રીલ બનાવતા સમયે ટ્રેન ફરી વળતાં નેપાળના 20 વર્ષીય યુવકનું મોત

નેપાળથી ગુજરાતનાં સુરતમાં નોકરીની શોધમાં આવેલા યુવક તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે રીલ (ટૂંકી વિડીયો) બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મૃત્યુ થયું હતું. 20 વર્ષીય આ યુવક પ્રકાશ મંગળ બીકેએ  જીવનમાં પહેલી જ વાર ટ્રેન જોઈ હતી અને ઘણો ઉત્સાહિત હતો તે  રેલવે ટ્રેક પર રીલ બનાવવા માંગતો હતો. નેપાળના કૈલાશનગરમાં રહેતા આ […]

Share:

નેપાળથી ગુજરાતનાં સુરતમાં નોકરીની શોધમાં આવેલા યુવક તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે રીલ (ટૂંકી વિડીયો) બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મૃત્યુ થયું હતું.

20 વર્ષીય આ યુવક પ્રકાશ મંગળ બીકેએ  જીવનમાં પહેલી જ વાર ટ્રેન જોઈ હતી અને ઘણો ઉત્સાહિત હતો તે  રેલવે ટ્રેક પર રીલ બનાવવા માંગતો હતો. નેપાળના કૈલાશનગરમાં રહેતા આ યુવકે તેનાં મોટાભાઇ અનિલ અને તેનાં મિત્રોને ટ્રેન જોવા લઈ જવા જણાવ્યું હતું જેથી તેનાં ભાઈ અને મિત્રો તેને ટ્રેન જોવા સતવલ્લા બ્રિજ નીચે  લઈ ગયા હતા. બંને ભાઈઓ સાથે તેમના મિત્રો સચિન જીઆઇડીસી રોડ નં  61 થી જોડાયા હતા. લગભગ રાતના 9.30 ની આસપાસ પ્રકાશે ટ્રેક પર તેની રીલ બનાવવા જણાવ્યું હતું અને તે જ સમયે ગાંધીધામ એક્સપ્રેસ 22955 પસાર થઇ હતી જેની સાથે પ્રકાશની ટક્કર થતાં તેનું મૃત્યુ થયું હતું.  અનિલે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રકાશે હજુ સુધી તેના જીવનમાં ટ્રેન જોઈ ન હતી અને તેથી તેઓ તેને સાતવલ્લા બ્રિજ નીચે રેલવે ટ્રેક પર લઈ ગયા.

ભારતમાં દર વર્ષે રેલ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ જાય છે. જો કે, કેટલાક વર્ષોથી રેલ અકસ્માતોમાં ઘટાડો થયો છે અને મૃત્યુના આંકડા પણ ઘટ્યા છે. આપને જણાવી દઈએ કે ટ્રેન દુર્ઘટના માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાં ટેક્નિકલ ખામી, માણસોની ભૂલ, બેદરકારી, ખરાબ હવામાન વગેરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટ્રેનના અકસ્માતને રોકવા માટે રેલવે વિભાગ દ્વારા અવારનવાર નિયમો બનાવવામાં આવે છે. તેનાં ભાગરૂપે અકસ્માતો ઘટે અને ઓછામાં ઓછી જાનહાનિ થાય તે માટે તાજેતરમાં જ અમદાવાદથી મુંબઈ વચ્ચેનાં ટ્રેકની આજુબાજુ તારની ફેન્સિંગ લાવવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફેન્સિંગ લગાવવાનું કામ રૂ. 245 કરોડના ખર્ચે કારાઈ રહ્યું છે જે મે મહિના સુધીમાં પૂરું થાય તેમ લાગે છે. વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ પશુઓ અથડાવવાની પણ અનેક ઘટના બની છે. ત્યારે ઘણા કિસ્સામાં પશુઓના મોત નિપજ્યા છે તો ઘણા કિસ્સામાં ટ્રેનને પણ નુકશાન થયું હતું. ત્યારે રેલ્વે દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે, અમદાવાદથી મુંબઈ સુધીના ટ્રેકની સેફ્ટી વધારી દેવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ રેલવે ટ્રેકને સુરક્ષિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.