Mumbai: પ્રદૂષણ મામલે તોડ્યો દિલ્હીનો રેકોર્ડ, હવા સતત બની રહી છે ઝેરી

Mumbai: હજુ શિયાળાને થોડા સમયની વાર છે પરંતુ માયાનગરી મુંબઈ (Mumbai)માં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. સામાન્ય રીતે દિલ્હી પ્રદૂષણ (Pollution) મામલે કુખ્યાત છે પરંતુ હાલ મુંબઈની સ્થિતિ દિલ્હી કરતા પણ ખરાબ છે. પ્રદૂષણ મામલે મુંબઈએ દિલ્હીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  છેલ્લા 3 દિવસથી મુંબઈની હવા દિલ્હી કરતા પણ વધારે ઝેરીલી છે. રાજ્ય સરકારના […]

Share:

Mumbai: હજુ શિયાળાને થોડા સમયની વાર છે પરંતુ માયાનગરી મુંબઈ (Mumbai)માં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. સામાન્ય રીતે દિલ્હી પ્રદૂષણ (Pollution) મામલે કુખ્યાત છે પરંતુ હાલ મુંબઈની સ્થિતિ દિલ્હી કરતા પણ ખરાબ છે. પ્રદૂષણ મામલે મુંબઈએ દિલ્હીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

છેલ્લા 3 દિવસથી મુંબઈની હવા દિલ્હી કરતા પણ વધારે ઝેરીલી છે. રાજ્ય સરકારના મંત્રીએ પ્રદૂષણમાં જોવા મળી રહેલા વધારા માટે વિવિધ પરિયોજનાઓને જવાબદાર ઠેરવી હતી. મુંબઈમાં રોડથી લઈને આકાશ સુધી પ્રદૂષણ (Pollution) વધી રહ્યું છે અને મુંબઈનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે. 

વધુ વાંચો: વર્ષનું અંતિમ ગ્રહણ જોવાનો સમય અને રીત જાણો

કથળી રહી છે Mumbaiની એર ક્વોલિટી 

નિષ્ણાતોના કહેવા પ્રમાણે ચારે બાજુ ચાલી રહેલા કંસ્ટ્રક્શન અને ગરમીના 34થી 36 ડિગ્રી તાપમાન વચ્ચે આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા 3 દિવસથી વાયુનું ગુણવત્તા સ્તર, AQI મધ્યમથી ખરાબ શ્રેણીમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન મુંબઈ અને આસપાસના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં અંધેરી, મઝગાંવ, નવી મુંબઈનો સમાવેશ થાય છે જ્યાંનો AQI 300ને પાર રહ્યો. 

દિલ્હીની સરખામણીએ મુંબઈની હવા ખરાબ

સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR-India)ના અહેવાલ પ્રમાણે મુંબઈમાં ગુરૂવારે સવારના સમયે AQI લેવલ 166 નોંધાયુ હતું જ્યારે દિલ્હીમાં 117. બુધવારે સાંજે 6:00 કલાકે મુંબઈની હવામાં પર્ટિક્યુલેટ મેટર, f PM10નું સ્તર 143 હતું જે દિલ્હીમાં 122 હતું.

મંગળવારના રોજ મુંબઈ (Mumbai)નો AQI 113 હતો જ્યારે દિલ્હીનો 83. બુધવારે ધુમ્મસની સ્થિતિના કારણે મુંબઈ ઉપનગરીય નેટવર્કની મુખ્ય લાઈન પર લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી ચાલી હતી.

વધુ વાંચો: ગુજરાત પોલીસે એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર દરોડા પાડયા

IMDનું નિવેદન

IMDના ડિરેક્ટર સુનીલ કાંબલેએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ જલ્દી પૂરૂ થઈ ગયું તેના લીધે માટી જલ્દી સુકાઈ ગઈ, વિવિધ પ્રોજેક્ટ્સ કાર્યરત હોવાના લીધે જે ધૂળ ઉડે અને ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે તે બધા હવા ઝેરી બનવા પાછળના મુખ્ય કારણો છે. 10મી ઓક્ટોબરે વરસાદ વિથડ્રો થયો, લેન્ડ સોઈલ એકદમ સુકાઈ ગઈ, વિવિધ પ્રોજેક્ટ્સના લીધે ઉડી રહેલી ધૂળ અને ટ્રાફિકમાં વધારાના લીધે આ સ્થિતિ નિર્માણ પામી છે. અગાઉ પણ ઓક્ટોબર મહિનામાં AQI ખરાબ શ્રેણીમાં પહોંચેલો છે. બીએમસી દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. 

મહારાષ્ટ્ર સરકારના મંત્રી દીપક કેસરકરે પણ શહેરમાં વાયુનું પ્રદૂષણ વધ્યું હોવાનું સ્વીકાર્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રદૂષણ (Pollution) પાછળ રસાયણો નહીં પણ મેટ્રો, પુલોના નિર્માણ ઉપરાંત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના કારણે જે ધૂળ ઉડી રહી છે તે જવાબદાર છે અને આ સમસ્યાના ઉકેલ માટે વિચારણા ચાલી રહી છે.