આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું, ડેટા પ્રોટેક્શન સહિતના બિલો પર ચર્ચા થશે

દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર નવનીર્મિત સંસદમાં બેસશે. નવી સંસદના ઉદ્ઘાટન થયા પછી આ પહેલું સત્ર હશે. સંસદ સત્ર પહેલા તેમની ચિંતાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બુધવારે સર્વપક્ષીય બેઠકમાં, વિપક્ષે મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી હતી. સર્વપક્ષીય બેઠક બાદ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે “સરકાર ચોમાસાં […]

Share:

દિલ્હીમાં સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર નવનીર્મિત સંસદમાં બેસશે. નવી સંસદના ઉદ્ઘાટન થયા પછી આ પહેલું સત્ર હશે. સંસદ સત્ર પહેલા તેમની ચિંતાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બુધવારે સર્વપક્ષીય બેઠકમાં, વિપક્ષે મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી હતી. સર્વપક્ષીય બેઠક બાદ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે “સરકાર ચોમાસાં સત્રમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે વિરોધ પક્ષોને સંસદમાં થતી કામગીરીને સમર્થન આપવા અપીલ કરી છે.” સર્વપક્ષીય બેઠકમાં 34 પક્ષો અને 44 નેતાઓએ હાજરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય 17 બેઠકો સાથે 11 ઓગસ્ટ સુધી સત્ર ચાલુ રાખવાનો હતો. 

સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષી પક્ષો મણિપુર હિંસા, રેલવે સુરક્ષા, બેરોજગારી, મોંઘવારી, ભારત-ચીન સરહદની સ્થિતિ અને વેપાર સંતુલન જેવા મુદ્દાઓને સંસદમાં રજૂ કરશે. તેમજ કેટલાક પક્ષો મણિપુર હિંસા અને અન્ય મુદ્દાઓ પર સ્થગિત પ્રસ્તાવ લાવવાની યોજના ધરાવે છે. વિપક્ષે ચર્ચા દરમિયાન વડાપ્રધાન પીએમ મોદીની હાજરીની માંગ કરી છે.

વિપક્ષ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી વટહુકમ અને કુસ્તીબાજો વિરુદ્ધ બીજેપીના બ્રિજભૂષણ શરણ સિંહના મુદ્દા પર પણ સરકાર પર નિશાન સાધવાની યોજના ધરાવે છે. જેમાં દિલ્હી સરકારની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (સુધારા) બિલ અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલનો સમાવેશ થાય છે. આ વટહુકમની આમ આદમી પાર્ટી (AAP) સતત ટીકા કરી રહી છે અને તેમાં મોટા ભાગના વિપક્ષી પક્ષોનું સમર્થન મેળવી રહી છે. કેન્દ્રને આ વટહુકમ પસાર કરવા માટે બિન-NDA પક્ષોના સમર્થનની જરૂર પડશે. 

કેન્દ્ર આ દરમિયાન, પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીઓ દરમિયાન તાજેતરની હિંસા અને તેના પર વિપક્ષના ‘મૌન’ને નિશાન બનાવવાની યોજના ધરાવે છે. ઉત્તર ભારતમાં પૂર, ઓડિશામાં ટ્રિપલ ટ્રેનની ટક્કર બાદ રેલ સુરક્ષા, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પણ વિપક્ષના એજન્ડામાં હોવાના અહેવાલ છે.

સંસદના આ સત્રમાં કેન્દ્ર સરકાર કુલ 31 બિલો પર ચર્ચા કરે તેવી શક્યતા છે, જેમાં તે પહેલાથી જ નીચલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડેટા પ્રોટેક્શન બિલ એ ચર્ચા માટેનું બીજું અપેક્ષિત બિલ છે. 

મણિપુરની ઘટનાને પીએમ મોદીએ વખોડી

સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં મહિલાઓને નગ્ન પરેડ કરવાની ઘટના “કોઈપણ  સમાજ માટે શરમજનક છે.” પીએમ મોદીએ વધુમાં જણવ્યું કે “મારું હૃદય પીડા અને ગુસ્સાની લાગણીથી ભરેલું છે હું દેશને ખાતરી આપું છું કે કોઈ પણ દોષિતને છોડવામાં આવશે નહીં. કાયદા દ્વારા તેમને સજા આપવામાં આવશે. મણિપુરની પુત્રીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.”

આ વર્ષે, પાછલા સત્રોમાં થયેલા વિક્ષેપ અને સૂત્રોચ્ચાર બાદ સરકારે બુધવારે પણ ગૃહની અસરકારક અને સરળ કામગીરી માટે દબાણ કર્યું હતું. જૂનમાં અવસાન પામેલા સાંસદ હરદ્વાર દુબેના સન્માનમાં રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. અધ્યક્ષ અને વીપી જગદીપ ધનકરે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું.