ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરનું નિવેદન: આગામી 25 વર્ષ દેશ માટે નિર્ણાયક બનશે

આગામી 25 વર્ષ દેશ માટે નિર્ણાયક બનવાના છે, તેમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના 69માં સ્થાપના દિવસ નિમિત્તે બીજુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ લેક્ચર આપતાં જણાવ્યું હતું.  જગદીપ ધનકરે કહ્યું, “આગામી 25 વર્ષ દેશ માટે નિર્ણાયક બનવાના છે. છેલ્લા 9 વર્ષોમાં લેવાયેલા પગલાંને  કારણે તે નિર્ણાયક બનવાના છે. છેલ્લા 9 […]

Share:

આગામી 25 વર્ષ દેશ માટે નિર્ણાયક બનવાના છે, તેમ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના 69માં સ્થાપના દિવસ નિમિત્તે બીજુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ લેક્ચર આપતાં જણાવ્યું હતું. 

જગદીપ ધનકરે કહ્યું, “આગામી 25 વર્ષ દેશ માટે નિર્ણાયક બનવાના છે. છેલ્લા 9 વર્ષોમાં લેવાયેલા પગલાંને  કારણે તે નિર્ણાયક બનવાના છે. છેલ્લા 9 વર્ષોમાં, અમે હકારાત્મક પગલાઓની શ્રેણી દ્વારા દેશના વિકાસનો પાયો નાખ્યો છે. “

તેમના પ્રવચનમાં ઉમેરતા તેમણે કહ્યું હતું કે, “જ્યારે દેશ 2047માં તેની આઝાદીની શતાબ્દી ઉજવે છે, ત્યારે આપણે વિશ્વમાં નંબર 1 બનવાનું છે.”

શ્રી ધનકરે કહ્યું કે આજે જે સરકારી કર્મચારીઓ જોડાઈ રહ્યા છે તેઓ “2047ના યોદ્ધા” હશે.

ઉપરાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં “બંધારણીય શાસન”ના વિચાર પર  પણ ભાર મૂક્યો હતો.

“બંધારણીય શાસન એ રાજ્યના ત્રણ અંગો વચ્ચે સ્વસ્થ આંતરપ્રક્રિયામાં ગતિશીલ સંતુલન હાંસલ કરવા વિશે છે. શાસન એ એક ગતિશીલ ખ્યાલ છે અને જાહેર વહીવટકર્તાઓએ નાગરિકોની બદલાતી અપેક્ષાઓ અને જરૂરિયાતો સાથે સુસંગત રહેવું જોઈએ,” શ્રી ધનકરે જણાવ્યું હતું.

વિશેષ સંબોધન કેન્દ્રીય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે.

તેમના સંબોધનમાં ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જાહેર વહીવટની બાબતોમાં “સમગ્ર સરકાર” અભિગમની વિભાવનાથી પ્રેરિત છે.

“નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તરત જ, તેમણે અમને આપેલા પ્રારંભિક મંત્રોમાંનો એક “મહત્તમ શાસન, લઘુત્તમ સરકાર” હતો.

ડૉ. સિંઘે ઉમેર્યું, “કેન્દ્ર સરકાર આજે લગભગ તમામ ક્ષેત્રે ઓનલાઈન છે અને બહુ ઓછા માનવીય જોડાણ વિનાની ઈ-આધારિત કામગીરી છે. તમામ સરકારી સેવાઓ ઓનલાઈન છે અને વાઈબ્રન્ટ સેન્ટરલાઇઝ્ડ પબ્લિક ગ્રીએવેન્સીસ રિડ્રેસ એંડ મોનિટેરિનગ સિસ્ટમ ( CPGRAMS ) પોર્ટલ ઉપલબ્ધ છે.  જેના અંતર્ગત “ફરિયાદોની સંખ્યા 2014માં જે  2 લાખ હતી તે  વધીને વાર્ષિક 20 લાખ થઈ ગઈ છે અને ફરિયાદ નિવારણ દર મહિને 1 લાખને વટાવી ગયું છે,” તેમણે કહ્યું.

પ્રવચનના અંતમાં ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે પીએમ મોદીએ પહેલીવાર નાગરિકોને શાસનના સાધન તરીકે સામેલ કર્યા છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA)ના 68મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રથમ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ વાર્ષિક ઇન્ટરનેશનલ મેમોરિયલ લેક્ચર 29 માર્ચ, 2022ના રોજ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આપવામાં આવ્યું હતું.