ISRO પર રોજ 100 થી વધારે સાઈબર એટેક થાય છેઃ સંસ્થાના પ્રમુખ એસ. સોમનાથને કર્યો ખુલાસો!

કેરળના કોચી ખાતે આયોજિત બે દિવસીય ઈન્ટરનેશનલ સાઈબર કોન્ફરન્સ દરમિયાન ઈસરોના પ્રમુખ એસ સોમનાથે એક ખૂબ જ ચોંકાવનારી વિગત જાહેર કરી હતી. એસ સોમનાથના કહેવા પ્રમાણે ઈસરોના સોફ્ટવેર પર દરરોજ 100થી પણ વધારે સાઈબર અટેક થાય છે.  એસ સોમનાથે જણાવ્યું હતું કે, રોકેટ ટેક્નોલોજીમાં એડવાન્સ સોફ્ટવેર અને ચિપનો ઉપયોગ કરવામાં આવે છે માટે તેમાં સાઈબર […]

Share:

કેરળના કોચી ખાતે આયોજિત બે દિવસીય ઈન્ટરનેશનલ સાઈબર કોન્ફરન્સ દરમિયાન ઈસરોના પ્રમુખ એસ સોમનાથે એક ખૂબ જ ચોંકાવનારી વિગત જાહેર કરી હતી. એસ સોમનાથના કહેવા પ્રમાણે ઈસરોના સોફ્ટવેર પર દરરોજ 100થી પણ વધારે સાઈબર અટેક થાય છે. 

એસ સોમનાથે જણાવ્યું હતું કે, રોકેટ ટેક્નોલોજીમાં એડવાન્સ સોફ્ટવેર અને ચિપનો ઉપયોગ કરવામાં આવે છે માટે તેમાં સાઈબર અટેકની શક્યતા સૌથી વધારે રહે છે. જોકે આ જોખમ ભલે ગમે તેટલું મોટું હોય, ઈસરો આવા હુમલાઓનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઈસ સોમનાથે ઈસરોની સિસ્ટમ સાઈબર સુરક્ષા નેટવર્કથી સજ્જ હોવાનું જણાવ્યું હતું જેમાં કોઈ પણ પ્રકારે છીંડુ નથી પાડી શકાતું.  

કોચી ખાતે ઈન્ટરનેશનલ સાઈબર કોન્ફરન્સના 16મા સંસ્કરણના સમાપન સત્ર દરમિયાન એસ સોમનાથે ઈસરો સોફ્ટવેર ઉપરાંત રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પરીક્ષણો પર આગળ વધી રહ્યું હોવાની માહિતી આપી હતી. એસ સોમનાથે જણાવ્યું હતું કે, પહેલા એક સમય પર એક જ ઉપગ્રહનું મોનિટરિંગ કરી શકાતું હતું પરંતુ હવે એક સાથે અનેક ઉપગ્રહોનું મોનિટરિંગ થઈ શકે છે તે આ ક્ષેત્રની વૃદ્ધિ દર્શાવે છે. 

એસ સોમનાથે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, સામાન્ય લોકોને દૈનિક જીવનમાં ઉપયોગી થનારા ઉપગ્રહો પણ છે જેના પર સાઈબર અટેક થાય છે. આ તમામ ઉપગ્રહોને વિવિધ પ્રકારના સોફ્ટવેર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ તમામ ઉપગ્રહોની સુરક્ષા માટે સાઈબર સિક્યોરિટી ખૂબ મહત્વની છે. ઈસરોના પ્રમુખે એડવાન્સ ટેક્નોલોજી વરદાનની સાથે જ જોખમી પણ હોવા તરફ ધ્યાન દોર્યું હતું. 

એસ સોમનાથે સાઈબર અટેક અંગે વાત કરતી વખતે વધુમાં કહ્યું હતું કે, આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતની ટેક્નોલોજીની મદદથી સાઈબર ક્રાઈમના પડકારોનો સામનો કરી શકીએ છીએ જેના માટે વધુ સારા સંશોધનો અને આકરી મહેનત કરવી પડશે. 

અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના કરશે ઈસરો

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ દ્વારા કરવામાં આવેલા ખુલાસા પ્રમાણે ભારત આગામી 20-25 વર્ષોમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરે તેવી શક્યતા છે. આ સાથે જ એસ સોમનાથે ઈન્ટરવ્યુ દરમિયાન ગગનયાન મિશનથી ભારત દેશને અંતરિક્ષમાં માનવી મોકલવાની ક્ષમતા પ્રાપ્ત થશે તેમ પણ જણાવ્યું હતું. એસ સોમનાથના કહેવા પ્રમાણે ગગનયાન મિશનની સફળતા બાદ ઈસરો અંતરિક્ષ સ્ટેશન બનાવવા માટે કેન્દ્રિત થઈને કામ કરશે. 

ઈસરોની એવી યોજના છે કે, ભારત પાસે પોતાનું અંતરિક્ષ સ્ટેશન હોય. એસ સોમનાથના કહેવા પ્રમાણે અંતરિક્ષ સ્ટેશનના નિર્માણ કાર્યને આગામી 20-25 વર્ષોમાં વિવિધ તબક્કામાં પાર પાડવામાં આવશે. શરૂમાં તે રોબોટ વડે સંચાલિત થશે. ત્યાર બાદ અંતરિક્ષમાં માનવીને મોકલવા માટેની વધુ સારી ક્ષમતા પ્રાપ્ત થાય એટલે માનવ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે અને ત્યાં અંતરિક્ષ યાત્રીઓને પણ રાખવામાં આવશે.