આખરે મુંબઈમાં વરસાદનું આગમન 

આખરે શનિવારની બપોરે મુંબઈમાં વરસાદનું આગમન થયું હતું. અત્યંત ગરમી અને બફારાથી લોકો ત્રાસી ગયા હતા જેનાથી લોકોને રાહત મળી હતી. પરંતુ, ચોમાસાના પહેલા જ વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયું હતું.   મુંબઈમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કારાયું છે. તેમજ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતાં વાહનની અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. અંધેરી […]

Share:

આખરે શનિવારની બપોરે મુંબઈમાં વરસાદનું આગમન થયું હતું. અત્યંત ગરમી અને બફારાથી લોકો ત્રાસી ગયા હતા જેનાથી લોકોને રાહત મળી હતી. પરંતુ, ચોમાસાના પહેલા જ વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયું હતું.  

મુંબઈમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કારાયું છે. તેમજ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતાં વાહનની અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. અંધેરી સબ વેને પાણી ભરાઈ જતાં બંધ કરાયો છે અને ત્યાંના ટ્રાફિકને સ્વામી વિવેકાનંદ રોડ તરફ ડાઈવર્ટ કરાયો છે.આ ઉપરાંત અસલ્ફા, સાકીનાકા જંકશન, બી. ડી. રોડ, અસલ્ફા, મહાલક્ષ્મી મંદિર તેમજ વરલી સી-લિંક ગેટ પાસે ગફાર ખાન રોડ જેવા સ્થળોએ પાણી ભરાઈ ગયું છે.  

શનિવારે મુંબઈના ચેમ્બુર રેલવે સ્ટેશન ખાતે 80.04 મીમી, વરલીમાં 79.76 મીમી, સાયનમાં 61.98 મીમી, ઘાટકોપરમાં 61.68 મીમી અને માટુંગામાં 61.25 મીમી  વરસાદ નોંધાયો હતો. 

મુંબઈમાં સામાન્ય રીતે 11 જૂનની આસપાસ વરસાદ આવી જતો હોય છે પરંતુ, આ વર્ષે વારસાદનું આગમન થોડું મોડું થયું છે. કેરળમાં વરસાદ જે 1 જૂને થતો હોય છે તેને સ્થાને ત્યાં વરસાદનું આગમન 8 જૂને થયું હતું. 

મુંબઈમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જતાં તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આજે શિવાજીનાગરમાં ગટરની સફાઇ કરતાં મેનહોલમાં પડી જવાના કારણે બે કામદારના મૃત્યુ થવાની ઘટના પણ સામે આવી છે. 

બૃહદ મુંબઈ નગરપાલિકાની એક નોંધમાં જણાવાયું છે કે, આજના વરસાદને કારણે 11 વૃક્ષો પડી ગયા છે. 

આ ઉપરાંત રાતના 8 વાગ્યા સુધી શોર્ટ સર્કિટની 7 ઘટના નોંધાઈ હતી. મુંબઈના પૂર્વ ઉપનગરોમાં 69.86 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પશ્ચિમી ઉપનગરોમાં 73.57 મીમી વરસાદ નોંધાયો હતો. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે ભારતીય હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસું મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલિબાગ સુધી આગળ વધ્યું છે અને આગામી 48 કલાક સુધીમાં તે આગળ વધીને મુંબઈ આવે તેવી શક્યતા છે. 

વરસાદનું આગમન મુંબઈ સહિત, દિલ્હી, ઉત્તરાખંડ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ચંડીગઢ સહિત હરિયાણાના કેટલાક દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ ધરાવે છે એવું IMD દ્વારા જણાવાયું હતું.