ગૃહસ્થો અને વૈષ્ણવો અલગ દિવસે ઉજવશે જન્માષ્ટમી, જાણો સાચું મુહૂર્ત અને પૂજા વિધિ

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને જન્માષ્ટમી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે જ ભગવાન વિષ્ણુએ ધરતી પર કૃષ્ણ અવતાર લીધો હતો. દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો સંપૂર્ણપણે શ્રદ્ધાભાવથી પોતાના આરાધ્ય શ્રીકૃષ્ણ માટે વ્રત રાખે છે અને સંપૂર્ણ વિધિ-વિધાનથી […]

Share:

ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને જન્માષ્ટમી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે જ ભગવાન વિષ્ણુએ ધરતી પર કૃષ્ણ અવતાર લીધો હતો. દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો સંપૂર્ણપણે શ્રદ્ધાભાવથી પોતાના આરાધ્ય શ્રીકૃષ્ણ માટે વ્રત રાખે છે અને સંપૂર્ણ વિધિ-વિધાનથી તેમની પૂજા કરે છે. 

દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણી માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે જેમાં પાલખી સજાવવામાં આવે છે અને શ્રીકૃષ્ણના જન્મોત્સવની કથાને નાટક કે ફિલ્મોના માધ્યમથી દર્શાવવામાં આવે છે. 

જન્માષ્ટમી પર જયંતી યોગ

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તે સમયે રોહિણી નક્ષત્ર હતું માટે જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ વખતે 6 અને 7 સપ્ટેમ્બરમાંથી જન્માષ્ટમી પર્વની સાચી તારીખને લઈ સવાલ થઈ રહ્યા છે. આ વખતે 6 સપ્ટેમ્બરના રોજ ખૂબ જ શુભ જયંતી યોગ બની રહ્યો છે માટે ગૃહસ્થ લોકો માટે 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી વ્રતની ઉજવણી ખૂબ શુભ ફળ લાવશે જ્યારે વૈષ્ણવો, સાધુ અને ઋષિઓ માટે જન્માષ્ટમીનું વ્રત કરવાનો શ્રેષ્ઠ દિવસ 7મી સપ્ટેમ્બર હશે. 

ક્યારે થશે જન્માષ્ટમીની ઉજવણી

6 સપ્ટેમ્બરના રોજ બપોરે 3:37 વાગ્યાથી ભાદ્રપદ અષ્ટમી તિથિનો પ્રારંભ થશે અને તે 7મી સપ્ટેમ્બરના રોજ સાંજના 4:14 વાગ્યા સુધી રહેશે. જ્યારે 6 સપ્ટેમ્બરના રોજ સવારે 9:20 કલાકે રોહિણી નક્ષત્રનો આરંભ થશે અને તે 7 સપ્ટેમ્બરના રોજ સવારના 10:25 કલાકે સમાપ્ત થશે. 

જન્માષ્ટમી મુહૂર્ત

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાની માન્યતા છે માટે 6 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત રાતે 11:47 મિનિટથી 12:42 મિનિટ સુધીનું છે. 

જન્માષ્ટમીની પૂજા વિધિ

જન્માષ્ટમીના રોજ શુદ્ધ જળ, દૂધ, દહીં, મધ અને પંચમેવા વડે બાલકૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર બાદ તેમને વસ્ત્ર પહેરાવીને પારણામાં સ્થાપિત કરવામાં આવે છે. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની આરતી ઉતારવામાં આવે છે અને જન્માષ્ટમીની કથાનું વાંચન, ઉજવણી કરવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવવા માટે પંજરીનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને પૂજા વિધિ બાદ તમામ ભક્તોમાં તેની વહેંચણઈ કરવામાં આવે છે. રાતના સમયે જાગરણ રાખવામાં આવે છે અને તે દરમિયાન ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. 

30 વર્ષ બાદ અદભૂત યોગ

હિંદુ પંચાગ અનુસાર 6 સપ્ટેમ્બરના રોજ આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગ દરમિયાન ચંદ્રમા વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્ર હોવાના કારણે વિશેષ સંયોગ બની રહ્યો છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી પર મધ્ય રાત્રિએ રોહિણી નક્ષત્ર બની રહ્યું છે જેના લીધે સર્વાર્થ સિદ્ધિ યોગ નિર્મિત થઈ રહ્યો છે.