો આરોપ

ઈડી દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, જેટ એરવેઝના સંસ્થાપકે અન્ય દેશોમાં ટ્ર્સ્ટ બનાવીને પૈસાની હેરાફેરી કરી. નરેશ ગોયલે કથિત રીતે અચલ સંપત્તિઓ ખરીદવા માટે એ ટ્રસ્ટોનો ઉપયોગ કર્યો. ઈડીએ જણાવ્યું હતું કે, તે ટ્રસ્ટોના રૂપિયા ગુનાહીત કામોમાં થયેલી આવક સિવાય બીજું કશું નથી.

ઈડીએ એક ઓડિટ રિપોર્ટનો હવાલો આપીને જણાવ્યું હતું કે, જેટ એરવેઝ (Jet Airways) દ્વારા લેવામાં આવેલી લોનનો ઉપયોગ સંપત્તિઓ ઉપરાંત ફર્નીચર, કપડાં અને જ્વેલરી ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. જોકે 23 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી દરમિયાન નરેશ ગોયલે કહ્યું હતું કે, એવિએશન સેક્ટર બેંક લોન પર ચાલે છે અને તમામ ફંડોને મની લોન્ડ્રિંગ ન કહી શકાય. 

વધુ વાંચો: iPhone Hacking મામલે એકસૂર થયા વિપક્ષી નેતાઓ

કોર્ટમાં નિવેદન

મની લોન્ડ્રિંગ કેસ (Money Laundering Case) મામલે સુનાવણી દરમિયાન નરેશ ગોયલના વકીલ અબ્બાદ પોંડા, અમિત દેસાઈ અને અમિત નાઈકે કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે પોતાના કે પોતાના પરિવારના નામ પર કોઈ લોન નથી લીધી અને તેના માટે ગેરન્ટર તરીકે પણ નથી ઉભા રહ્યા. 2011 પહેલા જેટ એરવેઝ દ્વારા લેવામાં આવેલી બેંક લોનની એક મોટી રકમનો ઉપયોગ સહારા એરલાઈન્સને ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.