NPCI: UPIના સેફ્ટી એમ્બેસેડર તરીકે અભિનેતા પંકજ ત્રિપાઠીની નિયુક્તિ

NPCI: કરોડો ગ્રાહકો દરરોજ ખૂબ ઝડપથી UPI અપનાવી રહ્યા છે. આ સાથે જ તેને સુસંગત સ્કેમની ઘટનાઓ પણ ખૂબ જ વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ મંગળવારના રોજ બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના સેફ્ટી એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી છે. નોંધનીય છે કે, UPI દેશમાં કેશલેસ […]

Share:

NPCI: કરોડો ગ્રાહકો દરરોજ ખૂબ ઝડપથી UPI અપનાવી રહ્યા છે. આ સાથે જ તેને સુસંગત સ્કેમની ઘટનાઓ પણ ખૂબ જ વધી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ મંગળવારના રોજ બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના સેફ્ટી એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી છે. નોંધનીય છે કે, UPI દેશમાં કેશલેસ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવામાં ખૂબ યોગદાન આપી રહ્યું છે. 

NPCI દ્વારા પંકજ ત્રિપાઠીની નિયુક્તિ

બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીની UPIના સેફ્ટી એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ડિજિટલ પેમેન્ટ્સ પ્લેટફોર્મ્સ પર સુરક્ષાને લઈ જાગૃત્તિને પ્રોત્સાહન આપવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ પંકજ ત્રિપાઠીની પસંદગી કરી છે. NPCIના કહેવા પ્રમાણે આ પગલું ડિજિટલ પેમેન્ટ્સ પ્લેટફોર્મ્સની સુરક્ષાને લઈ જે ચર્ચાઓ વ્યાપી છે તેને અનુલક્ષીને લેવામાં આવ્યું છે. 

વધુ વાંચો: Deep Fake Video Case: રશ્મિકા મંદાનાનો વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી સરકાર

UPI સાથે સંકળાયેલી આ બાબતોનું રાખો ધ્યાન

– રીસિવરના નામને વેરિફાઈ કર્યા વગર પેમેન્ટ ન કરવું. 

– જો તમારે ક્યાંક પેમેન્ટ કરવાનું હોય તો જ UPI પિનનો ઉપયોગ કરવો. પેમેન્ટ મેળવવા માટે UPI પિનની જરૂર નથી પડતી. 

– QR કોડને માત્ર પેમેન્ટ કરવા માટે જ સ્કેન કરવો. પેમેન્ટ રીસિવ કરવા માટે નહીં. 

– તમારા ATM પિનની માફક UPI પિનને પણ કોઈ સાથે શેર ન કરવો. 

– માત્ર પેમેન્ટ માટે જ QR કોડ સ્કેન કરવો, પૈસા મેળવવા માટે નહીં. 

– તમે UPI ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા કોઈ પણ સવાલ માટે NPCIના કસ્ટમર કેરને કોલ કરી શકો છો. 

જાણો UPI એટલે શું?

UPI એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી ઈનસ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે, જે RBI દ્વારા રેગ્યુલેટ થાય છે. UPI એ IMPS ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત છે, જે તમને એક બેંકથી બીજી બેન્કના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં મદદરૂપ થાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો UPI એક એવી સિસ્ટમ છે જે એક કરતા વધુ બેન્ક એકાઉન્ટને એક જ મોબાઈલ એપ્લિકેશનમાં મર્જ કરી શકે છે. જેમાં ઘણા બધા બેન્કિંગ ફીચર્સ, સિમલેસ ફંડ રાઉટીંગ અને મર્ચન્ટ પેમેન્ટ એક જ મોબાઈલ એપ દ્વારા કરી શકાય છે. 

વધુ વાંચો: સામાન્ય UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં થાય- NPCI

અટલ બિહારી વાજપેયીના રોલમાં જોવા મળશે પંકજ ત્રિપાઠી

બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી બેક ટુ બેક શૂટિંગમાં વ્યસ્ત છે. તેઓ એકસાથે ઘણી ફિલ્મો અને વેબ સીરિઝનું શૂટિંગ કરી રહ્યા છે. પંકજ ત્રિપાઠી તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ફુકરે-3’ અને ‘OMG-2’માં જોવા મળ્યા હતા. તેમની આગામી ફિલ્મ ‘મેં અટલ હૂં’ છે. જેમાં તેઓ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રોલમાં જોવા મળશે.

Tags :