મંગળવારથી નવા સંસદ ભવનમાં કામગીરીનો શુભારંભ: વાંચો રસપ્રદ વિગતો!

મંગળવારથી નવા સંસદ ભવન ખાતે સંસદીય કાર્યવાહીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. સંસદના વિશેષ સત્રના 5 દિવસ પૈકીના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવન ખાતે કરવામાં આવી હતી અને મંગળવારથી નવા સંસદ ભવન ખાતે કાર્યવાહીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.  મંગળવારે સવારે 9:30 કલાકે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલ સામે ફોટો સેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ […]

Share:

મંગળવારથી નવા સંસદ ભવન ખાતે સંસદીય કાર્યવાહીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. સંસદના વિશેષ સત્રના 5 દિવસ પૈકીના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવન ખાતે કરવામાં આવી હતી અને મંગળવારથી નવા સંસદ ભવન ખાતે કાર્યવાહીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
 

મંગળવારે સવારે 9:30 કલાકે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલ સામે ફોટો સેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 11 વાગ્યાથી નવા સંસદ ભવનના સેન્ટ્રલ હોલ ખાતે વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં સંસદના ઐતિહાસિક વારસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
 

સેન્ટ્રલ હોલમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન મોદી, લોકસભાના નેતા પ્રતિપક્ષ અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે, પીયૂષ ગોયલ, મેનકા ગાંધી શિબુસોરેન અને મનમોહન સિંહની સ્પીચ નિર્ધારિત કરવામાં આવી હતી. 

લોકસભામાં સૌથી લાંબા સમય સુધી સાંસદ રહેવાના કારણે મેનકા ગાંધીને સેન્ટ્રલ હોલમાં સ્પીચ માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે મનમોહન સિંહ રાજ્યસભામાં સૌથી લાંબા સમયથી સાંસદ છે માટે તેઓ સ્પીચ આપવાના છે. તે સિવાય શિબુસોરેન લોકસભા અને રાજ્યસભા એમ બંનેમાં મળીને સૌથી વધુ સમય સાંસદ રહ્યા છે માટે સેન્ટ્ર હોલમાં તેમની સ્પીચ નક્કી કરવામાં આવી હતી. તેમનો કાર્યક્રમ મંગળવારે 11 વાગ્યાથી 12:35 વાગ્યા સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ 1:15 કલાકે નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો હતો.

સંસદના વિશેષ સત્રના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ નવી સંસદમાં પ્રથમ વખત સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મહિલા આરક્ષણ બિલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહિલા આરક્ષણ બિલને ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ એવું નામ આપ્યું હતું અને તમામ સાંસદોને તેને સર્વસંમતીથી પાસ કરવા અપીલ કરી હતી. 

વડાપ્રધાન મોદીએ જૂના સંસદ ભવન જેને ‘બંધારણ ભવન’ નામ આપવામાં આવ્યું ત્યાંથી નવા સંસદ ભવનની ઈમારત સુધી માર્ચ કરી હતી.

નવા સંસદ ભવનમાં કાર્યવાહીની શરૂઆત દરમિયાન વડાપ્રધાન મોદીએ મહિલાઓના નેતૃત્વમાં વિકાસના વિચારને આગળ વધારીને સંસદમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ રજૂ કરવાની જાહેરાત કરી હતી. સાથે જ આ બિલને કાયદાનું સ્વરૂપ આપવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે તમામ સાંસદોને આ બિલ સર્વસંમતીથી પાસ કરવા અપીલ કરી હતી. 


આ બિલ અંતર્ગત લોકસભા અને રાજ્યસભાની એક તૃતીયાંસ બેઠકો મહિલાઓ માટે અનામત કરવાનો પ્રસ્તાવ છે. હાલ લોકસભામાં 82 અને રાજ્યસભામાં 30 મહિલા સાંસદો છે. મતલબ કે, આશરે 15 ટકા જેટલી. આ બિલ બાદ મહિલા સાંસદોને 33 ટકા આરક્ષણ મળશે.