Navratri 2023: રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓના તલવાર રાસ, જીપ રાસ, બુલેટ રાસ બન્યા આકર્ષણનું કેન્દ્ર

Navratri 2023: ગુજરાતીઓના પ્રિય નવરાત્રી (Navratri 2023)ના તહેવારને લઈ રાજ્યમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વખતે રાજકોટના રાજવી પેલેસ (Rajvi Palace) ખાતે યોજાયેલા ગરબા સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.  Navratri 2023નું નવતર આકર્ષણ રાજકોટ ખાતેના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓ દ્વારા છેલ્લા 16 વર્ષથી તલવાર રાસ, થાળી રાસ, તાળી રાસ, બુલેટ પર તલવારબાજી […]

Share:

Navratri 2023: ગુજરાતીઓના પ્રિય નવરાત્રી (Navratri 2023)ના તહેવારને લઈ રાજ્યમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વખતે રાજકોટના રાજવી પેલેસ (Rajvi Palace) ખાતે યોજાયેલા ગરબા સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

Navratri 2023નું નવતર આકર્ષણ

રાજકોટ ખાતેના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓ દ્વારા છેલ્લા 16 વર્ષથી તલવાર રાસ, થાળી રાસ, તાળી રાસ, બુલેટ પર તલવારબાજી સહિતના અનેક રાસ કરવામાં આવે છે. આ પ્રકારની વિવિધતા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ આ પ્રકારના અલગ અલગ રાસ માટે 1.5 મહિના પહેલાથી જ પ્રેક્ટિસ શરૂ કરી દે છે. 

ત્યારે બીજા નોરતે રાજવી પેલેસ (Rajvi Palace) ખાતે ક્ષત્રિયાણીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ક્ષત્રિયાણીઓએ બુલેટ પર તલવાર રાસ જેમાં એક હાથમાં સ્ટિયરિંગ અને બીજા હાથમાં તલવાર ફેરવીને સૌને ચોંકાવી દીધા હતા.

શૌર્ય રાસનો આ જોરદાર નજારો જોઈને સૌ કોઈ પ્રશંસા કરવા લાગ્યા હતા. રાજવી માંધાતાસિંહના પેલેસના પ્રાંગણમાં મહિલાઓએ ધારદાર એક-એક, બે-બે કિલોની તલવાર હાથમાં લઈને રાસ રમીને ગરબાની રમઝટ બોલાવી હતી. કોઈ દિકરીએ એક હાથમાં બુલેટનું હેન્ડલ પકડીને અને બીજા હાથમાં તલવાર લઈને રાસની રમઝટ બોલાવી તો કોઈ મહિલાએ એક હાથમાં જીપનું સ્ટિયરિંગ અને બીજા હાથમાં ધારદાર તલવાર સાથે રાસની રમઝટ બોલાવી હતી.

વધુ વાંચો: જાણો આ વર્ષે કઈ 6 રાશિના લોકો પર રહેશે માતા દુર્ગાની વિશેષ કૃપા

વિવિધ રાસ દ્વારા નારી શક્તિના દર્શન

રાજવી પેલેસ (Rajvi Palace)માં યોજાયેલા ક્ષત્રિય સમાજના આ ગરબા મહોત્સવમાં તલવાર રાસ, જીપ રાસ અને બુલેટ રાસ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રસ દરમિયાન સૌ કોઈને નારી શક્તિના સાક્ષાત દર્શન થયા હતા અને સૌ કોઈ આ રાસ-ગરબાના વખાણ કરવા લાગ્યા હતા.

તલવાર રાસ દરમિયાન બહેનો, દિકરીઓ એકબીજા વચ્ચે થોડું અંતર રાખે છે જેથી તેઓ સારી રીતે તલવાર રાસ રમી શકે અને કોઈને તલવાર વાગી ન જાય. આ તલવાર રાસમાં 15 વર્ષની દિકરીઓથી લઈને 50-60 વર્ષની મહિલાઓ પણ ખૂબ જોશ અને ઉત્સાહ સાથે ભાગ લે છે.

દર વર્ષે રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા નવલા નોરતાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ તલવાર રાસ જોવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ રાસ નવરાત્રી (Navratri 2023)ના બીજા અને ત્રીજા દિવસે રમવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. લોકો મોટી સંખ્યામાં બીજા નોરતે ઉમટી પડ્યા હતા.

વધુ વાંચો: Odisha: માતા દુર્ગાના ગિરવે મુકેલા ઘરેણાં છોડાવવા મુસ્લિમ વ્યક્તિએ કરી રૂ. 50,000ની મદદ

છેલ્લા 16 વર્ષથી રાજકોટના રાજવી પેલેસમાં ભગિની ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં 250 જેટલી ક્ષત્રિય સમાજની બહેનો તલવાર રાસ, તાલી રાસ, દીવડા રાસ રમે છે. મહિલાઓ ધારદાર તલવાર સાથે રાસ રમીને આપણા ખમીરવંતા ઈતિહાસની ઝાંખી કરાવે છે.