Mumbai Accident: બાંદ્રા-વરલી સી લિંક પર બેકાબૂ એસયુવીએ 6 વાહનોને મારી ટક્કર, 3ના મોત

Mumbai Accident: મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક રોડ પર ગુરૂવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મોત થયા છે અને 12 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર રાત્રે 10.00 વાગ્યે સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા અકસ્માતની આ ઘટના બની હતી.  Mumbai Accidentમાં 3ના મોત પોલીસે […]

Share:

Mumbai Accident: મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક રોડ પર ગુરૂવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મોત થયા છે અને 12 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર રાત્રે 10.00 વાગ્યે સી લિંક પર ટોલ પ્લાઝાથી માત્ર 100 મીટર પહેલા અકસ્માતની આ ઘટના બની હતી. 

Mumbai Accidentમાં 3ના મોત

પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે બાંદ્રા તરફ જઈ રહેલી એક હાઈસ્પીડ ઈનોવા કાર સૌથી પહેલા મર્સિડીઝ કાર સાથે અથડાઈ હતી. આ પછી તે બે-ત્રણ અન્ય વાહનો સાથે પણ અથડાઈ હતી. અકસ્માતમાં મર્સિડીઝ અને ઈનોવા સહિત 6 કારને ભારે નુકસાન થયું હતું.

બેકાબૂ બનેલી ઓવરસ્પીડિંગ કારે ટોલ પ્લાઝા પાસે પાર્ક કરાયેલા વાહનોને હડફેટમાં લીધા હતા અને આ અકસ્માતમાં કુલ 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સિવાય 12 અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

વધુ વાંચો: Jammu Kashmirના શોપિયાંમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ, TRFનો આતંકવાદી ઠાર

ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મુંબઈ અકસ્માત (Mumbai Accident)ની ઘટના બાદ ટ્રાફિક પોલીસ સી લિંક પરના વાહનોને હટાવી રહી છે. આ મામલામાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. સાથે જ ઘાયલોને સારી સારવાર મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો: 3 વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહેલા દેશમાં પૂરનો પ્રકોપ, 30ના મોત

મુંબઈ પોલીસનું નિવેદન

મુંબઈ પોલીસના ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે એક કાર વરલીથી બાંદ્રા જઈ રહી હતી. આ કાર ખૂબ જ સ્પીડમાં હતી. આ સમય દરમિયાન, સી લિંક પર ટોલ પ્લાઝાથી 100 મીટર દૂર, ઝડપી કાર એક વાહન સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે તે નિયંત્રણ બહાર જતી રહી હતી. આ પછી તે વધુ બે-ત્રણ વાહનો સાથે અથડાઈ હતી.”

ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, “ઝડપભેર આવતી કારે 9 વાહનો અને એક ડઝન લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયાં છે, જેમની સારવાર ચાલી રહી છે. તબીબોનું કહેવું છે કે, 2 ઘાયલોની હાલત અત્યંત નાજુક છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.”

મૃતકોમાં 2 મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. સાથે જ ઈનોવા કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. આરોપી ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે અને ઈનોવા કાર પણ જપ્ત કરવામાં આવી છે. 5.6 કિલોમીટર લાંબો 8 લેનવાળો બાંદ્રા-વરલી સી લિન્ક પશ્ચિમ મુંબઈના બાંદ્રાને દક્ષિણ મુંબઈના વરલી સાથે જોડે છે. તાજેતરમાં જ આ બ્રિજ પર કેટલાક કાર અકસ્માતો થયા હતા.