Mumbai Air Pollution: 5 નરીમન પોઈન્ટ જેટલા વિસ્તારમાં બાંધકામ ચાલુ હોવાથી પ્રદૂષણમાં વધારો

Mumbai Air Pollution: માયાનગરી મુંબઈ એક વિશાળ ગૂંગળાવી દેનારી કનસ્ટ્રક્શન સાઈટ (Construction Site) સમાન બની ગઈ છે. હાલમાં મુંબઈના 3.24 કરોડ સ્ક્વેર ફૂટ વિસ્તાર પર બાંધકામ ચાલુ છે જે મુંબઈના સૌથી મોંઘા અને પોશ ગણાતા નરીમન પોઈન્ટ વિસ્તારના બાંધકામ ધરાવતા ક્ષેત્ર (70-80 લાખ સ્ક્વેર ફૂટ)થી 5 ગણો વિસ્તાર કહી શકાય. રિસર્ચ ફર્મ લિયાસિસ ફોરાસ દ્વારા […]

Share:

Mumbai Air Pollution: માયાનગરી મુંબઈ એક વિશાળ ગૂંગળાવી દેનારી કનસ્ટ્રક્શન સાઈટ (Construction Site) સમાન બની ગઈ છે. હાલમાં મુંબઈના 3.24 કરોડ સ્ક્વેર ફૂટ વિસ્તાર પર બાંધકામ ચાલુ છે જે મુંબઈના સૌથી મોંઘા અને પોશ ગણાતા નરીમન પોઈન્ટ વિસ્તારના બાંધકામ ધરાવતા ક્ષેત્ર (70-80 લાખ સ્ક્વેર ફૂટ)થી 5 ગણો વિસ્તાર કહી શકાય. રિસર્ચ ફર્મ લિયાસિસ ફોરાસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા મુંબઈના ઓનગોઈંગ કનસ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અંગેના ડેટા દ્વારા આ વિગત સામે આવી છે. આ સાથે જ મુંબઈમાં હવાનું પ્રદૂષણ (Mumbai Air Pollution) ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યું છે. 

વધુ વાંચો: Dussehra 2023: જાણો આ તહેવારથી શીખવા મળતા 6 નાણાકીય પાઠ વિશે

Mumbai Air Pollutionથી સ્વાસ્થ્યને અસર

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પ્રદૂષણનું સ્તર સતત ઉંચુ ઉઠી રહ્યું છે. 24મી ઓક્ટોબરના રોજ મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 163 AQIએ પહોંચ્યો હતો. આ કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડવા લાગી છે. હવાના પ્રદૂષણના કારણે અનેક લોકો ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનની ફરિયાદ કરી રહ્યા છે. 

જાણો પ્રદૂષણમાં વધારા પાછળનું કારણ

મુંબઈમાં પ્રદૂષણમાં વધારા પાછળનું એક કારણ ટ્રાફિક પણ છે. પર્યાવરણવિદોના કહેવા પ્રમાણે મહાનગરમાં ચાલી રહી કનસ્ટ્રક્શન સાઈટ (Construction Site) પણ પ્રદૂષણના સ્તરને ઉપર લઈ જઈ રહી છે. મુંબઈમાં સતત નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ધૂળ-માટીનું પ્રમાણ વધારે રહે છે. કનસ્ટ્રક્શન સાઈટ્સ પર પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ ન થઈ રહ્યો હોવાથી ધૂળ-માટી વગેરે પર્યાવરણમાં ભળે છે જેથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. 

વધુ વાંચો: તહેવારોમાં Digital Scamથી બચવા ધ્યાનમાં રાખો આ 4 ટિપ્સ

BMCનો નિર્દેશ

મુંબઈમાં હવા સતત ખરાબ થઈ રહી હોવાથી નગર નિગમ ખૂબ જ ગંભીર બની ગયું છે. મુંબઈ નગર નિગમ દ્વારા વિવિધ સ્થળોએ એન્ટી સ્મોગ ગન અને વોટર સ્પ્રિંકર્લનો ઉપયોગ કરીને ધૂળ-માટી નીચે બેસાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીએમસી દ્વારા આ માટેની ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. 

બીએમસી દ્વારા કનસ્ટ્રક્શન સાઈટ્સ પર 35 ફૂટ ઉંચી લોખંડની પતરાની દીવાલ અનિવાર્ય કરી દેવામાં આવી છે. એક એકરથી ઓછું ક્ષેત્રફળ ધરાવતી કનસ્ટ્રક્શન સાઈટ્સ (Construction Site)ફરતે લોખંડની દીવાલની ઉંચાઈ 25 ફૂટ નક્કી કરવામાં આવી છે. નિર્માણાધીન ભવનને લીલા કપડા, જ્યુટની ચાદર કે તાડપત્રી વડે ઘેરવામાં આવશે. 

બીએમસી દ્વારા 50-60 મહત્વના રોડ પર એન્ટી સ્મોગ ગનનો મારો ચલાવવામાં આવશે. રિફાઈનરીઝ, પાવર પ્લાન્ટ્સ અને આરસીએફના લીધે થતા પ્રદૂષણ માટે જે-તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે. ઉપરાંત મુંબઈમાં હવાનું પ્રદૂષણ (Mumbai Air Pollution) ઘટાડવા માટે કનસ્ટ્રક્શન સાઈટ્સના કાટમાળની હેરફેર કરનારા તમામ વાહનોને તાડપત્રીથી ઢાંકવાનો અને નિર્ધારિતથી વધારે વજનની હેરફેર ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉપરાંત આ પ્રકારના કાટમાળની હેરફેર કરતા વાહનો સાઈટમાંથી બહાર રોડ પર આવે તે પહેલા તેમના ટાયર્સ સાફ કરવા અને તેમના પર પાણી છાંટવાનો અને દિવસભરના કામકાજ બાદ ધોવાનો આદેશ આપવામાં આવ્યો છે.