Navratri 2023: મહાકાલની નગરીમાં લવ જેહાદને અટકાવવા ગરબા આયોજકો દ્વારા તિલકથી સ્વાગત

Navratri 2023: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ નવરાત્રી (Navratri 2023)ના તહેવારને લઈ ખેલૈયાઓ ઉત્સાહમાં છે. જોકે નવરાત્રી દરમિયાન કથિત રીતે લવ જેહાદ (Love Jihad)ને રોકવા માટે ઉજ્જૈનના ગરબા આયોજકોએ કાર્યક્રમોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.  ઉજ્જૈનમાં Navratri 2023નો માહોલ ધાર્મિક નગરી ઉજ્જૈનના ગરબા પંડાલોમાં ભક્તિનો રંગ છવાઈ રહ્યો છે. ત્યારે આયોજન સમિતિઓ પણ પંડાલોમાં […]

Share:

Navratri 2023: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ નવરાત્રી (Navratri 2023)ના તહેવારને લઈ ખેલૈયાઓ ઉત્સાહમાં છે. જોકે નવરાત્રી દરમિયાન કથિત રીતે લવ જેહાદ (Love Jihad)ને રોકવા માટે ઉજ્જૈનના ગરબા આયોજકોએ કાર્યક્રમોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. 

ઉજ્જૈનમાં Navratri 2023નો માહોલ

ધાર્મિક નગરી ઉજ્જૈનના ગરબા પંડાલોમાં ભક્તિનો રંગ છવાઈ રહ્યો છે. ત્યારે આયોજન સમિતિઓ પણ પંડાલોમાં આવતી માતા, બહેનોની સુરક્ષા માટે સુસજ્જ બની ગઈ છે. ગરબા આયોજક સંકલ્પ સંસ્કૃતિ સંસ્થા દ્વારા જાહેર મંચ પરથી બિન હિન્દુઓને પંડાલમાં ન આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. 

મહાકાલની નગરી ઉજ્જૈનમાં ગરબા આયોજકો આધાર કાર્ડ જોઈને જ લોકોને પ્રવેશ આપી રહ્યા છે અને ગરબામાં ભાગ લેવા ઈચ્છુક દરેક પુરૂષનું તિલક લગાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શહેરના નાનાખેડા સ્ટેડિયમ ખાતેની ગરબા આયોજક સેવા હી સંકલ્પ સંસ્કૃતિ સંસ્થાએ આ માટે પોસ્ટર્સ પણ છપાવ્યા છે. 

આ સંસ્થા પોસ્ટર છપાવવા ઉપરાંત જાહેર મંચ દ્વારા પણ બિન હિન્દુઓને ગરબામાં ન આવવા માટે સૂચન કરી રહી છે. સેવા હી સંકલ્પ સંસ્કૃતિ સંસ્થા છેલ્લા 5 વર્ષથી ગરબાનું આયોજન કરી રહી છે. ગત વર્ષે પણ ગરબા આયોજનોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 

વધુ વાંચો: તમારા પ્રિયજનોને માતા દુર્ગાના ઉત્સવની શુભેચ્છા પાઠવવા જુઓ આ ખાસ મેસેજની યાદી

જાતિનો નહીં લવ જેહાદ ફેલાવનારાઓનો વિરોધ

આ સંસ્થાના અધ્યક્ષ બહાદુર સિંહ ચૌહાણના કહેવા પ્રમાણે તેઓ કોઈ જાતિનો વિરોધ નથી કરી રહ્યા. તેમનો વિરોધ લવ જેહાદ (Love Jihad) સામે છે. માટે માતાજીની આરાધના અને ગરબા પંડાલોમાં લવ જેહાદ અને વૈમનસ્ય ફેલાવનારાઓને પ્રવેશ ન મળે તે માટે ટીમો ગોઠવવામાં આવી છે જેમાં 10થી વધુ લોકો છે. 

જોકે સાથે જ જો બિન હિન્દુઓએ ગરબા જોવા આવવું જ હોય તો તેઓ પોતાની માતા-બહેનો સાથે આવી શકે છે. માત્ર એકલા ન આવે તેવી અપીલ કરવામાં આવી છે. આયોજકોના કહેવા પ્રમાણે ભીડનો ફાયદો ઉઠાવી માતા, બહેનો, મહિલાઓ, દીકરીઓ સાથે કોઈ ગેરવર્તણૂક ન કરે તે માટે બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

ઉજ્જૈનના એસપી સચિન શર્માના કહેવા પ્રમાણે આ એક ખાનગી કાર્યક્રમ છે અને તેમના દ્વારા કાર્યક્રમમાં પ્રવેશ માટેના પાસ બહાર પાડવામાં આવ્યા છે. સંકલ્પ સંસ્કૃતિ સંસ્થાના ગરબા કાર્યક્રમમાં 5,000થી પણ વધારે લોકો હાજરી આપે છે. ગરબા આયોજકના કહેવા પ્રમાણે તેઓ કોઈ ધર્મની વિરૂદ્ધમાં નથી પરંતુ ગરબા કાર્યક્રમોનો હિન્દુ યુવતીઓને અન્ય ધર્મના પુરૂષો સાથે શાદી કરાવવા ગુમરાહ કરવા ઉપયોગ થઈ રહ્યો હોવાથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વાંચો: નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન આ કુટ્ટુ બીટરૂટ ટિક્કીની રેસિપી અજમાવો