મોરક્કોના ઐતિહાસિક ભૂકંપમાં 2900થી વધુ લોકોના મોતની સાથે સાંસ્કૃતિક વારસાને પણ નુકસાન

શુક્રવારના રોજ આફ્રિકી દેશ મોરક્કોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2,900થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. એટલાસ પર્વત મોરક્કોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે અને ભૂકંપ પ્રાકૃતિક રીતે આવેલો કે કૃત્રિમ રીતે તેને લઈ વિવાદ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે મોરક્કોના શક્તિશાળી ભૂકંપમાં ભારે […]

Share:

શુક્રવારના રોજ આફ્રિકી દેશ મોરક્કોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 2,900થી પણ વધારે લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. એટલાસ પર્વત મોરક્કોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે અને ભૂકંપ પ્રાકૃતિક રીતે આવેલો કે કૃત્રિમ રીતે તેને લઈ વિવાદ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે મોરક્કોના શક્તિશાળી ભૂકંપમાં ભારે મોટા સાંસ્કૃતિક વારસાનું પણ ધોવાણ થયું છે તેને અવગણી ન શકાય. 

ભૂકંપે વૈશ્વિક ધરોહરને પણ નુક્સાન પહોંચાડ્યું

યુનાઈટેડ નેશન્સનું સાંસ્કૃતિક સંગઠન વૈશ્વિક ધરોહરને થયેલા નુકસાનની આકરણી કરી રહ્યું છે પરંતુ હજુ સંપૂર્ણ વિગતો સામે નથી આવી. નોંધનીય છે કે, મોરક્કોમાં 9 યુનેસ્કો વૈશ્વિક ધરોહર આવેલી છે. યુનેસ્કોના અહેવાલ પ્રમાણે ભૂકંપના લીધે દેશની અનેક વૈશ્વિક ધરોહર સાઈટ્સને ભારે નુકસાન થયું છે. 

મારાકેચ, જે મરાકેશ તરીકે પણ ઓળખાય છે તે મધ્ય મોરક્કોમાં આવેલું મુખ્ય શહેર છે. શહેરનો પ્રાચીન હિસ્સો મદીના તરીકે ઓળખાય છે અને યુનેસ્કોએ તેને 1985માં વૈશ્વિક ધરોહરની યાદીમાં સ્થાન આપ્યું હતું. શહેરની ખૂબ મહત્વપૂર્ણ ગણાતી કુતુબિયા મસ્જિદ જેનું નિર્માણ 12મી સદીમાં થયેલું તેને પણ ભારે નુકસાન થયું છે.

મારાકેચના જેમા અલ-ફના સ્ક્વેર ખાતે આવેલી ખારબોચ મસ્જિદનો મિનાર તૂટી ગયો છે. મારાકેચનો મેલ્લાહ જે યહૂદી ક્વાર્ટર હતા તે પણ ખંડેર બની ગયા છે. શહેરની પ્રખ્યાત ઐતિહાસિક લાલ સેન્ડસ્ટોન દીવાલમાં પણ અસંખ્ય તિરાડો પડી ગઈ છે અને તેનો કેટલોક હિસ્સો તૂટી ગયો છે.

આ પ્રકારની કુદરતી હોનારતો કે યુદ્ધોના કારણે લોકો માત્ર એક મહત્વપૂર્ણ વિસ્તાર જ નહીં પરંતુ તેમની સાંસ્કૃતિક સ્મૃતિનો એક મહત્વનો અવશેષ પણ ગુમાવે છે. આવી સાઈટ્સ નાશ પામવાની સાથે જ લોકો તેમની સાંસ્કૃતિક ઓળખનો એક હિસ્સો પણ ગુમાવે છે. 

આ ભૂકંપ મોરક્કો માટે વિનાશકારી સાબિત થયો

આફ્રિકી દેશ મોરક્કોમાં ભૂકંપ આવતા રહેતા હોય છે પરંતુ અનેક દશકાઓથી આવી તબાહી નહોતી જોવા મળી. મોરક્કોના શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર એટલાસ પર્વતની નીચે હતું પરંતુ ભૂકંપ પહેલા આકાશમાં ખૂબ જ તેજ અને વિચિત્ર પ્રકારની રોશની જોવા મળી હતી. 

સોશિયલ મીડિયામાં અનેક લોકોએ મોરક્કોના ભૂકંપ દરમિયાન આકાશમાં જોવા મળેલી રોશનીનો વીડિયો પણ શેર કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટમાં ભૌતિક વિજ્ઞાની ફ્રીડેમૈનના કહેવા પ્રમાણે મોરક્કોમાં ભૂકંપ પહેલા જે રોશનીની વાત કરવામાં આવે છે તે ધરતીની ટેક્ટોનિક પ્લેટમાં હલચલથી પેદા થાય છે. વિજ્ઞાનની ભાષામાં તેને અર્થક્વેક લાઈટ કહેવામાં આવે છે. 

જોકે મોરક્કોનો ભૂકંપ પ્રાકૃતિક કારણથી ન આવ્યો હોવાની શંકા છે. એવી આશંકા છે કે, કોઈ હાઈટેક લેબમાં કરવામાં આવેલા પ્રયોગની અસર મોરક્કોમાં જોવા મળી છે. કેટલાક નિષ્ણાતો આ ઘટના માટે અમેરિકાના સૈન્ય કાર્યક્રમ હાર્પને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે.