અનેક રાજ્યોમાં રેડ અને યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું  

લગભગ દરેક રાજ્યમાં વરસાદે દસ્તક આપી છે અને હવામાન વિભાગે લગભગ તમામ રાજ્યોમાં રેડ અને યલો એલર્ટની જાહેરાત કરી છે.  દરેક રાજ્યમાં ચોમાસું આવી ગયું છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આશંકા થઈ રહી છે જેના કારણે ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ચોમાસાના આગમન સાથે સતત […]

Share:

લગભગ દરેક રાજ્યમાં વરસાદે દસ્તક આપી છે અને હવામાન વિભાગે લગભગ તમામ રાજ્યોમાં રેડ અને યલો એલર્ટની જાહેરાત કરી છે. 

દરેક રાજ્યમાં ચોમાસું આવી ગયું છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આશંકા થઈ રહી છે જેના કારણે ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ ભાગો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ચોમાસાના આગમન સાથે સતત વરસાદને કારણે હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુરુગ્રામ, કોચી અને અન્ય ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વધારે વરસાદને કારણે ટામેટાં મોંઘા થયા છે. દેશભરના બજારોમાં ટામેટાનાં ભાવ જે રૂ. 10 થી 20 પ્રતિ કિલો ચાલી રહ્યા હતા તે વધીનેરૂ. 80 થી 90 પ્રતિ કિલો થઈ ગયા છે.

કેદારનાથ યાત્રા પૂર્વવત : ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

કેદારનાથ ખીણમાં હવામાન સાફ થઈ ગયું છે, અને શ્રદ્ધાળુઓને સોનપ્રયાગમાં રોકીને કેદારનાથ મોકલવામાં આવ્યા હોવાનું રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું છે. ઉત્તરાખંડ હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં છના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં છ લોકોના મોત થયા છે, મંગળવારે સાંજે રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આ આંકડા આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 27 લોકો ઘાયલ થયા છે જ્યારે ત્રણ હજુ પણ લાપતા છે.

ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું 

ભારતીય હવામાન વિભાગે મંગળવારે થાણે, રાયગઢ, રત્નાગીરી, નાસિક, પુણે, પાલઘર, મુંબઈઅને સિંધુદુર્ગ સાતારામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ ચોમાસું છેલ્લા બે દિવસથી ગુજરાતને પણ ઘમરોલી રહ્યું છે અને આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી ત્રણ દિવસમાં આ જીલ્લાઓમા ભારે વરસાદ થવાની શક્યતા છે. “દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધ્યું છે, અને આજે 27 જૂને સમગ્ર ગુજરાત રાજ્યને આવરી લીધું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 

આ સિઝનમાં કેરળમાં ચોમાસું એક સપ્તાહ મોડું બેઠું  છે અને ત્યાં હજુ આંકડા પ્રમાણે 65 ટકા વરસાદની ઘટ છે.