નેશનલ હેન્ડલૂમ ડે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સ્થાનિક ઉત્પાદનો લોકપ્રિય બનાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે ‘ઈન્ડિયન ટેક્સ્ટાઈલ એન્ડ ક્રાફ્ક્ટ રિપોઝિટરી’ પોર્ટ્લ લોન્ચ કર્યું. દિલ્હીના ભારત મંડપમમમાં 9મા નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે અપીલ કરી કે, લોકો સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવે. તેમણે જણાવ્યું કે આજના દિવસે નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરવા પાછળ મોટું […]

Share:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં નેશનલ હેન્ડલૂમ ડેના અવસરે ‘ઈન્ડિયન ટેક્સ્ટાઈલ એન્ડ ક્રાફ્ક્ટ રિપોઝિટરી’ પોર્ટ્લ લોન્ચ કર્યું. દિલ્હીના ભારત મંડપમમમાં 9મા નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે તેમણે અપીલ કરી કે, લોકો સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવે. તેમણે જણાવ્યું કે આજના દિવસે નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરવા પાછળ મોટું કારણ રહેલું છે. આજે સ્વદેશી ચળવણ શરૂ થઈ હતી. આઝાદી પછી સ્વદેશી કાપડ ખાદી તેનું મહત્ત્વ ગુમાવી રહ્યું હતું, જે ગત સદીમાં સૌથી મજબૂત સ્તરે હતું.

તેમણે જણાવ્યું કે ભારતના વાઈબ્રન્ટ હેન્ડલૂમ્સ દેશની વિવિધતાનું ઉદાહરણ છે અને હાલમાં સ્વદેશીનો  ઉપયોગ નવી ક્રાંતિનો સાક્ષી છે. આ કાર્યક્રમમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે,  દેશ હવે ભ્રષ્ટાચાર, વંશવાદની રાજનીતિ અને તુષ્ટિકરણ જેવા દુષણોને ભારત છોડો કહીને એક અવાજે સંબોધે છે. કેટલાક લોકો ભારતને વિકસિત દેશ બનાવવામાં અડચણો ઊભી કરી રહ્યા છે અને નાગરિકો હવે ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણ જેવા દુષણો માટે ભારત છોડોની માગ કરી રહ્યા છે.

હેન્ડલૂમ માટે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે જણાવતા PM મોદીએ કહ્યું કે,  વણકરોને નવી ડિઝાઈન બનાવવા માટે આધુનિક ટેક્નોલોજી પૂરી પાડવામાં આવી રહી છે અને સબસિડીવાળા દરે થ્રેડ (દોરા) આપવામાં આવી રહ્યા છે. સરકાર હાલ હેન્ડલૂમ વસ્તુઓના માર્કેટિંગને લગતી સમસ્યાઓના ઉકેલ પર નવો ભાર મૂકી રહી છે.  આ કાર્યક્રમમાં તેમણે નાગરિકોને આગામી તહેવારો દરમિયાન સ્થાનિક ઉત્પાદનોને વધારે પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી.

નવી દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 3000 થી વધુ હેન્ડલૂમ અને ખાદી વણકરો, કારીગરો અને કાપડ અને MSME ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો. ‘ઈન્ડિયન ટેક્સ્ટાઈલ એન્ડ ક્રાફ્ક્ટ રિપોઝિટરી’ પોર્ટ્લ NIFT (નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજી) દ્વારા ડેવલપ કરાયું છે. તે સમગ્ર ભારતમાં હેન્ડલૂમ ક્લસ્ટરો, NIFT કેમ્પસ, વીવર સર્વિસ સેન્ટર્સ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેક્નોલોજી કેમ્પસ, નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, હેન્ડલૂમ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, KVIC સંસ્થાઓ અને વિવિધ રાજ્ય હેન્ડલૂમ વિભાગોને એકસાથે લાવશે.

નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણીનું કારણ

સરકારે 7મી ઓગસ્ટ, 2015ના રોજ આવી પ્રથમ ઉજવણી સાથે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ તારીખ ખાસ કરીને 7મી ઓગસ્ટ, 1905ના રોજ શરૂ કરવામાં આવેલી સ્વદેશી ચળવળની સ્મૃતિમાં પસંદ કરવામાં આવી હતી અને સ્વદેશી ઉદ્યોગો અને ખાસ કરીને હેન્ડલૂમ વણકરોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.