ઓરિસ્સામાં છેલ્લાં ત્રણ મહિનામાં હાથીઓના હુમલામાં 57 નાં મોત 

ઓરિસ્સામાં છેલ્લાં ત્રણ મહિનામાં જંગલી હાથીઓ સાથેની અથડામણની ઘટનામાં 50 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલ, મે અને જૂન મહિનામાં 38 લોકો મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે આ આંકડો વધીને 57 થયો છે. ચાલુ વર્ષે એપ્રિલ, મે અને જૂન દરમ્યાન હાથી અને માનવ વચ્ચે અથડામણની અનેક ઘટના સામે આવી. હાથીઓએ મોટાભાગે કેરી, જેકફ્રૂટનાં બગીચાઓને […]

Share:

ઓરિસ્સામાં છેલ્લાં ત્રણ મહિનામાં જંગલી હાથીઓ સાથેની અથડામણની ઘટનામાં 50 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે એપ્રિલ, મે અને જૂન મહિનામાં 38 લોકો મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે આ આંકડો વધીને 57 થયો છે.

ચાલુ વર્ષે એપ્રિલ, મે અને જૂન દરમ્યાન હાથી અને માનવ વચ્ચે અથડામણની અનેક ઘટના સામે આવી. હાથીઓએ મોટાભાગે કેરી, જેકફ્રૂટનાં બગીચાઓને નિશાન બનાવ્યા હતા અને ઊભો પાક નાશ કરતાં જોવા મળ્યા હતા. જેના કારણે હાથી અને માનવ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઘટના છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ ઘાતક રહ્યા છે. આ ત્રિમાસિક ગાળામાં માનવ-હાથીની અથડામણની સંખ્યામાં પણ 26%નો વધારો જોવા મળ્યો, જેના પરિણામે પહેલાં કરતા વધુ ઇજાઓ થઈ છે. 

વન્યજીવન નિષ્ણાત બિસ્વજીત મોહંતીએ જણાવ્યું કે, એશિયાઈ હાથીઓ ખાદ્ય પાકો હોય તેવા વિસ્તારો તરફ આકર્ષાય છે કારણ કે તે વધુ સ્વાદિષ્ટ, વધુ પૌષ્ટિક હોય છે અને જંગલી છોડની સરખામણીએ તેમની ગૌણ સંરક્ષણ ઓછી હોય છે. આ કારણથી હાથીઓ દ્વારા પાકને નુકસાન પહોંચાડાય છે, જેને લીધે હાથી અને માનવ વચ્ચે અથડામણ થાય છે. એક હાથી દરરોજ લગભગ 200 કિલો ખોરાક ખાય છે અને માત્ર એક હાથી એક હેકટરમાં ઉભા પાકને ખૂબ ઓછા સમયમાં નાશ કરી શકે છે.  અને એક નાનું ટોળું રાતોરાત ખેડૂતની આજીવિકાને ખતમ કરી શકે છે.

મોટે ભાગે, જે લોકો આ હુમલાઓનો ભોગ બને છે તેઓ પહેલેથી જ આર્થિક અને પોષણની દ્રષ્ટિએ નબળા હોય છે, અને પાક અને પશુધનના નુકસાનથી તેમની આવક અને ખાદ્ય વપરાશ પર ગંભીર અસર પડી શકે છે. 

જૂન અને જુલાઈમાં તાડના ફળો, જે હાથીઓના ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, તે તમિલનાડુમાં આંતરરાજ્ય વેપાર માટે પામ વૃક્ષોના મોટા પાયે કાપવામાં આવતા હોવાથી દુર્લભ બની ગયા છે. ધેનકાનાલ, અંગુલ અને દેવગઢ જિલ્લાએ  છેલ્લા ત્રણ વર્ષથી હજારો તાડના વૃક્ષો ગુમાવ્યા છે કારણ કે સંગઠિત લાકડાના વેપારીઓ ત્યાં કેમ્પ કરે છે અને વૃક્ષોનો નાશ કરે છે. 

માણસોના મૃત્યુના આંકડામાં વધારો જોઈ લાગે છે કે આ વર્ષે ગય વર્ષના 146 મૃત્યાંક કરતાં આંકડો વધી શકે છે. હાથીઓ માટે પર્યાપ્ત ઘાસચારાનાં અભાવે અને બજાર  ગામડાઓમાં સંગ્રહિત ઉભા પાક અને ખાદ્યપદાર્થોના વપરાશ તરફ વળતાં હાથીઓ તેમના વિસ્તારમાંથી બહાર આવી રહ્યા છે. આ ઉપરાંત બીજું નિર્ણાયક પરિબળ ક્વોરી અને ક્રશર તેમજ ટ્રક અને ટ્રેક્ટરની રાત્રિની અવરજવરને કારણે મોટા પ્રમાણમાં ખલેલ છે. સૌથી વધુ મૃત્યુ ઢેંકનાલ જીલ્લામાં થયા હતા જ્યાં 14 લોકો માર્યા ગયા.