ઈઝરાયલના યુદ્ધમાં ફસાયેલી નુસરત ભરૂચા સુરક્ષિત ભારત પરત આવી

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા શનિવારથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં ઘણા ભારતીયો ફસાયા છે. બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા પણ ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો તેના માટે ખૂબ જ ચિંતિત હતા અને નુસરત ભરૂચાની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે નુસરત ભરૂચા  […]

Share:

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગયા શનિવારથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં ઘણા ભારતીયો ફસાયા છે. બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા પણ ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો તેના માટે ખૂબ જ ચિંતિત હતા અને નુસરત ભરૂચાની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે નુસરત ભરૂચા  વિશે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, નુસરત ભરૂચા  સુરક્ષિત રીતે ભારત પરત આવી ગઈ છે. મુંબઈ એરપોર્ટ પરથી નુસરતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

નુસરત ભરૂચા ભારત પરત ફરી 

થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે નુસરત ભરૂચા એમ્બેસી દ્વારા મળી આવી છે અને તે ઈઝરાયલથી ભારત પરત આવવા રવાના થઈ. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી નુસરત ભરૂચા એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી. આ વીડિયોમાં નુસરત એકદમ ચોંકી ઉઠી છે. આ દરમિયાન તેણે મીડિયા સાથે વાત ન કરી અને માત્ર એટલું જ કહ્યું કે, ‘હું અત્યારે ખૂબ જ પરેશાન છું, મને ઘરે પહોંચવા દો.’ તમને જણાવી દઈએ કેનુસરત ભરૂચાની ફ્લાઈટ કનેક્ટ થઈ રહી હતી. નુસરત દુબઈ થઈને આવી છે.

નુસરત ભરૂચા ઈઝરાયેલમાં કેવી રીતે ફસાઈ?

નુસરત ભરૂચા તાજેતરમાં જ ઈઝરાયેલ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી ‘હૈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ભાગ લેવા માટે ત્યાં ગઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં નુસરત ભરૂચાની ફિલ્મ ‘અકેલી’ બતાવવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ થયું અને નુસરત ત્યાં જ ફસાઈ ગઈ. પરંતુ તણાવના આ વાતાવરણ વચ્ચે નુસરત ભરૂચાની ટીમ ખૂબ જ ચિંતિત છે. 

ખરેખર, નુસરતની ટીમ ગત દિવસથી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની ટીમના એક સભ્યએ કહ્યું હતું કે, ‘દુર્ભાગ્યવશ નુસરત ઈઝરાયલમાં અટવાઈ ગઈ હતી. અભિનેત્રી ત્યાં હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગઈ હતી. નુસરત ભરૂચાની ટીમનું કહેવું છે કે ગઈ કાલે બપોરે 12.30 વાગ્યે નુસરતનો છેલ્લે સંપર્ક થયો હતો. તે દરમિયાન નુસરત ભરૂચા ભોંયરામાં હતી અને સંપૂર્ણપણે સુરક્ષિત હતી.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત


આ સાથે જ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. નેતન્યાહુએ કહ્યું કે અમે યુદ્ધમાં છીએ, ઓપરેશનમાં નથી. હમાસે ઈઝરાયલ અને તેના નાગરિકો સામે ઘાતક હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓની વસાહતો ખાલી કરવાનો આદેશ આપ્યો. દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

5 હજાર રોકેટ છોડી હમાસે યુધ્ધનો પ્રારંભ કર્યો

તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે સવારે લગભગ 8 વાગ્યે પેલેસ્ટિનિયન સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ રોકેટ રહેણાંક મકાનો પર પડ્યા, જેમાં 300 થી વધુ લોકોના મોત થયા. શનિવારથી ગાઝાના વિવિધ ભાગોમાં બોમ્બમારો ચાલી રહ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બંનેના સેંકડો નાગરિકો માર્યા ગયા છે.