દેશમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા, અલ-નીનોએ ચિંતા વધારી

ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી શક્યા વર્તાઈ રહી છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જોકે, હવામાન વિભાગે ચોમાસાના બીજા તબક્કામાં અલ નીનોની સ્થિતિ સર્જાવાની ધારણા વ્યક્ત કરી છે. જેથી ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. કેન્દ્રએ જણાવ્યું કે, ભારતમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદની પેટર્ન જોવા મળશે. […]

Share:

ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી શક્યા વર્તાઈ રહી છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જોકે, હવામાન વિભાગે ચોમાસાના બીજા તબક્કામાં અલ નીનોની સ્થિતિ સર્જાવાની ધારણા વ્યક્ત કરી છે. જેથી ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.

કેન્દ્રએ જણાવ્યું કે, ભારતમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદની પેટર્ન જોવા મળશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું કે, ભારતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ જોવા મળશે. જે સરેરાશના 96 ટકા રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે શું કહ્યુ?

ચાલુ વર્ષે ભારતમાં આગામી ચોમાસા અંગે હવામાન વિભાગે 11 એપ્રિલે લાંબા અંતરના દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં હવામાન વિભાગના સચિવ એમ રવિચંદ્ર અને હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ માહિતી આપી. અગાઉ રવિચંદ્રએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી સામાન્ય ચોમાસું જોવા મળશે. રવિચંદ્રએ વધુમાં કહ્યું હતું કે, ચાલુ વર્ષે અલ નીનોની અસર વચ્ચે વરસાદમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત છે.

હવામાન વિભાગે સ્પષ્ટતા કરી

હવામાન વિભાગે એક ડેટા જાહેર કરતા જણાવ્યું કે, 1951થી 2022 સુધી અલ નીનોની સ્થિતિમાં 6 વર્ષ એવા હતા, જેમાં સામાન્યથી સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં 83.55 મીમી વરસાદ જોવા મળશે. ચાલુ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 96 ટકા વરસાદની શક્યતા છે. જે સામાન્ય વરસાદની શ્રેણીમાં આવે છે. જોકે, હવામાન વિભાગે ચાલુ વર્ષે અલ નીનોની અસર ચોમાસાના બીજા તબક્કામાં જોવા મળવાની સંભાવના વ્યક્ય કરી છે. જેથી અલ નીનોની સ્થિતિએ કેટલીક ચિંતાઓ વધારી છે.

સામાન્ય વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ, ભારતના ઉત્તર અને મધ્ય ભાગોમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જુલાઈ અને ઓગસ્ટમાં ઓછો વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં સિઝનના બીજા ભાગમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.

શું છે આ અલ નીનો?

દરિયા કિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે. આમ, સમુદ્રના તાપમાન અને વાયુમંડલની સ્થિતિમાં થનારા ફેરફારની ઘટનાને અલ નીનો કહે છે. અલ નીનોની સ્થિતિમાં સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતા ઘણો વધારો થાય છે.

અલ નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી હઠીને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે.