મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદઃ શહેરનું એક તળાવ છલકાતા પૂર જેવી સ્થિતિ

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શુક્રવારે મધ્યરાત્રીથી જ નાગપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદના પગલે શહેરના જનજીવન પર અસર પડી હતી. શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને નિચાણ વાળા વિસ્તારોમાં પાણી વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તંત્રએ મથામણ કરવી પડી હતી.  શહેરના કેનાલ […]

Share:

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શુક્રવારે મધ્યરાત્રીથી જ નાગપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદના પગલે શહેરના જનજીવન પર અસર પડી હતી. શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને નિચાણ વાળા વિસ્તારોમાં પાણી વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તંત્રએ મથામણ કરવી પડી હતી.

 શહેરના કેનાલ રોડ રામદાસપેઠ, અંબાઝરી તળાવ વિસ્તાર જેવા ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નાગપુર એરપોર્ટ પર સવારે 5.30 વાગ્યા સુધી 106 મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થતા શહેર થયું જળમગ્ન 

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરમાં આવેલું અંબાઝરી તળાવ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયું હતું અને તેના પાણી શહેરના અનેક વિસ્તારોમાં ઘુસી ગયા હતા.  NDRF(એન.ડી.આર.એફ) એ પણ પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે, કામગીરી હાથ ધરી હતી અને શહેરના અંબાઝરી તળાવ વિસ્તારમાં છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શહેરમાં વરસાદ એ હદે વરસ્યો હતો અને એટલી હદે પાણી ભરાયા હતા કે રહેણાંક મકાન પાસે પાર્ક કરવામાં આવેલી ગાડીઓ પણ પાણીમાં ડૂબી ગઈ હતી. ભારે વરસાદને પગલે વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે શાળાઓમાં રજા જાહેર કરી છે.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકો માટે હેલ્પલાઈન નંબરો પણ જારી કર્યા છે અને લોકોને સલાહ આપી છે કે તેઓ મહત્વપૂર્ણ કામ સિવાય ઘરની બહાર ન નીકળે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતે પણ નાગપુર શહેરમાંથી જ આવે છે. તેમણે પણ ટ્વિટ કરીને વિગતો આપી કે, હું તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું.

બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો તૈનાત

નાગપુરમાં ભારે વરસાદને કારણે અંબાઝરી તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું અને કેટલાક વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા હતા. કલેક્ટરે જણાવ્યું કે માત્ર 4 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ થયો છે. નાગપુર કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. 

સૂચના આપવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને પહેલા મદદ કરવામાં આવે. NDRFની એક ટીમ અને SDRFની બે ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. અમે સતત વહીવટીતંત્રના સંપર્કમાં છીએ અને પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના નાગપુર કેન્દ્રએ આગાહી કરી છે કે નાગપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ “વીજળી સાથે તીવ્ર/મધ્યમ વાવાઝોડું” ચાલુ રહેશે. આમાં “અલગ સ્થળોએ તીવ્ર વરસાદ” ની પણ શક્યતા છે. વર્ધા અને ચંદ્રપુર, ભંડારા અને ગોંદિયા જિલ્લાના કેટલાક ભાગોમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમરાવતી, યવતમાલ અને ગઢચિરોલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.