ભાજપના વિરોધી પક્ષોની બેઠક યોજાઈ 

તમામ વિરોધી પક્ષો એક થઈને ચૂંટણી લડવા માટે સહમત થયા છે, આ અંગેની વિગતોને આખરી ઓપ આપવા માટે આગામી બેઠકનું આયોજન શિમલા ખાતે કરવામાં આવ્યું છે. પટણા ખાતે યોજાયેલી 16 પક્ષોની બેઠકના યજમાન નિતિશકુમાર હતા. આ બેઠક ચાર કલાક લાંબી ચાલી હતી અને બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જોકે આ પ્રેસ કોન્ફરન્સમાં […]

Share:

તમામ વિરોધી પક્ષો એક થઈને ચૂંટણી લડવા માટે સહમત થયા છે, આ અંગેની વિગતોને આખરી ઓપ આપવા માટે આગામી બેઠકનું આયોજન શિમલા ખાતે કરવામાં આવ્યું છે. પટણા ખાતે યોજાયેલી 16 પક્ષોની બેઠકના યજમાન નિતિશકુમાર હતા. આ બેઠક ચાર કલાક લાંબી ચાલી હતી અને બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જોકે આ પ્રેસ કોન્ફરન્સમાં ‘આપ’ના વડા કેજરીવાલ અને ડીએમકેના વડા એમ.કે સ્ટાલિન ગેરહાજર હતા. 

તેઓની ગેરહાજરી અંગે નિતિશકુમારે દાવો કર્યો હતો  કે, આ નેતાઓને તેમની વાપસીની ફ્લાઇટ્સ પકડવાની હોવાથી તેઓ નીકળી ગયા હતા. 

પ્રેસ કોન્ફરન્સમાં એકતા પ્રદર્શન ચાલુ હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીએ  બોમ્બમારી કરી હતી અને કહ્યું હતું  કે, દિલ્હી સરકારની વહીવટી સેવાઓ પરનું નિયંત્રણ છીનવતાં કેન્દ્ર સરકારના વિવાદિત વટહુકમનો કોંગ્રેસ દ્વારા જાહેરમાં વિરોધ કરવામાં નહીં આવે ત્યાં સુધી ‘આપ’ આવી કોઈ વિપક્ષી એકતા અંગેની બેઠકમાં હાજર રહેશે નહીં.  

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠક દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પક્ષ વચ્ચે ગરમાગરમી થઈ હતી અને આપના વડા કેજરીવાલે વટહુકમ અંગે કોંગ્રેસ પક્ષનું વલણ જાણવા માંગ્યું હતું. બેઠક પહેલા આપના પ્રવક્તા પ્રિયંકા કક્કરે એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કોઈ વલણ સ્પષ્ટ કરાતું નથી કેમકે, તેની અને ભાજપની આ મુદ્દે ડીલ થઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સર્વસંમતિ છે. આથી, કોંગ્રેસ વટહુકમનો વિરોધ કરતી નથી. 

આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, 2024ની ચુંટણી તમામ વિરોધી પક્ષ એકસાથે લડશે અને ભાજપને બહાર ફેંકી દેશે, અમને આગામી સરકાર બનાવવાનો વિશ્વાસ છે. તેઓએ આગામી બેઠક સંભવિત 10 અથવા 12 જુલાઈએ યોજાશે તેમ જણાવ્યું હતું, જેમાં તમામ રાજ્યો માટે વ્યૂહરચના ઘડવા ચર્ચા કરાશે. 

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ભારપૂર્વક જણાવ્યું કે, બધી પાર્ટી એક થઈને આગામી ચુંટણી લડશે. તેમને જે.પી ચળવળ તરફ ઈશારો કરતાં જણાવ્યું કે, પટનાથી જે શરૂ થાય તે જનાંદોલન બની  જાય છે. એમણે વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં યોજાયેલી બેઠકનું પરિણામ આવ્યું નથી. 

તેમણે જણાવ્યું કે, ત્રણ બાબતો નક્કી છે અને એ છે કે, અમે એક છીએ, અમે એક થઈને લડશું અને અમારી લડાઈને વિપક્ષની લડાઈ તરીકે જોવાને બદલે ભાજપના કાળા કાયદા અને સરમુખત્યારશાહી સામેની લડાઈ તરીકે જોવી જોઈએ.