Mutual Funds: જાણો રોકાણ માટે મની માર્કેટ ફંડ કઈ રીતે છે બેસ્ટ ઓપ્શન

Mutual Funds: લિક્વિડ ફંડ તરીકે પણ ઓળખાતું મની માર્કેટ ફંડ (Money market fund) એ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)ની એક કેટેગરી છે. તેમાં કંપની રોકાણકારો પાસેથી એકઠા કરેલા રૂપિયાને સુરક્ષિત અને ટૂંકા ગાળાની સ્કીમમાં રોકે છે. તેમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોમર્શિયલ પેપરથી લઈને રીપર્ચેઝ એગ્રીમેન્ટનો પણ સમાવેશ થાય છે.  મની માર્કેટ ફંડ્સમાં કેશ અને […]

Share:

Mutual Funds: લિક્વિડ ફંડ તરીકે પણ ઓળખાતું મની માર્કેટ ફંડ (Money market fund) એ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)ની એક કેટેગરી છે. તેમાં કંપની રોકાણકારો પાસેથી એકઠા કરેલા રૂપિયાને સુરક્ષિત અને ટૂંકા ગાળાની સ્કીમમાં રોકે છે. તેમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોમર્શિયલ પેપરથી લઈને રીપર્ચેઝ એગ્રીમેન્ટનો પણ સમાવેશ થાય છે. 

મની માર્કેટ ફંડ્સમાં કેશ અને કેશ ઈક્વેલન્ટ્સ જેવી અત્યંત તરલ સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવે છે અને તે ઓછા જોખમે મહત્તમ તરલતા પ્રદાન કરે છે. તે રોકડ જેટલા સલામત નથી જ પરંતુ તેમાં જોખમનું સ્તર અત્યંત નીચું હોય છે. 

વધુ વાંચો: આ 12 Mutual Fundsએ છેલ્લા 3 વર્ષમાં આલ્ફા રિટર્ન આપ્યું

Money market fund શેના માટે યોગ્ય?

મની માર્કેટ ફંડને ટૂંકા ગાળાના રોકાણ માટે યોગ્ય માનવામાં આવે છે. રોકાણકારો મોટાભાગે તેમના ટાર્ગેટેડ રોકાણ અંગેના નિર્ણય લેવા દરમિયાનના ટૂંકા ગાળાના પીરિયડ દરમિયાન આ પ્રકારની યોજનાઓમાં પૈસા રોકતા હોય છે. મની માર્કેટ ફંડ્સમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું બિલકુલ યોગ્ય ન કહેવાય.

Money market fundમાં રોકાણ શા માટે કરવું જોઈએ?

1. નિયમિત આવક

મની માર્કેટ ફંડમાં રોકાણ કરવા પાછળનું મુખ્ય કારણ આવક ઉભી કરવાનો અને મૂડીમાં વધારો જોવાના બદલે નિયમિત રોકડ પ્રવાહની ખાતરી કરવાનો છે. 

2. શોર્ટ ટર્મ હોરિઝોન

આ ફંડ શોર્ટ ટર્મ હોરિઝોન માટે શ્રેષ્ઠ છે. જે લોકો લોન્ગ ટર્મ હોરિઝોનના વિકલ્પ વિશે વિચારણા કરી રહ્યા હોય તેમના માટે સ્ટોપ ગેપ વ્યવસ્થા તરીકે મની માર્કેટ ફંડમાં રોકાણ યોગ્ય રહેશે. 

3. ઓછું જોખમ

આ ફંડમાં જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે માટે જે લોકોની નુકસાન સહન કરવાની તાકાત ઓછી હોય અને ઓછું જોખમ ખેડવા માગતા હોય તેમના માટે યોગ્ય ગણાશે. 

વધુ વાંચો: mutual fundમાં રોકાણ કરતાં પહેલાં આ 5 મુખ્ય પરિબળો જાણો

મની માર્કેટના મહત્વના સાધનો

મની માર્કેટના કેટલાક મહત્વના સાધનોમાં ટ્રેઝરી બિલ્સ (ટી બિલ્સ), સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, રીપર્ચેઝ એગ્રીમેન્ટ્સ અને કોમર્શિયલ પેપર્સનો સમાવેશ થાય છે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એ આરબીઆઈ દ્વારા સંચાલિત એક નિશ્ચિત આવક માટેનું નાણાકીય સાધન છે અને તેમાં શરૂઆતથી જ વિથડ્રોઅલ અમાઉન્ટની ખાતરી આપવામાં આવે છે. 

કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે (Mutual Funds) છેલ્લા એક વર્ષમાં 7થી 7.5 ટકા વળતર આપ્યું છે બાકી મોટા ભાગના મની માર્કેટ ફંડ્સે સમાન વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આદિત્ય બિરલા સન લાઈફ મની મેનેજર ફંડ અને UTI મની માર્કેટ ફંડ આ બે યોજનાઓ જ બેન્ચમાર્ક ઈન્ડેક્સને બીટ કરી શકી છે. તે સિવાયના ટોચનું પ્રદર્શન ધરાવતા મની માર્કેટ ફંડ્સમાં એક્સિસ મની માર્કેટ ફંડ, એચડીએફસી મની માર્કેટ ફંડ અને ફ્રેન્કલિન ઈન્ડિયા મની માર્કેટ ફંડનો સમાવેશ થાય છે.