NIAએ 6 રાજ્યોમાં 50 સ્થળો પર દરોડા પાડયા, ગેંગસ્ટર અર્શ દલ્લાના સાથીદારની અટકાયત

NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) એ ખાલિસ્તાન અને ગેંગસ્ટરની સાંઠગાંઠના સંબંધમાં 6 રાજ્યોમાં 50 સ્થળોએ દરોડા પાડયા હતા. NIA એ ખાલિસ્તાન સાથે સંબંધ ધરાવતા ગેંગસ્ટરો સાથે સંકળાયેલા હવાલા ઓપરેટરો અને લોજિસ્ટિકલ કોઓર્ડિનેટર્સને પકડવા માટે દરોડા પાડયા હતા. આ દરોડા લોરેન્સ બંબીહા અને અર્શ દલ્લા ગેંગના સહયોગીઓ સાથે સંકળાયેલા સ્થળો પર પાડવામાં આવ્યા હતા.  જે રાજ્યોમાં દરોડા […]

Share:

NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) એ ખાલિસ્તાન અને ગેંગસ્ટરની સાંઠગાંઠના સંબંધમાં 6 રાજ્યોમાં 50 સ્થળોએ દરોડા પાડયા હતા. NIA એ ખાલિસ્તાન સાથે સંબંધ ધરાવતા ગેંગસ્ટરો સાથે સંકળાયેલા હવાલા ઓપરેટરો અને લોજિસ્ટિકલ કોઓર્ડિનેટર્સને પકડવા માટે દરોડા પાડયા હતા. આ દરોડા લોરેન્સ બંબીહા અને અર્શ દલ્લા ગેંગના સહયોગીઓ સાથે સંકળાયેલા સ્થળો પર પાડવામાં આવ્યા હતા. 

જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા તે છેઃ પંજાબમાં 30 સ્થળો, રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2 અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 1-1 સ્થળો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ પંજાબના ફિરોઝપુરમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે, જેની ઓળખ ગેંગસ્ટરમાંથી આતંકી બનેલા અર્શ દલ્લાના સહયોગી તરીકે કરવામાં આવી છે. NIA ચંદીગઢમાં તેની પૂછપરછ કરે તેવી શક્યતા છે. જોરાના પરિવારે જોકે દાવો કર્યો હતો કે તે માત્ર એક મજૂર છે, જે મહિને માત્ર 12,000 રૂપિયા કમાય છે. NIAએ કલમ 160 CrPC હેઠળ નોટિસ આપી છે.

NIAએ 19 ભાગેડુઓની યાદી જાહેર કરી

NIAએ અગાઉ યુકે, યુએસ, કેનેડા, દુબઈ, પાકિસ્તાન અને અન્ય દેશોમાં રહેતા 19 ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમની મિલકતો જપ્ત કરવામાં આવે તેવી શક્યતા છે.

NIAએ પ્રતિબંધિત ખાલિસ્તાની તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના સભ્ય તરીકે નિયુક્ત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની મિલકતો જપ્ત કરી હતી. ગુરપતવંત સિંહ પન્નુ આતંકવાદી કૃત્યો અને પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં તેમજ પંજાબ અને દેશના અન્ય સ્થળોએ ભય અને આતંક ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.

અહેવાલો અનુસાર, આ 19 ભાગેડુઓ વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમના પર વિદેશમાંથી ભારત વિરોધી પ્રચાર કરવાનો આરોપ છે.

10 લાખનું ઈનામ જાહેર કરાયું

NIAએ નામિત આતંકવાદી હરવિંદર સિંહ સંધુ ઉર્ફ રિંદા અને લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંડાની ધરપકડ કરવા માટેની માહિતી માટે પ્રત્યેકને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તે પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે કથિત રીતે જોડાયેલો છે, જેના પર ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ પર તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવતા, NIA એ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના ફિરોઝપુરના પરમિંદર સિંહ કૈરા, પંજાબના તરન તારણના સતનામ સિંહ અને યાદવિંદર સિંહ નામના ત્રણ સહયોગીઓ પર 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ પણ જાહેર કર્યું હતું.

NIA ના જણાવ્યા અનુસાર, તે અને અન્ય ચાર લોકો આ વર્ષની શરૂઆતમાં ભારતની શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા અને પંજાબમાં આતંક ફેલાવવાના હેતુથી બબ્બર ખાલસા ઈન્ટરનેશનલની આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં વોન્ટેડ હતા.