પૂર્વ મુખ્યમંત્રી અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુને રાહત નહીં, ACB કોર્ટે વધુ 2 દિવસ લંબાવ્યા રિમાન્ડ

વિજયવાડામાં એસીબી કોર્ટે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુની રિમાન્ડ 2 દિવસ માટે લંબાવી દીધી છે. ચંદ્રબાબુ નાયડુએ 24મી સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવુ પડશે. જોકે શુક્રવારે બપોરે જ હાઈકોર્ટમાં ચંદ્રબાબુ નાયડુ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરવા માટેની અરજી પર સુનાવણી થઈ હતી.  કથિત 350 કરોડ […]

Share:

વિજયવાડામાં એસીબી કોર્ટે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુની રિમાન્ડ 2 દિવસ માટે લંબાવી દીધી છે. ચંદ્રબાબુ નાયડુએ 24મી સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેવુ પડશે. જોકે શુક્રવારે બપોરે જ હાઈકોર્ટમાં ચંદ્રબાબુ નાયડુ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરવા માટેની અરજી પર સુનાવણી થઈ હતી. 

કથિત 350 કરોડ રૂપિયાના રાજ્ય કૌશલ્ય વિકાસ નિગમ (APSSDC) કૌભાંડને લઈ ગત 9 સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. 

ચંદ્રબાબુ નાયડુ પર આરોપ

ચંદ્રબાબુ નાયડુ પર એવો આરોપ છે કે, તેમના શાસન દરમિયાન એટલે કે, વર્ષ 2014થી લઈને 2019 દરમિયાન APSSDCમાં કૌભાંડ થયા છે. (skill development scam) કથિત રીતે 371 કરોડ રૂપિયાના આ કૌભાંડની પુછપરછ માટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ફરી એક વખત 2 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી દેવામાં આવી છે.

જાણો કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ વિશે 

ચંદ્રબાબુ નાયડુની ધરપકડ બાદ તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકરોએ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આંધ્ર પ્રદેશમાં 2016માં TDP સરકારના શાસન દરમિયાન APSSDCની સ્થાપના કરવામાં આવી હતી. APSSDC યોજના બેરોજગાર યુવાનોને કૌશલ્ય પ્રશિક્ષણ આપી તેમને સશક્ત બનાવવા માટે લાવવામાં આવી હતી. જોકે તે યોજનામાં 3,300 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે જેને લઈ આંધ્ર પ્રદેશ સીઆઈડીએ માર્ચમાં તપાસ શરૂ કરી હતી. 

ભારતીય રેલવે યાતાયાત સેવા (IRTS)ના પૂર્વ અધિકારી અરજા શ્રીકાંતને પાઠવવામાં આવેલી નોટિસ બાદ APSSDC કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી હતી. અરજા શ્રીકાંત 2016માં APSSDCના સીઈઓ હતા. APSSDC યોજના અતંર્ગત યુવાનોને ઉદ્યોગોમાં કામ કરવા માટે જરૂરી કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપવાનું હતું. Siemens નામની એક કંપનીને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. 

370 કરોડ રૂપિયા શેલ કંપનીમાં ટ્રાન્સફર કર્યાનો આરોપ

APSSDC માટે કુલ 3,300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો હતો અને તત્કાલીન ચંદ્રબાબુ નાયડુ સરકારે એવી જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર 10 ટકા એટલે કે કુલ 370 કરોડ રૂપિયા આ યોજનામાં ખર્ચ કરશે. બાકીનો 90 ટકા ખર્ચ કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ આપનારી કંપની Siemens દ્વારા કરવામાં આવશે. 

ત્યાર બાદ ચંદ્રબાબુ નાયડુની સરકારે આ યોજના માટેના 371 કરોડ રૂપિયા શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો અને સાથે જ પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત તમામ ડોક્યુમેન્ટ્સ પણ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.