સામાન્ય UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં થાય- NPCI

એક બેન્ક એકાઉન્ટમાંથી બીજા બેન્ક એકાઉન્ટમાં UPI પેમેન્ટ અથવા ટ્રાન્સફર તેમજ સામાન્ય UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તેમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ , બુધવારે જણાવ્યું હતું. એનસીપીઆઇએ જણાવ્યું કે પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) દ્વારા મર્ચન્ટ વ્યહવાર પર આ ચાર્જિસ લાગશે. રૂ. 2000 થી વધુના વ્યહવાર પર 1.1% વસૂલવામાં આવશે. એનસીપીઆઈએ […]

Share:

એક બેન્ક એકાઉન્ટમાંથી બીજા બેન્ક એકાઉન્ટમાં UPI પેમેન્ટ અથવા ટ્રાન્સફર તેમજ સામાન્ય UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તેમ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ , બુધવારે જણાવ્યું હતું.

એનસીપીઆઇએ જણાવ્યું કે પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) દ્વારા મર્ચન્ટ વ્યહવાર પર આ ચાર્જિસ લાગશે. રૂ. 2000 થી વધુના વ્યહવાર પર 1.1% વસૂલવામાં આવશે. એનસીપીઆઈએ પીપીઆઈ વૉલેટને પણ UPI ઇકોસિસ્ટમમાં આવરી લઈ તેની પર 1.1 % ચાર્જ લગાવ્યો છે.

આગામી 1 એપ્રિલથી UPIના નિયમમાં બદલાવને લઈ NPCI એ સ્પષ્ટતા કરી છે. UPI દ્વારા 2000 રૂ. થી વધારેના પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે આવા સમાચાર ફરતા થયા હતા. આ અંગે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ કહ્યું છે કે, UPI દ્વારા પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. ઉપરાંત તેમણે કહ્યું કે UPIએ મફત, ઝડપી અને સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ છે. UPI દ્વારા, ગ્રાહકો અને દુકાનદારો દ્વારા દર મહિને 8 અબજથી વધુ વ્યવહારો કરવામાં આવે છે. જૂની પેમેન્ટ સિસ્ટમમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી.

 નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બેંક ખાતામાંથી અન્ય કોઈ બેંક ખાતામાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહીં   વેપારીએ પ્રીપેડ વોલેટ દ્વારા કરવામાં આવેલા  UPI પેમેન્ટ પર ચાર્જ ચૂકવવાનો રહેશે. જી પે GPay, પે ટીએમ Paytm અને અન્ય એપ્સ દ્વારા કરવામાં આવતી UPI ચૂકવણીઓ પર ₹2,000 થી વધુના વ્યવહારો પર પીપીઆઈ ફી વસૂલવામાં આવશે. 

આ ચાર્જ ફક્ત એવા વપરાશકારે ચૂકવવો પડશે જેઓ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવણી કરે છે. આ ફી માત્ર વેપારી QR કોડ દ્વારા કરવામાં આવેલા ડિજિટલ વૉલેટ વ્યવહારો પર લાગુ થશે,

પરંપરાગત રીતે, તેમાં કહેવામાં આવ્યું છે કે, UPI વ્યવહારોની સૌથી વધુ પસંદગીની પદ્ધતિ કોઈપણ UPI સક્ષમ એપ્લિકેશનમાં બેંક એકાઉન્ટને ચુકવણી કરવા માટે લિંક કરવાની છે.  જે કુલ UPI વ્યવહારોમાં 99.9 ટકાથી વધુ યોગદાન આપે છે. આ બેંક એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ વ્યવહારો ગ્રાહકો માટે મફત રહે છે.