Nitish Kumarને ઝેરી પદાર્થ ખવડાવાતો હોવાની શંકા – જીતનરામ માંઝી

Nitish Kumar: બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ નીતિશ કુમાર (Nitish Kumar) દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનો મામલે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે નીતિશ કુમારને કોઈ ઝેરી પદાર્થ ખવડાવી રહ્યું છે. આ સાથે જ તેમણે નીતિશ કુમાર સાથે સંકળાયેલી 3 ઘટનાઓની યાદી પણ આપી જે દર્શાવે છે કે નીતિશ કુમારને ઝેરી ખોરાક […]

Share:

Nitish Kumar: બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ નીતિશ કુમાર (Nitish Kumar) દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનો મામલે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે નીતિશ કુમારને કોઈ ઝેરી પદાર્થ ખવડાવી રહ્યું છે. આ સાથે જ તેમણે નીતિશ કુમાર સાથે સંકળાયેલી 3 ઘટનાઓની યાદી પણ આપી જે દર્શાવે છે કે નીતિશ કુમારને ઝેરી ખોરાક ખવડાવવામાં આવી રહ્યો છે. 

Nitish Kumarનો પૂર્વ મુખ્યમંત્રી સામે રોષ

બિહારના મુખ્યમંત્રીએ શિયાળુ સત્ર દરમિયાન વિધાનસભામાં કરેલા નિવેદન બાદ હવે આક્ષેપબાજીઓ થઈ રહી છે. બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે કહ્યું હતું કે, એક ષડયંત્રના ભાગરૂપે નીતિશને ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવીને ખવડાવવામાં આવી રહ્યા છે. આ કારણે જ તેઓ મહાવીર ચૌધરીને બદલે અશોક ચૌધરીને ફૂલ અર્પણ કરી રહ્યા છે.

વધુ વાંચો: પીએમ મોદીએ લખેલું ગીત Abundance in Millets ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું

જીતનરામ માંઝીએ એમ પણ કહ્યું હતું કે, વાસ્તવમાં કોઈને જલદી જ મુખ્યમંત્રીની ખુરશીમાં બિરાજમાન થવું છે તેથી જ તેમના વિરૂદ્ધ ષડયંત્ર રચીને ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવવામાં આવી રહ્યો છે. નીતિશજી જે રીતે બોલી રહ્યાં છે તે જોઈને મને લાગે છે કે તેમના ભોજનમાં ઝેરી પદાર્થ ભેળવીને તેમની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે વિધાનસભાની અંદર પોતાના સંબોધન દરમિયાન સીએમ નીતિશ કુમાર (Nitish Kumar) જીતન રામ માંઝી પર ખૂબ ગુસ્સે થયા હતા. આક્રોશ સાથે માંઝીની ઝાટકણી કાઢતા નીતિશ કુમારે કહ્યું હતું કે મારી મૂર્ખતાને કારણે જ જીતનરામ માંઝી બિહારના મુખ્યમંત્રી બન્યા હતા અને તેઓ રાજ્યપાલ બનવા માંગે છે.

હકીકતે નીતિશ સરકારે 9 નવેમ્બરના રોજ વિધાનસભામાં અનામત બિલ પાસ કરાવ્યું હતું. જ્યારે પૂર્વ સીએમ માંઝીએ આ અંગે વાંધો ઉઠાવ્યો તો નીતિશ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને સીએમ બનાવવી મારી મૂર્ખતા હતી.

વધુ વાંચો: Delhi Pollutionને કારણે સરકારે 9થી 18 નવેમ્બર સુધી શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી

નીતિશ કુમાર બાદ માંઝીએ પણ રોષ ઠાલવ્યો

નીતિશ કુમારના આ વલણ બાદ જીતનરામ માંઝીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુરુવારે પણ જીતનરામ માંઝીએ નીતિશ કુમાર સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને ગૃહમાં જ હડતાળ પર બેસી ગયા હતા. માંઝીએ નીતિશ કુમાર (Nitish Kumar)ને દલિત વિરોધી સીએમ ગણાવ્યા હતા. 

આ દરમિયાન તેમણે સીએમ નીતિશ કુમાર વિરુદ્ધ ષડયંત્ર રચાતું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારના ખાવામાં કંઈક ભેળવવામાં આવી રહ્યું છે જેથી અન્ય કોઈ સીએમ બની શકે.

Tags :