Navratri 2023: ખેલૈયાઓને જલસા, પોલીસ મોડી રાતે પણ નહીં આવે ગરબા બંધ કરાવવા

Navratri 2023: ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીને લઈ એક ખુશખબર છે. ગુજરાત સરકારે નવરાત્રી (Navratri 2023) દરમિયાન સમય મર્યાદા લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે પોલીસ હવે ચોક્કસ સ્થળની ચોક્કસ ફરિયાદ ન મળે ત્યાં સુધી સુઓ મોટો લઈને કોઈ પણ સ્થળે ગરબા (Garba) બંધ કરાવવા માટે નહીં જઈ શકે.  Navratri 2023ની ભેટ અત્યાર સુધી […]

Share:

Navratri 2023: ગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીને લઈ એક ખુશખબર છે. ગુજરાત સરકારે નવરાત્રી (Navratri 2023) દરમિયાન સમય મર્યાદા લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે પોલીસ હવે ચોક્કસ સ્થળની ચોક્કસ ફરિયાદ ન મળે ત્યાં સુધી સુઓ મોટો લઈને કોઈ પણ સ્થળે ગરબા (Garba) બંધ કરાવવા માટે નહીં જઈ શકે. 

Navratri 2023ની ભેટ

અત્યાર સુધી રાત્રિના 12:00 વાગ્યા સુધી જ ગરબા રમવા માટેની મંજૂરૂ હતી. આ કારણે પોલીસ રાત્રિના 12:00 વાગ્યા બાદ જે સ્થળે ગરબા ચાલી રહ્યા હોય ત્યાં જઈને તેને બંધ કરાવવાની કવાયત હાથ ધરતી હતી. જોકે હવે નવી સૂચના બાદ પોલીસ ફરિયાદ થાય તો જ મોડી રાત સુધી ચાલતા ગરબાના કાર્યક્રમોમાં દરમિયાનગીરી કરી શકશે. 

વધુ વાંચો : નવું ઘર ખરીદવા માટેનો આ છે શ્રેષ્ઠ સમય, જાણો તેના કારણો

ગૃહ રાજ્ય મંત્રીનો આદેશ

દેશભરમાં નવરાત્રીના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે અને ખાસ કરીને ગુજરાતીઓ અને ગરબા એકબીજાના પૂરક કહી શકાય. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડાઓને નવરાત્રી(Navratri 2023) દરમિયાન ગરબા અને દાંડિયા રાસના કાર્યક્રમોમાં સમયને લગતું કોઈ નિયંત્રણ લાગુ નહીં થાય તેવો આદેશ આપ્યો હતો. આ નવા આદેશ બાદ પોલીસ હવે રાત્રિના 12:00 વાગ્યા પછી પણ ચાલતા ગરબા કાર્યક્રમોને બંધ નહીં કરાવી શકે. 

ગુજરાતીઓ ગરબાનો સંપૂર્ણ આનંદ માણી શકે અને નવરાત્રીના ઉત્સવની આ પરંપરા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ પોલીસ અધિકારીઓને ગરબા (Garba)ના આનંદમાં અડચણરૂપ ન બનવા માટે કહેવામાં આવ્યું છે. નવા આદેશના કારણે ખેલૈયાઓ ત્રીજા નોરતાથી દશેરા સુધી મન મુકીને ગરબે ઘૂમી શકશે. ઘણી વખત લોકોની માગણીને માન આપીને 1:30 વાગ્યા પછી પણ ગરબાના કાર્યક્રમો ચાલુ રહેતા હોય છે. આયુર્વેદિક પરંપરામાં પણ નવરાત્રી દરમિયાન રાત્રિચર્યાની સલાહ આપવામાં આવેલી છે. 

વધુ વાંચો : અમદાવાદમાં વાડીગામ પોળનું ગરબાના માનમાં વિશિષ્ટ નામકરણ કરાયું

નાના વેપારીઓને પણ રાહત અપાઈ

આ ઉપરાંત રાજ્ય સરકારે પોલીસને તહેવારોની સિઝનમાં લારીઓવાળા, ફેરિયાઓ અને પાથરણાવાળા સહિતના નાના વેપારીઓને હેરાન ન કરવામાં આવે તેવી પણ સૂચના આપી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને ઉદ્દેશીને કહ્યું હતું કે, ફેરિયાઓ, પાથરણાવાળા સહિતના નાના વેપારીઓ નવરાત્રી અને દિવાળી સહિતના તહેવારો દરમિયાન આજીવિકા રળવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે તેમના સાથે અમાનવીય વર્તન ન કરવું જોઈએ. 

આમ ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને આપવામાં આવેલી મૌખિક સૂચના બાદ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે. ગરબાના આયોજકો દ્વારા પણ ગૃહ રાજ્ય મંત્રીના આ આદેશને આવકારવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ ખેલૈયાઓની સગવડને ધ્યાનમાં રાખીને 17થી 23 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં રાત્રે 10:00ના બદલે 2:00 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રાખવાનો નિર્ણય લીધેલો છે.