ધરપકડનો ફેક વીડિયો બનાવી ફસાઈ Urfi Javed: પોલીસે દાખલ કરી FIR  

Urfi Javed: ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ અને ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદે હાલ તેની ધરપકડનો ફેક વીડિયો બનાવ્યો હતો. આ મામલે મુંબઈ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ તેની નકલી ધરપકડનો વીડિયો બનાવવા અને પોલીસને કથિત રીતે બદનામ કરવા બદલ FIR નોંધી છે. તેના વિરુદ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે […]

Share:

Urfi Javed: ઉર્ફી જાવેદ ઘણીવાર તેના ડ્રેસિંગ અને ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદે હાલ તેની ધરપકડનો ફેક વીડિયો બનાવ્યો હતો. આ મામલે મુંબઈ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ તેની નકલી ધરપકડનો વીડિયો બનાવવા અને પોલીસને કથિત રીતે બદનામ કરવા બદલ FIR નોંધી છે. તેના વિરુદ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

શુક્રવારે X પર મુંબઈ પોલીસે કહ્યું કે સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ પણ વ્યક્તિ કાયદાનું ઉલ્લંઘન કરી શકે નહીં. પોલીસે જણાવ્યું હતું કે ઉર્ફી જાવેદ (Urfi Javed)નો ‘અશ્લીલ’ ડ્રેસ પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી રહ્યો હોવાનો વાયરલ વીડિયો સાચો નથી. અભિનેત્રી દ્વારા પોલીસ ચિહ્ન અને યુનિફોર્મનો દુરુપયોગ થયો હોવાનું કહીને મુંબઈ પોલીસે ઉર્ફી જાવેદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વીડિયોમાં દેખાતા નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે.

વધુ વાંચો… Anushka Sharmaએ ટીમ ઈન્ડિયાની જીતની ખુશી આ રીતે વ્યક્ત કરી

મુંબઈ પોલીસે X પર પોસ્ટ કર્યું, “સસ્તી પ્રસિદ્ધિ માટે દેશના કાયદાનું ઉલ્લંઘન કરી શકાતું નથી! અશ્લીલતાના કેસમાં એક મહિલાની કથિત રીતે ધરપકડ કરવામાં આવી હોવાનો વાયરલ વીડિયો સાચો નથી. પોલીસ ચિહ્ન અને યુનિફોર્મનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જો કે, ભ્રામક વીડિયોમાં સામેલ લોકો વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશન ખાતે કલમ 171, 419, 500 અને 34 IPC હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.”  

Urfi Javedએ ફેક વીડિયો બનાવતા IPCની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો 

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સેલ્ફ-પ્રમોશનલ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ટૂંકા કપડાં પહેરવા અંગે ધરપકડ કરવામાં આવી હતી. FIRમાં ઉર્ફી જાવેદ (Urfi Javed), કોન્સ્ટેબલ હોવાનો દાવો કરતી અન્ય બે મહિલાઓ અને પોલીસ અધિકારી હોવાનો દાવો કરનાર પુરુષ વિરુદ્ધ IPCની સંબંધિત કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

વધુ વાંચો… Air Pollution તમારાં વાળને ડેમેજ કરે છે, આ રીતે કરો વાળની માવજત

શુક્રવારે ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યા બાદ ઉર્ફી જાવેદ (Urfi Javed)ને તેની ફેશન સેન્સના કારણે મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બે મહિલા પોલીસ અધિકારીઓ મુંબઈમાં સ્ટારબક્સના એક આઉટલેટ પર પહોંચ્યા અને ઉર્ફીને તેમની સાથે પોલીસ સ્ટેશન જવા કહ્યું હતું. અટકાયતનું કારણ પૂછવા પર પોલીસે કહ્યું કે લોકોએ તેના કપડા અંગે ફરિયાદ કરી હતી. જો કે, હવે તે બહાર આવ્યું છે કે ઉર્ફી જાવેદ દ્વારા કથિત રીતે ‘પ્રચાર’ માટે તે વીડિયો બનાવવામાં આવ્યો હતો.  

નોંધનીય છે કે ઉર્ફી જાવેદે (Urfi Javed) તેના વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે હું ફેશન પોલીસ દ્વારા અરેસ્ટ થઈ છું અને ફેશન ગેમ માટે હું કંઈ પણ કરી છૂટીશ. કોઈ પણ મને રોકી શકશે નહીં. હું મારું કલેક્શન લોન્ચ કરવા જઈ રહી છું.