Navratri 2023: અમદાવાદમાં વાડીગામ પોળનું ગરબાના માનમાં વિશિષ્ટ નામકરણ કરાયું

Navratri 2023: 15મી ઓક્ટોબરથી દેશભરમાં શારદીય નવરાત્રી (Navratri 2023)નો પ્રારંભ થઈ ચુક્યો છે. નવરાત્રી અને ગરબાનું ગુજરાતમાં ખાસ કરીને વિશેષ આકર્ષણ રહ્યું છે. ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા એક રોડને ગરબા (Garba)ના માનમાં એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે.  અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રોડના નામકરણ બાદ ‘વાડીગામ હેરીટેજ ગરબા માર્ગ’ નામની કાળા આરસની તકતી પણ લગાવી […]

Share:

Navratri 2023: 15મી ઓક્ટોબરથી દેશભરમાં શારદીય નવરાત્રી (Navratri 2023)નો પ્રારંભ થઈ ચુક્યો છે. નવરાત્રી અને ગરબાનું ગુજરાતમાં ખાસ કરીને વિશેષ આકર્ષણ રહ્યું છે. ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા એક રોડને ગરબા (Garba)ના માનમાં એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. 

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રોડના નામકરણ બાદ ‘વાડીગામ હેરીટેજ ગરબા માર્ગ’ નામની કાળા આરસની તકતી પણ લગાવી દેવામાં આવી છે. અમદાવાદમાં પ્રથમ વખત એક ખાસ સ્થળને પરંપરાગત ગરબા સાથે સાંકળીને રોડનું નામકરણ કરવામાં આવ્યું છે. 

Navratri 2023 બની વિશેષ

અમદાવાદની ટાઉન પ્લાનિંગ કમિટીએ ગત ઓક્ટોબર મહિનામાં રોડના નામકરણ અંગેનો નિર્ણય લીધો હતો. અમદાવાદ શહેરની પરંપરાગત વાડીગામ પોળમાં યોજાતા ગરબાને મેયરની સ્પર્ધામાં 2 વખત ઈનામ મળી ચુકેલું છે. આ ઉપરાંત અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુ માતાની પોળમાં પણ ઐતિહાસિક ગરબા યોજાય છે. આઠમા નોરતે આ પોળના પુરૂષો સ્ત્રીના વેશમાં ગરબા (Garba) રમે છે. 

વધુ વાંચો: અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરી

મેયરના હસ્તે તકતીનું અનાવરણ

કોર્પોરેશને નવરાત્રી (Navratri 2023) પહેલા વાડીગામ પોળમાં શ્રી નીલકંઠ મહાદેવથી સરસ્વતી લાઈબ્રેરી સુધીના રસ્તાને ‘વાડીગામ હેરીટેજ ગરબા માર્ગ’ નામ આપીને તેની તકતી મુકી છે. ગત 11 ઓક્ટોબરના રોજ મેયર પ્રતિભા જૈનના હસ્તે આ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

વાડીગામ પોળના રસ્તાના નામકરણ પ્રસંગે સંસદ સભ્ય ડૉ. કિરીટ સોલંકી, ધારાસભ્ય કૌશિક જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

વધુ વાંચો: ક્રિકેટ ફીવર વિથ નવરાત્રી, ખેલાડીઓના ગરબા રમતા ટેટુ ટ્રેન્ડિંગમાં

જાણો સદુમાતા પોળના ગરબાનો ઈતિહાસ

સદુમાતાની પોળમાં બારોટ સમાજના પુરૂષો આઠમના નોરતે મહિલાઓના વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો આ પ્રકારે ગરબા રમે છે. આ વિસ્તારના સ્થાનિકો અને પોળમાંથી બીજા શહેરોમાં જઈને વસેલા બારોટના સમાજના લોકોએ હજુ પણ આ પરંપરા જાળવી રાખી છે. 

વિક્રમ સંવંત 1872ની ભાદરવા વદ ચોથના દિવસે હરિસિંગ બારોટના પત્ની સદુબા માથુ આપીને સતી થયા હતા. ત્યારે ઔતમ નામના વ્યક્તિએ સદુબાના પગની પાની જોઈને આ સ્ત્રીના પગ આવા છે તો તે પોતે કેટલી સ્વરૂપવાન હશે તેવો વિચાર ભદ્રના કિલ્લામાં જઈને રાજા સમક્ષ વર્ણવ્યો હતો. તેણે કોટ વિસ્તારની સ્ત્રી મહેલમાં શોભે તેમ છે એવી વાત કરી એટલે રાજા એ ભાટ સમાજ પાસે સદુબાની માગણી કરી હતી અને જવાબ ન મળ્યો એટલે યુદ્ધ આરંભ્યુ હતું જેમાં 300થી વધુ બારોટોના મોત થયા હતા. 

સદુબાએ પોતાના લીધે આ બધું થઈ રહ્યું છે માટે પોતાને મારી નાખવા સોગંદ આપ્યા પણ તેમના પતિ હરિસંગનો હાથ કાંપ્યો એટલે તેમનું માથુ ધડથી અલગ ન થયું અને લટકી રહ્યું. ત્યારે સદુબાએ તમે તો મોત બગાડ્યું તેમ કહી શ્રાપ આપ્યો હતો જેના પ્રાયશ્ચિત માટે આ માનતા ચાલી આવે છે.