Mukesh Ambani: 24 કલાકમાં બીજો ધમકીભર્યો ઈમેઈલ, 200 કરોડ નહીં આપો તો જાનથી મારી નાખીશું

Mukesh Ambani: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ને ફરી એક વખત ધમકીભર્યો ઈમેઈલ (Threatening email) મળ્યો છે. ધમકીભર્યા ઈમેઈલ મોકલનારે આ વખતે 200 કરોડ રૂપિયાની માગણી કરી છે. તેણે પહેલા ઈમેઈલમાં 20 કરોડ રૂપિયાની માગણી કરી હતી ત્યારે ફરી એ જ ઈમેઈલ એકાઉન્ટ દ્વારા વધુ એક મેઈલ કરવામાં આવ્યો છે.  વધુ વાંચો… Kerala: ટ્રેન […]

Share:

Mukesh Ambani: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ને ફરી એક વખત ધમકીભર્યો ઈમેઈલ (Threatening email) મળ્યો છે. ધમકીભર્યા ઈમેઈલ મોકલનારે આ વખતે 200 કરોડ રૂપિયાની માગણી કરી છે. તેણે પહેલા ઈમેઈલમાં 20 કરોડ રૂપિયાની માગણી કરી હતી ત્યારે ફરી એ જ ઈમેઈલ એકાઉન્ટ દ્વારા વધુ એક મેઈલ કરવામાં આવ્યો છે. 

વધુ વાંચો… Kerala: ટ્રેન 13 કલાક મોડી પડતા મુસાફરને અસુવિધા, 60 હજારનું વળતર આપવા આદેશ

Mukesh Ambaniને બીજી વખત મળી ધમકી

ધમકી આપનારા વ્યક્તિએ ઈમેઈલમાં લખ્યું છે કે, હજુ સુધી અમારા ઈમેઈલનો જવાબ નથી આપ્યો માટે હવે 200 કરોડ રૂપિયા આપવા પડશે નહીં તો ડેથ વોરન્ટ પર સિગ્નેચર થઈ ગઈ જ છે. અગાઉ 27મી ઓક્ટોબરના રોજ મુકેશ અંબાણીની કંપનીના ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેઈલ (Threatening email)માં લખ્યું તું કે, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું. અમારી પાસે ભારતના બેસ્ટ શૂટર્સ છે. 

ગામદેવી પોલીસે નોંધી ફરિયાદ

ધમકીભર્યો ઈમેઈલ મળ્યો એટલે મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદના આધારે ગામદેવી પોલીસે અજ્ઞાત શખ્સ વિરૂદ્ધ આઈપીસીની કલમ 387 અને 506 (2) અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ પોલીસે તરત જ એન્ટીલિયાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કરી દીધી હતી.

વધુ વાંચો… Shashi Tharoorને આગામી પેલેસ્ટાઈન સમર્થિત કાર્યક્રમના ગેસ્ટ લિસ્ટમાંથી હટાવાયા

ખાસ દિવસે જ ધમકીભર્યો ઈમેઈલ

ખાસ ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે, મુકેશ અંબાણીને આ પ્રકારે ધમકીભર્યો ઈમેઈલ (Threatening email) જે દિવસે મળ્યો એ જ દિવસે તેમના ત્રણેય સંતાનોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરવા મામલે શેર હોલ્ડર્સની મહોર વાગી હતી. તે જ દિવસે કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બરના પરિણામો જાહેર કર્યા હતા જેમાં મુકેશ અંબાણીની કંપનીને 19,878 કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 

નોંધનીય છે કે, ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ દક્ષિણ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક વ્યક્તિએ કોલ કર્યો હતો. તેણે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તે સમયે કોલ કરનારે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીનું નામ લઈને તેમનો જીવ લેવાની પણ ધમકી આપી હતી. સાથે જ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર એન્ટીલિયાને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. 

થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહારથી વિસ્ફોટકો ભરેલી એક ગાડી મળી આવી હતી તે સમાચાર પણ ખૂબ જ ચર્ચિત બન્યા હતા.