નોઇડામાં પતિએ અન્ય સંબંધની શંકામાંં પત્નીને મારી નાખી

નોઇડાનાં રહીશે તેની પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા જતાં તેની પત્નીને મારીને તેની લાશ યમુના નદીમાં ફેંકી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  નોઇડા પોલીસ આ વ્યક્તિની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમ્યાન તે વ્યક્તિએ જણાવ્યું કે, તેને તેની પત્નીને તેના ગામનાં એક માણસ સાથે સંબધ હોવાની શંકા હતી અને તે અંગે તેઓ વચ્ચે […]

Share:

નોઇડાનાં રહીશે તેની પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા જતાં તેની પત્નીને મારીને તેની લાશ યમુના નદીમાં ફેંકી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 

નોઇડા પોલીસ આ વ્યક્તિની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમ્યાન તે વ્યક્તિએ જણાવ્યું કે, તેને તેની પત્નીને તેના ગામનાં એક માણસ સાથે સંબધ હોવાની શંકા હતી અને તે અંગે તેઓ વચ્ચે વારંવાર લડાઈ થતી હતી. ત્યારબાદ તેને તેનું ગળું દબાવીને મારી નાખી હતી. 

આ દંપત્તિ છતંગ ખુર્દ ગામમાં રહેતા હતા અને તેમના નામ શ્રવણ અને ઉષા હતું તેઓ લગભગ 30 આસપાસની વયનાં હતા. 

પોલીસની બે દિવસની પૂછપરછમાં શ્રવણે જણાવ્યું કે તેને તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યાર બાદ તેના મૃતદેહને એક કોથળામાં નાંખી તેમાં થોડી ઈંટો ભરીને યમુના નદીમાં નાખી દિધી હતી. જેવર પોલીસ સ્ટેશન દ્વારા શ્રવણના વિરુદ્ધમાં ઇંડિયન પિનલ કોડ 302 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પોતાની પત્ની ગુમ થવાની એક ફરિયાદ શ્રવણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સોમવારે કરી હતી પરંતુ તે જ સમયે અલીગઢમાં રહેતા ઉષાના પરિવારના સભ્યોએ પણ પોલીસનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો કે તેણીની હત્યા શ્રવણ દ્વારા કરવામાં આવી છે. મામલાની તપાસ આદરતા પોલીસ શ્રવણની પુછપરછ આરંભી હતી તેમાં શ્રવણે ખુલાસો કર્યો હતો કે, તેનાં અને પત્ની વચ્ચે અવારનવાર તેની પતિને અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ હોવા અંગે ઝગડો થતો હતો 

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ અને મેરઠના નિષ્ણાત ડાઇવર્સ દ્વારા મૃતદેહને  યમુના નદીમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોઇડામાં ગુનાખોરીના કિસ્સા વધતાં જાય છે અને યમુના નદી અને  યમુના એક્સપ્રેસ વે જાણે  ડેડ બોડીનો ડમ્પિંગ ઝોન બનતો જતો હોય તેવું લાગે છે.  આગ્રાથી નોઈડા 165 કિ.મી. લાંબા યમુના એક્સપ્રેસ વે પર, આગ્રા અને મથુરા જિલ્લાની સીમામાં, નિર્દયતા પછી ઘણા અજાણ્યા મૃતદેહો ફેંકવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ લિવઇન રિલેશનમાં રહેતા એક યુવકે તેની પ્રેમિકાની મારી તેના ટૂકડા જંગલમાં નાખી દેવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. આમ, જ્યારે આ પ્રકારના કેસ વધી રહ્યા છે ત્યારે પોલીસે  યમુના નદી તેની આસપાસના વિસ્તાર અને યમુના એક્સપ્રેસ વે પર પેટ્રોલિંગ વધારી દીધું છે. આ સાથે જ જેઓને અકસ્માત નડે તેમને પણ તાકીદએ સારવાર મળે તે જોવામાં આવી રહ્યું છે.