Morbi bridge collapse case: એક વર્ષ બાદ ઓરેવા કંપનીના મેનેજરને મળ્યા શરતી જામીન

Morbi bridge collapse case: મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં આરોપી અને ઓરેવા કંપની (Oreva Company)ના મેનેજર દિનેશ દવેને હાઈકોર્ટ દ્વારા દુર્ઘટનાના એક વર્ષ બાદ જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે ઓરેવા કંપનીના મેનેજરને રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે. મોરબીનો પુલ ધરાશાયી થવાના કેસ (Morbi bridge collapse case)માં કુલ 6 આરોપીને જામીન […]

Share:

Morbi bridge collapse case: મોરબીનો ઝૂલતો પુલ તૂટવાના કેસમાં આરોપી અને ઓરેવા કંપની (Oreva Company)ના મેનેજર દિનેશ દવેને હાઈકોર્ટ દ્વારા દુર્ઘટનાના એક વર્ષ બાદ જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે ઓરેવા કંપનીના મેનેજરને રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે. મોરબીનો પુલ ધરાશાયી થવાના કેસ (Morbi bridge collapse case)માં કુલ 6 આરોપીને જામીન મળી ચુક્યા છે.

Morbi bridge collapse case વિશે જાણો

ગત વર્ષે તા. 30 ઓક્ટોબર, 2022ના રોજ મોરબીની મચ્છુ નદી પર આવેલો ખૂબ જ પ્રખ્યાત એવો ઐતિહાસિક ઝૂલતો પુલ પાણીમાં તૂટી પડ્યો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી 2 ભાગ થઈ ગયા હતા અને સમી સાંજે અચાનક જ પુલ પાણીમાં તૂટી પડતાં હાહાકાર મચી ગયો હતો. રવિવાર હોવાના કારણે અનેક લોકો તે સ્થળે ફરવા આવ્યા હતા અને પુલ પર ખૂબ મોટી માત્રામાં પ્રવાસીઓ હતા. 

આ ભયંકર દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર દુર્ઘટના માટે ઓરેવા કંપનીને જવાબદાર ગણાવવામાં આવી હતી. સત્તાવાર રીતે આ દુર્ઘટનામાં 135 લોકોનો મૃતકઆંક બહાર પાડવામાં આવ્યો હતો જે પૈકીના 47 તો માત્ર બાળકો જ હતા. 

વધુ વાંચો: Palanpur Bridge Collapse: 2ના મોત, GPC ઈન્ફ્રાના 7 ડિરેક્ટર્સ, એન્જિનિયર્સ સહિત 11 સામે ગુનો દાખલ

ઓરેવા કંપનીને જવાબદાર ગણાવાઈ

જે કંપનીને ઝૂલતા પુલના સમારકામ માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તે ઓરેવા કંપની (Oreva Company)ના માલિક જયસુખ પટેલ હાલ જેલમાં છે. થોડા દિવસો પહેલા જ સરકારે આ કેસ મામલે હાઈકોર્ટમાં SITનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં દુર્ઘટના માટે ઓરેવા કંપનીને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી હતી.

અત્યાર સુધીમાં કુલ 6 આરોપીને જામીન

મોરબીનો પુલ ધરાશાયી થવાના કેસ (Morbi bridge collapse case)માં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે જેમાં 3 સુરક્ષા કર્મી, 2 ક્લાર્ક અને 1 મેનેજરનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટે બે ક્લાર્કને જામીન આપ્યા હતા. જોકે ક્લાર્કને જામીન આપવાના નિર્ણય વિરૂદ્ધ પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

આ કેસના આરોપી અને ઓરેવા કંપની (Oreva Company)ના  સંચાલક જયસુખ ભલોડિયાએ પણ જામીન અરજી કરી છે. નિયમિત જામીન અરજી સાથે હંગામી જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. બીજી તરફ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોએ આરોપીઓને જામીન ન આપવા માટે કોર્ટમાં રજૂઆત કરી છે. પીડિતોએ માત્ર નાણાકીય સહાય નહીં પરંતુ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરી છે.