હવામાન વિભાગની આગાહી, ગરમીથી મળશે રાહત

નવી દિલ્હી: ભારતના હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે, ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચાલુ સપ્તાહમાં હીટવેવની સ્થિતિ બનતી દેખાઇ રહી નથી. જેથી આગામી 5 દિવસ સુધી લોકોને હીટવેવથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ચક્રવાતી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અને બીજી તમિલનાડુના આંતરિક વિસ્તારમાંથી પ્રસાર થશે. પ્રમાણમાં નીચા દબાણની સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશથી દક્ષિણ તેલંગાણા થઇ […]

Share:

નવી દિલ્હી: ભારતના હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે, ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચાલુ સપ્તાહમાં હીટવેવની સ્થિતિ બનતી દેખાઇ રહી નથી. જેથી આગામી 5 દિવસ સુધી લોકોને હીટવેવથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ચક્રવાતી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અને બીજી તમિલનાડુના આંતરિક વિસ્તારમાંથી પ્રસાર થશે. પ્રમાણમાં નીચા દબાણની સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશથી દક્ષિણ તેલંગાણા થઇ તમિલનાડુ સુધી જશે.

ગરમીને કારણે શાળાઓનો સમય બદલાયો

IMD અનુસાર, ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ઉત્તરીય અને મધ્ય ભાગના મેદાનોમાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે. જેથી સ્થાનિક વહીવટી તંત્રએ તાપમાનમાં ઘટાડો ન થાય ત્યાં સુધી શાળાનો સમય બદલવાની કે શાળાઓ બંધ રાખવાની ફરજ પાડી હતી. મહારાષ્ટ્રમાં સરકારે રાજ્ય બોર્ડ સાથે સંલગ્ન તમામ શાળાઓને 15 જૂન સુધી બંધ કરી દીધી છે. વિદર્ભ પ્રદેશ માટે ઉનાળુ વેકેશન 30 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં IMDએ ઉત્તર-પશ્ચિમના વિભાગો અને દ્વીપકલ્પના વિસ્તારોને બાદ કરતા એપ્રિલથી જૂન સુધી દેશના મોટાભાગમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની આગાહી કરી હતી.

આગામી 5 દિવસ સુધી ભારતમાં હીટવેવની કોઈ સ્થિતિ નથી

કેટલાક વિસ્તારોમાં જેમકે ઉત્તર-પશ્ચિમ, મધ્ય-પૂર્વમાં ગુજરાત અને મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળ સહિતના વિસ્તારોમાં હજુ પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. શનિવારે પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર સિવાય દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું, જ્યાં દિવસનું તાપમાન 16-25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું. IMDએ શનિવારે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાંથી હીટવેવની સ્થિતિ ઓછી થઈ છે. આગામી 5 દિવસ દરમિયાન ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની કોઈ શક્યતા નથી.

ગુજરાતમાં 23થી 26 એપ્રિલ સુધી વાતાવરણ સૂકું રહેશે

જોકે, ગુજરાતમાં હાલ ગરમીથી આંશિક રાહત અનુભવાઇ રહી છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તાપમાનનો પારો 39 ડિગ્રીથી નીચે રહ્યો છે. અમરેલી અને અમદાવાદમાં 39થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 એપ્રિલે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા હતી. જોકે, હવે 23 થી 26 એપ્રિલ દરમિયાન રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે.

હવામાન વિભાગે આ રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓરિસ્સાના વિવિધ વિસ્તારમાં આગામી ત્રણ દિવસમાં, બિહારમાં આગામી બે દિવસ અને વિદર્ભમાં સોમવારે કરા પડવાની સંભાવના છે. રવિવારે તમિલનાડુ અને કેરળમાં; અને સોમવારે ઓરિસ્સામાં ભારે વરસાદની સંભાવના છે. જોકે, રવિવારે દક્ષિણ હરિયાણા, ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ધૂળની આંધીની સંભાવના છે.