નિફ્ટી પહેલીવાર 20 હજારને પાર, સેન્સેક્સ 528 પોઈન્ટના ઉછાળા સાથે 67127 પર પહોંચ્યો

ભારતીય શેરબજાર માટે સોમવારનો  દિવસ ખૂબ જ ઐતિહાસિક હતો . NSE નિફ્ટી સોમવારે  પ્રથમ વખત 20,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા. અદાણી ગ્રૂપના શેરો અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીએ આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તે જ સમયે, BSE સેન્સેક્સ ફરી એકવાર […]

Share:

ભારતીય શેરબજાર માટે સોમવારનો  દિવસ ખૂબ જ ઐતિહાસિક હતો . NSE નિફ્ટી સોમવારે  પ્રથમ વખત 20,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા. અદાણી ગ્રૂપના શેરો અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીએ આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. તે જ સમયે, BSE સેન્સેક્સ ફરી એકવાર 67,000 ને પાર કરવામાં સફળ રહ્યો છે. કારોબારના અંતે BSE સેન્સેક્સ 550 પોઈન્ટના ઉછાળા સાથે 67,156 પર અને NSEનો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે 20,000ની સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટી ઈન્ડેક્સ પ્રથમ વખત 20,000ને પાર 

શેરબજારમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે નિફ્ટી 180 પોઈન્ટ વધીને 20,000નો ઐતિહાસિક આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 20008 પોઈન્ટ પર પહોંચી ગયો. નિફ્ટીને 19,000 થી 20,000ના આંકડાને સ્પર્શવા માટે કુલ 52 ટ્રેન્ડીંગ સેશન લાગ્યા.

શેર માર્કેટમાં સેક્ટરની સ્થિતિ 

શેરબજારમાં મીડિયા સિવાય તમામ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. બેંકિંગ શેરોમાં સૌથી વધુ ખરીદારી જોવા મળી છે. બેંક નિફ્ટી 414 પોઈન્ટના ઉછાળા સાથે 45,570 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે આઈટી, ઓટો, એનર્જી, એફએમસીજી, મેટલ્સ, ફાર્મા, હેલ્થકેર જેવા સેક્ટરના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. મિડ કેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી છે, જેના કારણે નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 466 પોઈન્ટના ઉછાળા સાથે 41,444 પોઈન્ટ પર બંધ થયો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 170 પોઈન્ટના ઉછાળા સાથે 12,982 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 5 શેરો નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને માત્ર બે જ નુકસાન સાથે બંધ થયા હતા.

સેન્સેક્સના 30માંથી 28 શેર્સ ગ્રીન ઝોનમાં 

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજારને PSU બેન્કિંગ, ઓટો અને મેટલ સેક્ટરના શેર્સથી સપોર્ટ મળ્યો હતો. નિફ્ટીમાં અદાણી ગ્રુપના શેર્સ ટોપ ગેનર હતા. જ્યારે કોલ ઈન્ડિયા 1.25 ટકા નબળો પડીને ટોપ લુઝર રહી હતી. આ પહેલા શુક્રવારે સતત છઠ્ઠા દિવસે સેન્સેક્સ 333 પોઈન્ટ ચઢીને 66,598 પર બંધ થયો હતો.

ઐતિહાસિક સ્તરે BSE માર્કેટ કેપ

શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 324.25 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેન્ડિંગ સેશનમાં રૂ. 320.92 લાખ કરોડ હતું. ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 3.33 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.