મિસ ઇન્ડિયા 2023 બની રાજસ્થાનની નંદિની ગુપ્તા

યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાનારી ભવ્ય મિસ વર્લ્ડ સ્પર્ધાની 71મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નંદિની રાજસ્થાનની છે. 19 વર્ષની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઇન્ડિયા 2023નો એવોર્ડ જીત્યો છે. આ સ્પર્ધામાં શ્રેયા પૂંજાને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે થૌનાઓજમ લુવાંગને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. આ સમારોહમાં સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો […]

Share:

યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાનારી ભવ્ય મિસ વર્લ્ડ સ્પર્ધાની 71મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર નંદિની રાજસ્થાનની છે. 19 વર્ષની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઇન્ડિયા 2023નો એવોર્ડ જીત્યો છે. આ સ્પર્ધામાં શ્રેયા પૂંજાને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે થૌનાઓજમ લુવાંગને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. આ સમારોહમાં સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો હતો. સિની શેટ્ટી ગયા વર્ષની મિસ ઈન્ડિયા રહી હતી. મણિપુરમાં ફેમિના મિસ ઈન્ડિયા 2023’માં કુલ ૩૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિસ્પર્ધીઓએ  ભાગ લીધો હતો.

નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટાની રહેવાસી છે. સાથે જ તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે રાત દિવસ ઘણી મહેનત કરી છે. તેને લાંબા સમયથી મોડેલિંગનો શોખ હતો, જે તેને આજે આ સિદ્ધિ મેળવવામાં કામ લાગ્યો છે. મોડલિંગની સાથે સાથે નંદિની ગુપ્તા અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર છે. તેમણે અભ્યાસ સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો હતો. તે લાલા લજપત રાય કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેણે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવવાનું સપનું જોયું હતું, જ્યારે 19 વર્ષની ઉંમરે તેણે આ સપનું સાકાર કર્યું છે. મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન અનુસાર, રતન ટાટા નંદિનીના જીવનમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ છે. ફેમિના મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીતનાર નંદિની ગુપ્તાના લૂક વિશે વાત કરીએ તો તે એકદમ સ્ટાઇલિશ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, જ્યાં તે અવારનવાર તેના ફોટા અને વિડીયો પોસ્ટ કરે છે, જેને જોઈને તેની સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે.

ફેમિના મિસ ઈન્ડિયાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા નંદિની ગુપ્તાના ફોટો પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં તે આ સ્પર્ધાનો તાજ પહેરીને સ્ટેજ પર ખૂબ જ સુંદર રીતે હસતી જોવા મળે છે. આ કોમ્પિટિશનમાં રનર્સ અપ રહેલા શ્રેયા પૂંજા અને થૌના ઓઝમ લુવાંગ પણ આ ફોટોમાં તેની સાથે જોવા મળે છે.આ વર્ષે મણિપુરમાં ‘ફેમિના મિસ ઈન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ પહોંચી હતી. આ ઇવેંટમાં અનન્યા પાંડે, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા અને મનીષ પોલ જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. ‘મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટ’માં દરેક સેલેબ્સ એકથી એક ચઢિયાતાં લૂકમાં પહોંચ્યા હતા.