Nitish Kumarએ મહિલા શિક્ષણ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી માટે માંગી માફી

Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) મંગળવારે રાજ્યની વિધાનસભામાં વસ્તી નિયંત્રણમાં મહિલા શિક્ષણની ભૂમિકા વિશે “અપમાનજનક” ટિપ્પણીઓ માટે માફી માંગી છે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે હું માફી માંગુ છું અને મારા શબ્દો પાછા લઉં છું. મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું અને મારા જ નિવેદનની નિંદા […]

Share:

Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar) મંગળવારે રાજ્યની વિધાનસભામાં વસ્તી નિયંત્રણમાં મહિલા શિક્ષણની ભૂમિકા વિશે “અપમાનજનક” ટિપ્પણીઓ માટે માફી માંગી છે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે હું માફી માંગુ છું અને મારા શબ્દો પાછા લઉં છું. મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું અને મારા જ નિવેદનની નિંદા કરું છું.

નીતિશ કુમારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું, “મારા શબ્દોનો હેતુ કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો મારા શબ્દોથી લોકોને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.  હંમેશા મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું છે. હું સ્ત્રીઓનું ખૂબ સન્માન કરું છું.”

વધુ વાંચો: Delhi Pollution પર સુપ્રીમ કોર્ટ કડક થઇ, ઓડ-ઇવનને અવૈજ્ઞાનિક ફોર્મ્યુલા તરીકે બતાવી

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) બુધવારે વિધાનસભા પહોંચ્યા કે તરત જ બીજેપી મહિલા ધારાસભ્યોએ તેમને ઘેરી લીધા હતા અને તેમને વિધાનસભામાં પ્રવેશવા દીધા નહોતા. સીએમ નીતિશ કુમાર સુરક્ષા કોર્ડનમાંથી બહાર આવ્યા અને વિધાન પરિષદ તરફ ગયા. જોકે નીતિશ કુમાર ચર્ચા દરમિયાન ગૃહમાં પહોંચ્યા હતા, પરંતુ ભાજપના ધારાસભ્યોએ ગૃહની અંદર પણ વિરોધ ચાલુ રાખ્યો હતો.

આ દરમિયાન નીતીશ કુમારે ગૃહની અંદર પોતાના નિવેદન માટે માફી પણ માંગી છે. સીએમ નીતિશ કુમારે કહ્યું કે જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા નિવેદન માટે માફી માંગુ છું. હું મારા નિવેદનની નિંદા કરું છું.

વધુ વાંચો: કોંગ્રેસ સરકાર છત્તીસગઢમાં નક્સલવાદને રોકવામાં નિષ્ફળ- PM Modi

Nitish Kumarએ વિધાનસભામાં સેક્સ એજ્યુકેશન પર વિવાદિત નિવેદન આપ્યું હતું 

વિધાનસભામાં વસ્તી નિયંત્રણ અને સ્ત્રી-પુરુષ સંબંધને લઈને નીતિશ કુમાર (Nitish Kumar)ના નિવેદનને લઈને મંગળવારથી સતત હોબાળો ચાલી રહ્યો છે. બિહાર વિધાનસભામાં જાતિ ગણતરી પર બોલતી વખતે, તેમણે વિવાહિત યુગલના શારીરિક સંબંધોને લઈને વસ્તીના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી, જેના પર વિવાદ શરૂ થયો હતો.

રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) ચીફ રેખા શર્માએ કહ્યું કે નીતીશ કુમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ. ધારાસભ્યોને સંબોધતા, જેમાં કેટલીક મહિલા નેતાઓ પણ સામેલ હતા, નીતિશ કુમારે સમજાવ્યું કે કેવી રીતે મહિલા શિક્ષણ વસ્તી નિયંત્રણમાં ફાળો આપે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ નીતીશ કુમારની મહિલાઓ વિશેની ટિપ્પણીઓથી નારાજ છે.

એક તરફ નીતીશ કુમારે (Nitish Kumar) પોતાના નિવેદન માટે માફી માંગી છે, ત્યારે બીજી તરફ તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો હતો. તેજસ્વી યાદવે કહ્યું હતું કે મુખ્યમંત્રીના નિવેદનને અન્ય દ્રષ્ટિકોણથી જોવું યોગ્ય નથી અને તેઓ માત્ર સેક્સ એજ્યુકેશનની વાત કરી રહ્યા હતા, જે શાળાઓમાં પણ ભણાવવામાં આવે છે. વિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં તે શાળાઓમાં ભણાવવામાં આવે છે. તેમણે કહ્યું કે વસ્તી વધારાને રોકવા માટે વ્યવહારિક રીતે શું કરવું જોઈએ તેને ખોટી રીતે ન લેવું જોઈએ. 

Tags :